વડોદરાઃ ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશન દ્વારા વેલેન્ટાઈન ડે, નાના ભૂલકાઓને ખુશ કરી ઉજવવામાં આવ્યો. કરજણ નજીકની સાંપા, કનબોલા અને બોડકા આંગણવાડીમાં ૯૦ જેટલા બાળકો માટે રમકડા, નાની બાળવાર્તા, ગેમ તથા સંગીતના સાધનની ભેટ આપવામાં આવી.
ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશનના ફાઉન્ડર અને ડાઈરેક્ટર કિન્નરી હરીયાણીના જણાવ્યા મુજબ, જો આંગણવાડીમાં વિવિધ ખેલકૂદ રમવામાં મજા આવે એવું સ્થળ બનાવી દેવામાં આવે તો બાળકો ખુશી ખુશી બાલવાડીમાં આવશે અને આંગણવાડીના સ્ટાફને પણ ગીત ગાવામાં, વાર્તા કહેવામાં આ રમકડા દ્વારા પ્રોપ્સ તરીકે ઉપયોગમાં લઇ શકશે. જેના થકી આંગણવાડીમાં આવતા બાળકોની સંખ્યામાં વધારો થઇ શકશે.
પ્રોજેક્ટના કોર્ડીનેટર હેલી પંચાલના જણાવ્યા મુજબ બરોડાની ૪ સોસાયટીના સહકારથી રમકડા ભેગા કરવામાં આવ્યા હતા અને ઇન્ટર્ન અંકીત પરમાર અને ભાગ્યશ્રી કોરડે દ્વારા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આંગણવાડી દ્વારા ટેકસો ગ્લોબલના વેલેન્ટાઈન ડે નિમિતે મળેલા રમકડા પ્રાપ્ત કરી ખુશી વ્યક્ત કરી હતી.