વેલેન્ટાઈન એટલે પ્રેમનો પર્વ. કોઈ પોતીકાને પ્રેમની લાગણીમાં ભીજાઈ દેવાનો પર્વ. તેમાં સૌથી વધારે કઈ મહત્વ હોય તો વેલેન્ટાઈન સાથે કેક કટીંગ અને બિલવેટ માટે ખરીદાતી ગિફ્ટનું. તો જોઈએ આ વર્ષે વેલેન્ટાઈન પર કઈ અને કેવી ગિફ્ટ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે અને લોકો દ્વારા વધુ પસંદ થઈ રહી છે.
આ વર્ષે વેલેન્ટાઈ પર જે ગિફ્ટ સૌથી વધારે ખરીદવામાં આવી તે છે ચોકલેટસ. હાર્ટ શેપના બોક્સમાં ચોકલેટ્સ સૌથી વધારે ટ્રેન્ડમાં રહી.
કપલ મગ ….લવ મેસેજીસવાળા કોફી મગ પણ વેલેન્ટાઈન ગિફ્ટમાં લોકો દ્વારા વધુ પસંદ કરવામાં આવ્યા.
ફોરએવર ગિફટ કહી શકાય તેવા લવમેસેજ અને હાર્ટશેપવાળા ટેડીબેર હંમેશા લવબર્ડ્સની પહેલી પસંદ રહેતી હોય છે, જે આ વખતે પણ રહી.
નાની બોટલ કે ગ્લાસમાં નાની નાની ચિઠ્ઠીમાં પ્રેમનાં સંદેશા એટલે કે લવ મેસેજીસ મૂકીને આપવાનો ટ્રેન્ડ દરેક પ્રેમીને પર્સનલ ટચ આપે છે. આથી આ મેસેજીસનો ટ્રેન્ડ પણ આ વર્ષે ખૂબ ચાલી રહ્યો છે.