વેલેન્ટાઈનમાં તમારા પ્રિયપાત્રને શું ભેટ આપશો?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વેલેન્ટાઈન એટલે પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ. વેલેન્ટાઈન એટલે પ્રિયપાત્રને સ્પેશિયલ ફીલ કરાવવાનો દિવસ. જાણે આખી દુનિયા, સર્વસ્વ તમારા પ્રેમમાં ભેળવીને પ્રિયપાત્રને સમર્પિત કરવાનો દિવસ. આટલી ઉમદા લાગણીને ભેટ સોગાદ સ્વરૂપે વ્યક્ત કરવાની આવે તો એ ભેટ પણ ખાસ હોવી જોઈએ. તો એવી કંઈ ભેટ આપ આપી શકો જેના લીધે તમારા બિલવેટનો વેલેન્ટાઈન સ્પેશિયલ મોમેન્ટ બની જાય… અહીં આપણે જોઈશું કે તમે તમારા પ્રિયપાત્રને શું ગિફ્ટ આપી શકશો.

kp val3 e1517919869857

  • જ્યારે તમે તમારા પ્રિયજનને ગિફ્ટ આપવાના હોવ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમને શું પસંદ છે. ઘણીવાર લોકો રેડિમેડ આઈટમ જેવી કે જ્વેલરી પીસ, રોઝ , બુકે અથવા શો પીસ આપતાં હોય છે. જે તમારા પાર્ટનરને ખુશી તો આપશે પણ સ્પેશિયલ ફીલ નહીં કરાવે.
  • અંગત વ્યક્તિને કોઈ એવી ગિફ્ટ ન આપો કે જેનાથી તેનો મૂડ બગડે. કોઈ એવી ગિફ્ટ આપો કે જેમાં સ્પેશિયલ ટચ હોય. જેમકે તમારા બંનેની યાદગાર મોમેન્ટનાં ફોટાને ફ્રેમ કરીને આપી શકો. તેવા ફોટાની સાથે યાદગાર વાત અને તમે એના માટે કેટલાં સ્પેશિયલ છો તે સાથેની બે લાઈન લખીને આપી શકો.
  • તેને કોઈ એવી જગ્યાએ ડેટ પર લઈ જાવ જ્યાં તમારા બંનેની મુલાકાતનાં સંભારણા હોય.
  • સરપ્રાઈઝ ગિફ્ટમાં તેના નામની ચોકલેટ કે લવમેસેજ સાથેની કેક પણ આપી શકો છો.
  • તમે પણ તેની પસંદગીનું ડ્રેસઅપ કરીને તેને મળવા જાવ.
  • kp val2
  • એક એવી ડાયરી આપી શકો જેનાં દરેક પાને તેની એક સારી આદત કે વાત લખી હોય જે તમને પસંદ હોય. આવી રીતે તેને અહેસાસ અપાવો કે તમે તેને કેટલું ચાહો છો.
  • બની શકે તો હાથેથી અને કસ્ટમાઈઝ કરેલી ગિફ્ટ આપો. જો સમયનો અભાવ હોય અને રેડિમેડ ગિફ્ટ આપવી હોય તો એવી વસ્તુ લો જે તેની યાદગીરીમાં અને લાગણીમાં ઉમેરો કરે. આપ કપલ વોચ, કપલ ટીશર્ટ કે કપલ રીંગ પણ આપી શકો છો.
  • હાર્ટ શેપનાં ચોકલેટ, ટેડી કે કાર્ડની સાથે પોતાના સ્પેશિયલ ટચવાળા મેસેજ અને પિક્ચર પણ એડ કરી શકો છો.

 

Wish you a very happy valentine

Share This Article