તાજેતરમાં મળતા સમાચાર મુજબ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામનવમીની રથયાત્રા દરમિયાન બે કોમ ના જૂથ વચ્ચે પથ્થરમારાના બનાવ બન્યાની ઘટના સામે આવી હતી.
પરંતુ સમગ્ર ઘટના અંગે માહિતી મળતા જ પોલીસની એક ટુકડી જૂથને કાબુ કરવા માટે ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તોફાને ચડેલા ટોળાને કાબુ કરવા માટે અને વેર વિખેર કરવા માટે બે થી ત્રણ જેટલા ટીયરગેસના સેલ છોડયા હતા. ત્યાર બાદ વડોદરા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાઈ હતી. તાજેતરમાં મળતા અહેવાલ મુજબ સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
રથયાત્રા ફતેપુરા વિસ્તરમાં થી પસાર થઇ રહી હતી ત્યારે ભીડ ઉપર પથ્થરમારો થતા આ દુર્ઘટના ઘટી હતી જેમાં બે કોમો વચ્ચે બોલાચાલી બાદ એક બીજા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘાયલો ના આંક વિષે કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ પાંચ લોકોને ઇજા પહોંચી હોવાનું આધારભુત સૂત્રો દ્વારા જાણવા મળે છે.