દારૂબંધી વાળા ગુજરાત માં, વડોદરા જિલ્લા એલસીબી પોલીસને મળી છે મોટી સફળતા, પોલીસ ના અધિકારીયો ને મળેલી બાતમીના મુજબ સાંપા ગામની વસાહતમાં મંજાેલા ગામનો વિશાલ ઠાકોર અને સાંપા વસાહતનો નયન ભીલાલા વિદેશી દારૂનો જથ્થો લાવી સાંપા ગામની સીમમાં સુનીલ ભીલાલાના ખેતરની ઓરડીમાં સંતાડેલ છે.
પોલીસે સુનીલ ભીલાલાની ખેતરની ઓરડી પાસે પહોંચી ત્યારે ત્યા સાંપા ગામનો માજી સરપંચ નયન ભીલાલા પોતાની અલ્ટો કાર લઈને ઉભો હતો.પોલીસને ઓરડી ખોલીને જાેતા ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૭૨ બોટલો કિંમત ૧,૧૪,૪૦૦ નયન ભીલાલા પાસેથી ઝડપાયેલ મોબાઇલ કિંમત ૫૦૦૦ તેમજ અલ્ટો કારની કિંમત ૧,૦૦,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને પોલીસે ૨,૧૯,૪૦૦ના મુદામાલ સાથે સાંપા ગામના માજી સરપંચ નયન ભીલાલાની ધરપકડ કરી છે.
જ્યારે વિશાલ ઠાકોર અને સુનીલ ભીલાલાની શોધખોળ આદરી છે.વડોદરા જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે વડોદરા જિલ્લા એલસીબી પોલીસ કરજણ તાલુકાના સાંપા ગામે આવેલી સાપા વસાહત ખાતે રહેતા સુનીલ ભીલાલા ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો હોય પોલીસે ઓરડી પાસે અલ્ટો કાર લઈને ઉભેલા નયન ભીલાલા ઓરડીની ચાવી માંગતા ચાવી ના મળતા ઓરડીનું તાળું તોડીને તપાસ કરતા ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૭૨ બોટલો કિંમત ૧,૧૪,૪૦૦ ઝડપી પાડી હતી.
જેમાં આમોદ તાલુકાના મંજાેલા ગામનો વિશાલ વિનીભાઈ ઠાકોર તેમજ નયન વજેસિંગ ભીલાલા અને સુનીલ મોહનસિંહ ભીલાલા વિદેશી દારૂનો વેપલો કરતા હતા.