વેક્સીન : બિમારીઓ સામે સુરક્ષા છત્ર

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

વેક્સીન અથવા તો ઇન્જેક્શન અનેક બિમારીઓની સામે લડવામાં મદદરૂપ થાય છે. અલબત્ત કેટલીક વેક્સીનને લઇને હમેંશા પ્રશ્નો થતા રહ્યા છે. આ વેક્સીન લગાવવી જોઇએ કે કેમ તેને લઇને પ્રશ્નો થતા રહે છે. કેટલીક વેક્સીનને લઇને કેટલીક વખત રિએક્શનના સમાચાર પણ આવતા રહે છે જેથી આને લઇને ચર્ચા પણ થાય છે. ખુબ ઓછા લોકો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો આ બાબતને વાકેફ નથી કે દેશભરમાં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ જન્મથી લઇને ૧૫ વર્ષની વયના બાળકો અને ગર્ભવતિ મહિલાઓને અલગ અલગ બિમારીથી બચવા માટે વેક્સીન અથવા તો ઇન્ડેક્શન લગાવવામાં આવે છે. આ રસી જુદી જુદી બિમારીની સામે રક્ષણ આપે છે. સરકારી હોસ્પિટલમાં તો આ રસી અને વેક્સીન ફ્રીમાં મુકવામાં આવે છે.

વેક્સીન પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ રહે છે. સામાન્ય રીતે આ પ્રોગ્રામ ઉપરાંત પણ તબીબો કેટલીક એવી વેક્સીન લગાવવા માટેની સલાહ આપે છે જે ડબલ્યુએચઓ યાદીમાં છે. કેટલીક રસી તો કેટલાક ખાસ વિસ્તારોમાં થનાર બિમારી માટે પણ લગાવવામાં આવે છે. કેટલીક ખાસ રસી અને વેક્સીનની વાત કરવામાં આવે તો તેમાં જન્મ બાદ તરત જ બીસીજી, ઓપીવી ( પોલિયો ડ્રોપ્સ)હેપટાઇટિસ બી, ટીબી, પોલિયો સામે રક્ષણ મેળવી લેવા માટે લગાવવામાં આવે છે. આની કિંમત ૩૦૦૫૦૦ રૂપિયાન વચ્ચે હોય છે. ત્રણેય વેક્સીન મળીને આ કિંમત રહે છે. જ્યારે દોઢ મહિના અથવા તો છ સપ્તાહના ગાળામાં ડીપીટી (ડિપ્થિરિયા, ટેટનસથી બ્ચવા માટે) રસી આપવામાં આવે છે. દિમાગના તાવ સામે પણ આ  રસી રક્ષણ આપે છે. પાંચ બિમારીની સાથે રક્ષણ આપતી આ રસીને પેન્ટાવેલેન્ટ કહે છે. પેનલેસ વેક્સીનની કિંમત ૨૪૦૦-૨૬૦૦ રૂપિયા હોય છે.

જો પોલિયો માટે ઇન્જેક્શન પણ સાથે લેવામાં આવે તો કિંમત ૨૬૦૦-૩૦૦૦ રૂપિયા થઇ જાય છે. હાલના દિવસોમાં મોટા ભાગે પેન્ટાવેલેન્ટ જ લગાવવામાં આવે છે. આવી જ રીતે રોટા વાયરસ વેક્સીન હોય છે જે ડાયરિયાની સામે રક્ષણ આપે છે. આ રસીની કિંમત ૬૫૦-૧૬૦૦ રૂપિયાની હોય છે. આ દવા પિવડાવવામાં આવે છે. નીમોકોકલ રસી નિમોનિયાની સામે રક્ષણ માટે આપવામાં આવે છે તેની કિંમત ૧૫૦૦-૩૮૦૦ રૂપિયા હોય છે. અડી મહિનાના ગાળામાં પેન્ટાવેલેન્ટ, પોલિયો, રોટા વાયરસ અને નીમોકોકલ રસી આપવામાં આવે છે જેની કિંમત ૪૫૦૦-૬૫૦૦ રૂપિયાની હોય છે. સાડા ત્રણ મહિનાના ગાળામાં પેન્ટાવેલેન્ટ, પોલિયો, રોટા વાયરસ, નીમોકોકલ રસી આપવામાં આવે છે. જેની કિંમત ૪૫૦૦-૬૫૦૦ની હોય છે. નવમા મહિનામાં બાળકને એમએમઆર, વિટામીન એ ડ્રોપ્સ આપવામાં આવે છે. જેની કિંમત ૧૫૦-૧૮૦ રૂપિયા હોય છે. આવી જ રીતે સવા બે વર્ષના બાળકને  એમએમઆર,ડીપીટી બુસ્ટર, પોલિયો બુસ્ટર, વિટામિન એ ડ્રોપ્સ રસી આપવામાં આવે છે.

જેની કિંમત ૩૦૦-૫૦૦ રૂપિયા હોય છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે બાળકને પાંચ વર્ષના થાય ત્યાં સુધી વિટામિન એ ડ્રોપ્સ આપવામાં આવે તે જરૂરી છે. બે વર્ષની અવધિ બાદ ટાઇફોઇડથી રક્ષણ આપે તેવી રસી આપવામાં આવે છે. જેની કિંમત ૧૮૦૦ રૂપિયા હોય છે. આ રસી એ વખતે આપવાની બાબત ફાયદાકારક રહે છે જ્યારે તે બહારની  ચીજા ખાવાની શરૂઆત કરે છે. પાંચ વર્ષની વયમાં ડીપીટી લાસ્ટ બુસ્ટર પોલિયો દવા આપવામાં આવે છે. જેની કિંમત ૧૧૦૦-૧૨૦૦ રૂપિયા હોય છે. ૯-૧૫ વર્ષની વચ્ચે બાળકને એચપીવી (સર્વાઇકલ કેન્સરથી બચાવ) માટે દવા આપવામા આવે છે. જેની કિંમત પ્રતિ ડોઝ ૩૦૦૦ રૂપિયા હોય છે. તેના ત્રણ ડોઝ જરૂરી બને છે. કેટલાક તબીબો તો ચિકનપોક્સથી બચાવવા માટે પણ બાળકોને રસી લગાવે છે.એચપીવી રસી ફિમેલ માટે હોય છે. આને ૧૧-૧૨ વર્ષની કિશોરીઓને લગાવવામાં આવે છે. ૨૬ વર્ષની વય સુધી આ રસી લગાવવામાં આવી શકે છે. મહિલા પહેલાથી જ સેક્સુઅલ એક્ટિવ છે અને વાયરસ પહેલાથી જ છે તો તે દવા અસર કરતી નથી. તમામ રસી બાળકો માટે ઉપયોગી છે.

Share This Article