તમે બીજી વખત માતા બનવા માટે ઇચ્છુક છો અથવા તો પ્રથમ વખત બાળકને જન્મ આપવા માટે ઇચ્છુક છો પરંતુ આપની વય ૫૦ વર્ષથી વધુની છે તો આને લઇને હેરાન કે પરેશાન થવાની જરૂર નથી. સાથે સાથે હતાશ થવાની પણ જરૂર નથી. કારણ કે હવે તમે ૫૦ વર્ષની વયમાં પણ માતૃત્વ સુખ હાંસલ કરી શકાય છે. ૫૦ વર્ષની મહિલાઓ માટે આ વય એક એવી વય છે જેમાં મોટા ભાગની મહિલાઓમાં મેનોપોઝ શરૂ થઇ જાય છે. આવી સ્થિતીમાં માતા બનવાની બાબત લગભગ ખતમ થઇ જાય છે. પરંતુ હવે સારી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક શોધના કારણે ૫૦ વર્ષની વયની મહિલાઓને પણ નિરાશ થવાની જરૂર નથી. ટેકનોલોજીના કારણે આટલી વયમાં પણ સફળતાપૂર્વક બાળકને જન્મ આપી શકાય છે.
દિલ્હીના ફોર્ટિસ લાફેમની ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાઇનેકોલોજીના વરિષ્ઠ તબીબનુ કહેવુ છે કે જો તમે ૩૦ વર્ષની વયમાં બાળકને જન્મ આપવા માટે પ્લાલિંગ કરો છો તો પ્રેગ્નન્સીની શક્યતા વધારે રહે છે. અલબત્ત મોટી સંખ્યામાં મહિલાઓ હવે મોટી વયમાં માતા બની રહી છે. ૪૦થી ૫૦ વર્ષની વયમાં માતા બનવાન બાબત મુશ્કેલ ચોક્કસપણે છે પરંતુ અશક્ય નથી. જો કે ડોક્ટર નિષ્ણાંતો કહે છે કે મોટી વયમાં માતા બનવા આડે કેટલીક અડચણો રહેલી છે. મોટી વયની મહિલાઓમાં સગર્ભાવસ્થા દરમિયાન આરોગ્ય સાથે સંબંધિત કેટલીક તકલીફ ઉભી થાય છે. કેટલાક જોખમ સામેલ રહેલા છે. દાખલા તરીકે જે જોખમ રહે છે તેમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ, હાઇપરટેન્શનની તકલીફ રહે છે. હવે ટેકનોલોજી અને મેડિકલ સાયન્સ દ્વારા એટલી પ્રગતિ કરવામાં આવી ચુકી છે કે કેટલીક અશક્ય બાબતો પણ શક્ય બની છે. હવે ટેકનોલોજીના કારણે મોટી વયમાં પણ માતા બનવાની બાબત દેખાઇ રહી છે. ૪૦ વર્ષની વયમાં ત્રણ તરીકાથી સાથે સગર્ભા બની શકાય છે. આ ત્રણેય તરીકાનો ઉપયોગ કરીને સફળતા હાંસલ કરી શકાય છે.
જો કે ત્રણેયમાં પોતાની મર્યાદા છે. સફળતાના રેટ પણ જુદા જુદા રહેલા છે. કુદરતી રીતે ગર્ભધારણ કરી શકાય છે. જ્યારે ાઇવીએફ ટેકનિકં પોતાના એગ્સનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આઇવીએફ ટેકનિકમાં ડોનરના એગ્સનો ઉપયોગ પણ કરી શકાય છે. આમાં કોઇ શંકા નથી કે ફર્ટિલિટી એટલે કે બાળકને જન્મ આપવા માટેની બાબત વય પર આધારિત રહે છે. મહિલાની વય જેટલી વધારે રહેશે તેના દ્વારા કુદરતી રીતે અને વહેલી તકે ગર્ભધારણ કરવાની શક્યતા ઘટતી જાય છે. આજની આરોગ્યને લઇને વધારે સાવધાન થયેલી મહિલાઓ પોતાને જવાન દેખાડવા માટે ખુબ નાણાં ખર્ચ કરે છે. પરંતુ હકીકત એ વખતે સપાટી પર આવે છે જ્યારે સમય વધી જાય છે. ૩૦ વર્ષની વય બાદ સગર્ભા થવાના પ્રયાસ કરે છે ત્યારે મહિલાઓને કેટલીક તકલીફ આવે છે. જેમ જેમ મહિલાઓની વય વધે છે તેના શરીરમાં રહેલા આરોગ્ય હેલ્થી એગ્સની સંખ્યા ઘટતી જાય છે. આ જ કારણસર તેની સગર્ભા બનવાની તક ઘટતી જાય છે. ૫૦ વર્ષની વયમાં જ્યારે મોટા ભાગની મહિલાઓના મેનોપોઝ શરૂ થઇ જાય છે ત્યારે માતૃત્વને હાંસલ કરવા માટે સમય મુશ્કેલ થઇ જાય છે.
આવી સ્થિતીમાં પોતાના એગ્સની મદદથી સગર્ભા થવાની શક્યતા ઓછી થઇ જાય છે. આના કારણે ડોનર અથવા તો યંગ અને ફર્ટાઇલ એગ્સનો ઉપયોગ કરીને ૫૦ વર્ષની મહિલાઓને માતા બનાવી શકાય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મહિલાઓ સંપર્ણ પણે સ્વસ્થ રહે તે તેની પ્રથમ પ્રાથમિકતા છે. સગર્ભાવસ્થા દરમિયાન ઓછા જોખમ રહે તે ખુબ જરૂરી છે. કેટલીક મહિલાઓમાં આને લઇને કેટલીક દુવિધા રહે છે. જો કે તબીબો કહે છે કે ખુબ સુરક્ષિત રીતે હવે મહિલાઓ ટેકનિકનો ઉપયોગ કરીને માતા બની શકે છે. હેલ્થને લઇને સાવધાન રહેલી મહિલાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આગળ આવીને મોટી વયમાં માતા બનવાના સપનાને પૂર્ણ કરી શકે છે. નવી નવી ટેકનોલોજી હાલમાં આવી રહી છે જેના કારણે લોકોને વધુને વધુ સુવિધા મળતી થઇ છે.