ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે સામાજિક સમરસતા મંચ (ગુજરાત અને સેવાભારતી (ગુજરાત) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં UPSC અને GPSC માં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૪ UPSC અને ૨૪ GPSC ના અમે કુલ ૨૮ ઉત્તિર્ણ વિદ્યાર્થીઓને રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે મોમેન્ટો એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં બોલતા રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, UPSC અને GPSC ની અઘરી પરીક્ષા પાસ કરીને તમામ વિદ્યાર્થીઓએ પ્રજા અને સરકાર વચ્ચેનો સેતુ બનવાનું મહત્વનું કાર્ય કર્યું છે. ઉત્તિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓએ પોતાને મળેલી આ તકનો ઉપયોગ સમાજના ઉદ્ધાર માટે કરવો જોઇએ અને સમાજના કચડાયેલા અને નિર્બળ વર્ગના લોકોની સંવેદનાને સમજીને પોતાનું કાર્ય કરવું જોઇએ.
આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ રાષ્ટ્રપિતા મહાત્માગાંધી દ્વારા લિખિત ત્રણ પુસ્તકો ‘‘ગાંધીજીની આત્મકથા”, ‘‘હિંદ સ્વરાજ” અને ‘‘મારા સ્વપ્નનું ભારત”ના સમાજ ઉપયોગી મહત્વના પ્રસંગોની ચર્ચા પણ કરી હતી. ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ ગાંધીજીના જીવનની સમરસતા અંગેની વાતો ધ્યાનમાં રાખી પોતાનું કાર્ય કરે તેમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત વર્તમાન ડી.જી.પી. અનિલભાઇ પ્રજાને UPSC અને GPSC પરીક્ષા કેવી રીતે સરળતાથી પાસ કરી શકાય તેની મહત્વની જાણકારી ઉપસ્થિત વિદ્યાર્થીઓને આપી હતી. ઉપરાંત તેમના જીવનમાં મહત્વના સંઘર્ષના દિવસોના અનુભવ પણ લોકો સમક્ષ રજૂ કર્યા હતા.