ટોક્યો યુનિવર્સિટી અને JGU એ નવી ભાગીદારી પર ચર્ચાવિચારણા કરી

KhabarPatri News
By KhabarPatri News 7 Min Read

ઓ. પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી (JGU)એ આજે અમદાવાદમાં ઇન્ડિયા-જાપાન હાયર એજ્યુકેશન કૉન્ક્લેવ 2025માં ટોક્યો યુનિવર્સિટીમાંથી વરિષ્ઠ પ્રતિનિધિમંડળને આવકાર આપ્યો હતો. ટોક્યો યુનિવર્સિટી (UTokyo)માંથી ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પ્રોફેસર (ડૉ.) કાઓરી હાયાશી, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ, ગ્લોબલ યુનિવર્સિટી એન્ડ ડાઇવર્સિટી અફેર્સ. ટોક્યો યુનિવર્સિટીમાં તથા પ્રોફેસર (ડૉ.) સત્સુકી શિઓયામા, પ્રોજેક્ટ રિસર્ચ એસોસિએટ, GlobEએ કર્યું હતું.

અમદાવાદ ટૂરના વિશિષ્ટ મુલાકાતની મુખ્ય થીમ છે –“ફ્યુચર ઑફ ગ્લોબલ એજ્યુકેશનઃ ઇન્ડિયા એન્ડ જાપાન એસ લીડર્સ ઑફ નૉલેજ એન્ડ ઇનોવેશન.” આ મુલાકાત JGUની એક્ટ ઇસ્ટ નીતિનું મહત્વપૂર્ણ અંગ છે, જેનો આશય જાપાન અને ભારત-પ્રશાંત વિસ્તારના દેશો સાથે વ્યૂહાત્મક, ભવિષ્યલક્ષી આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ સંબંધિત જોડાણને ગાઢ બનાવવાનો છે. JGU હાલ ટૉક્યો યુનિવર્સિટી સાથે સંસ્થાગત જોડાણ ધરાવતી એકમાત્ર ભારતીય યુનિવર્સિટી છે, જે આ જોડાણની વિશિષ્ટતા અને વ્યૂહાત્મક ઊંડાણ પર ભાર મૂકે છે. આ સંબંધને આધારે JGU અગ્રણી જાપાનીઝ સંસ્થાઓ સાથે 25+ યુનિવર્સિટી-મુજબ જોડાણ ધરાવે છે, જેને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની દ્વિ-માર્ગીય એકેડેમિક અવરજવરને વેગ આપવા બનાવવામાં આવ્યો છે, જે સંયુક્ત સંશોધનાત્મક પહેલો માટે પ્રેરકબળ બનશે તેમજ બંને દેશોમાં ઉચ્ચ શૈક્ષણિક વ્યવસ્થાઓનું આંતરરાષ્ટ્રીયકરણ મજબૂત કરશે.

આ પ્રસંગે ઉદ્ગાટનમાં JGUના સ્થાપક વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડૉ.) સી. રાજ કુમારે કહ્યું હતું કે : “આ ઇન્ડિયા ટૂર JGUની એક્ટ ઇસ્ટ નીતિને મહત્વપૂર્ણ રીતે આગળ વધારશે તથા ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનાં હાર્દમાં ઉચ્ચ શિક્ષણને સ્થાન આપશે. ટોક્યો યુનિવર્સિટી સાથે અમારી વિશિષ્ટ ભાગીદારી સંશોધન નવીનતા, વિદ્વાનોને ફરતાં રાખવા અને મજબૂત અકાદમિક જોડાણો માટે નવા મંચ ઊભા કરશે, જે શિક્ષણ, ટેકનોલૉજી અને નવીનતામાં દ્વિપક્ષીય પ્રાથમિકતાઓને સીધો ટેકો આપશે. આ સહિયારી માન્યતાનું પણ પ્રતિબિંબ છે કે યુનિવર્સિટીઓએ સમાજો વચ્ચે સેતરૂપ બનવું જોઈએ, જ્ઞાનનું જોડાણ મજબૂત કરવું જોઈએ, જે વૈશ્વિકલક્ષી અને સ્થાનિક રીતે જવાબદાર હોય.”

વાઇસ ચાન્સેલરે સહિયારાં રાજદ્વારી સહકાર, આધ્યાત્મિક સમજણ અને એશિયામાં લાંબા ગાળાની અસરમાં બંને દેશોનાં મહત્વને આધારે બંને રાષ્ટ્રો વચ્ચે ઐતિહાસિક સંબંધ પર પણ ટિપ્પણી કરી હતી.

હાલ વિદ્યાર્થીઓનાં આદાનપ્રદાનની ભાગીદારી જાળવી રાખવા પર ઓ. પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીએ શૉર્ટ-ટર્મ સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ શરૂ કરવા ટૉક્યો યુનિવર્સિટી સાથે વધુ એક સમજૂતી કરી હતી. આ જોડાણ અંતર્ગત, JGUમાંથી 40 વિદ્યાર્થીઓ દર વર્ષે ઉનાળામાં ત્રણ અઠવાડિયા અકાદમિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે ટૉક્યો યુનિવર્સિટીની મુલાકાત લેશે. તેનાથી આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે હાલ સાથસહકાર વધારે મજબૂત થશે એવી અપેક્ષા છે.

કોન્ક્લેવ યુનિવર્સિટીના આગેવાનો, નીતિનિર્માતાઓ, વિદ્વાનો અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ શિક્ષણની બદલાતી પૃષ્ઠભૂમિની ચર્ચા કરવા અને ભારત-જાપાન અકાદમિક સહકારના ભવિષ્યની ચર્ચા કરવા એકમંચ પર લાવશે. ઇન્ડિયા ટૂરમાં ઉચ્ચ-સ્તરીય નીતિગત સંવાદો, યુનિવર્સિટીની વ્યૂહાત્મક મુલાકાતો, પ્રેસ જોડાણો અને નેટવર્કિંગ મંચો સામેલ છે, જેનો ઉદ્દેશ સંયુક્ત શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબા ગાળાની યોજનાને આકાર આપવાનો છે. નિયમનકારક નેતૃત્વ સાથે સંવાદો અને શહેર-કેન્દ્રિત કોન્ક્લેવ ભારતની ઉચ્ચ શિક્ષણની ક્ષમતાઓ અને જાપાનની આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાઓ પ્રસ્તુત કરશે. સંયુક્તપણે, આ જોડાણો નવા સંયુક્ત કાર્યક્રમો, સંશોધન જોડાણો અને ક્ષમતા-નિર્માણ પહેલો માટે સક્ષમ બનાવશે, જે આંતરરાષ્ટ્રીય શિક્ષણ, નવીનતા અને બંને દેશો વચ્ચે અવરજવર પર કેન્દ્રિત છે.

યુટોક્યોના પ્રતિનિધિમંડળની ભાગીદારી આંતરરાષ્ટ્રીય શિક્ષણ, વિવિધતા અને સર્વસમાવેશકતા તથા સાતત્યપૂર્ણ અકાદમિક જોડાણોની ભવિષ્યની દિશા પર ભારતીય ભાગીદારો સાથે મહત્વપૂર્ણ જોડાણ કરવાના તેમના ઇરાદાનો સંકેત આપે છે.

ટૉક્યો યુનિવર્સિટીમાં ગ્લોબલ એન્ડ ડાઇવર્સિટી અફેર્સના ઇન ચાર્જ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ પ્રોફેસર કાઓરી હાયાશીએ આંતરરાષ્ટ્રીયકરણ, વિવિધતા તથા ઝડપથી બદલાતી ભૂરાજકીય અને ટેકનોલૉજીકલ પૃષ્ઠભૂમિમાં અકાદમિક ભાગીદારીઓની નવેસરથી કલ્પના પર ખાસ ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “હું ભારતમાં ફરી આવીને બહુ ખુશ છું, ખાસ કરીને અમદાવાદમાં અને અમારી ગાઢ પાર્ટનર દિલ્હીમાં ઓ. પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીમાં, જેમાં તેની રોમાંચક વધારો જોઈને વધારે આનંદ થયો છે. તેમાં બંધારણ અને મૂટ કોર્ટનું નવું મ્યુઝિયમ સામેલ છે. વાઇસ ચાન્સેલર પ્રોફેસર રાજકુમારના નેતૃત્વમાં યુનિવર્સિટીનું વિઝન અને ફિલોસોફી સ્પષ્ટપણે દરેક જગ્યાએ જોવા મળી હતી. ખાસ કરીને હું વિવિધતા અને સર્વસમાવેશકતા પ્રત્યે યુનિવર્સિટીની કટિબદ્ધતા જોઈને પ્રભાવિત થઈ હતી. મેં યુટોક્યો અને JGU વચ્ચે તેમજ મૂલ્ય આધારિત ઉદાર લોકશાહી ધરાવતા બે મહત્વપૂર્ણ એશિયન રાષ્ટ્રો જાપાન અને ભારતમાં અન્ય યુનિવર્સિટીઓ વચ્ચે ભવિષ્યનાં જોડાણની મોટી સંભવિતતા જોઈ છે.”

આ મુલાકાતમાં અકાદમિક જોડાણની યોજનાની રૂપરેખા, વિદ્યાર્થીઓની અવરજવર તથા ભારત અને જાપાનની યુનિવર્સિટીઓ વચ્ચે સંયુક્ત અને દ્વૈત કાર્યક્રમોનાં માળખા પર મહત્વપૂર્ણ હસ્તક્ષેપો સંકળાયેલાં છે. આ હસ્તક્ષેપો ટૂંકા ગાળાનાં આદાનપ્રદાનથી સંકલિત ડિગ્રી કાર્યક્રમો સુધીની રૂપરેખાને કાળજીપૂર્વક કેવી રીતે બનાવવી એ ચકાસવાથી વિદ્યાર્થીઓ એકથી વધારે અકાદમિક વ્યવસ્થાઓમાં સામેલ થઈ શકે છે, આંતરસાંસ્કૃતિક સક્ષમતા ઊભી થઈ શકે છે તથા સહયોગમાં સંશોધન અને નવીનતામાં પ્રદાન કરી શકે છે.

પ્રતિનિધિમંડળે જોયું હતું કે, તેઓ JGU અને યુટોક્યો વચ્ચેનાં શૈક્ષણિક જોડાણને જોવા ખરાં અર્થમાં રોમાંચિત હતાં. “અમે વિદ્યાર્થીઓને જાપાન મોકલીને આંતરરાષ્ટ્રીય સંભવિતતા વધારવા JGUની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરીએ છીએ અને અમે તમારાં રોમાંચક કેમ્પસનો અનુભવ મેળવવો અમારા માટે વધારે તકો પૂરી કરીને એ જ કામગીરી આગળ વધે એ માટે આતુર છીએ. અમને ખાતરી છે કે, આપણાં વિદ્યાર્થીઓ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો ભવિષ્યમાં બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોમાં પ્રદાન કરશે.”

ગ્લોબઇ (GlobE)માં પ્રોજેક્ટ રિસર્ચ એસોસિએટના પ્રોફેસર (ડૉ.) સત્સુકી શિઓયામા તુલનાત્મક શિક્ષણ, દક્ષિણ એશિયન પરિપ્રેક્ષ્ય અને ચર્ચા કરવા લિંગ કે જાતિગત સંવેદનશીલતાનો દ્રષ્ટિકોણ લાવ્યાં છે. તેમાં તેમણે જાણકારીનાં આદાનપ્રદાનને વધારે સર્વસમાવેશક, પારસ્પરિક અને સાતત્યપૂર્ણ બને એવી વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઇન્ડિયા ટૂરમાં JGU અને યુટોક્યોનાં નેતૃત્વએ અકાદમિક સાથસહકાર માટે નવું અને સંવર્ધિત માળખું ચકાસ્યું હતું. આ જોડાણનાં ચાવીરૂપ ક્ષેત્રોમાં સામેલ હતું: તમામ શાખાઓ અને અભ્યાસનાં સ્તરમાં વિદ્યાર્થી અને ફેકલ્ટીની દ્વિમાર્ગીય અવરજવર; સંયુક્ત અને દ્વૈત ડિગ્રી કાર્યક્રમોનો વિકાસ તેમજ ટૂંકા ગાળાની આદાનપ્રદાનની યોજનાઓ; જોડાણ અને તુલનાત્મક સંશોધન પ્રોજેક્ટની ડિઝાઇન, જે બંને વ્યવસ્થાઓમાં પૂરક ક્ષમતાઓનો ઉપયોગ કરશે તથા શિક્ષણ, શીખવાની પ્રક્રિયા અને જાણકારીનું સહ-સર્જન માટે નવીન આંતર-સંસ્થાગત રૂપરેખાનું સર્જન કરશે, જેમાં સહ-શિક્ષણ અભ્યાસક્રમો, સંયુક્તપણે સેમિનારોનું આયોજન અને મિશ્ર શિક્ષણની પહેલો સામેલ છે.

Share This Article