મોનસુનની સિઝન હાલમાં ચાલી રહી છે. આ સિઝનમાં તુલસી દરેક વ્યક્તિને નિરોગી રાખવામાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે. વરસાદની સિઝનમાં તુલસીના પ્રયોગથી શરદી, ઉઘરસ અને ગળા સાથે જાડાયેલી સમસ્યાથી પણ રાહત મળે છે. આ ઇન્ફેક્શનને દુર કરીને ટેન્શન અને અન્ય રોગની સામે કુદરતી સંરક્ષણ વ્યવસ્થાને મજબુત કરે છે. કુદરતી રોગ પ્રતિકારક ક્ષમતાને પણ વધારી દે છે. શરીરમાં જોરદાર દુખાવો રહે અને તાવ હોય તો તુલસી અને પોદીનાને મિક્સ કરીને રસ બનાવીને તેમાં થોડાક પ્રમાણમાં ગોળ નાંખીને પિ લેવામાં આવે તો રાહત મળે છે.
શરદી અને ઉઘરસ થવાની સ્થિતીમાં તેમજ ખાંસી હોય તો આદુ અને તુલસીની ગરમ ચા પીવાથી રાહત મળે છે. તુલસીના પત્તાને પીસીને તેના દ્વ્યને ચહેરા પર લગાવવામાં આવે તો પડછાયા દુર થાય છે. ચહેરા પર તાજગી આવે છે. દાંતમાં જન્તુ હોવાની સ્થિતીમાં તુલસીના રસમાં થોડાક પ્રમાણમાં કપુર મિક્સ કરીને રથી પલાડીને તેને દુખાવાની જગ્યાએ મુકવાથી જન્તુ અને કિડા મરી જાય છે. મલેરિયા રોગની સ્થિતીમાં તુલસી અને કાળા મરચાને મિક્સ કરીને પીવાથી મલેરિયાના તાવમાં વહેલી તકે રાહત મળે છે.