ઉત્તરાયણના સમયે બનાવવામાં આવતી રેસિપીઝ કેવળ સ્વાદિષ્ટ જ નહી પરંતુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે આ તહેવારની ખાસિયત એ છે કે આ તહેવાર કોઇ પણ નિશ્વિત ધર્મ જાતિ કે સમુદાય સાથે સંકળાયેલ નથી કોઇ પણ વ્યક્તિ આ તહેવાર ઉજવી શકે છે. તો ચાલો તમને ટોપ ૫ રેસિપીઝ વિશે જણાવીએ. જેને તમારે ઉત્તરાયણના સમયે જરૂર ટ્રાય કરવી જોઇએ.
તલના લાડુ
ઉત્તરાયણના સમયે સૌથી વધુ તલની વાનગીઓ બનાવવામાં આવે છે, તેમાથીં સૌથી ખાસ તલ ના લાડુ. તલના લાડુ, શીંગદાણા અને ગોળથી બનાવવામાં આવે છે.
લાઇ
આ ટ્રેડિશનલ બિહારી રેસિપી ગોળ, શીંગદાણા અને મમરાથી બનાવવામાં આવે છે. તેને ક્રશ કરી દહીં સાથે બ્રેકફાસ્ટ તરીકે લઇ શકાય છે. ઉત્તરાયણ પર બનાવામાં આવતી લોકપ્રિય વાનગીમાંની એક છે.
તલસાંકળી
ઉત્તરાયણના સમયે તલમાંથી બનતી વાનગીઓમાંની એક તલસાંકળી. તલ અને ગોળના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ ચિક્કી શર્દીમાં ઘણી ફાયદાકારક છે કેમકે આ તમારા શરીરને ગરમ રાખે છે.
ગોળની ગજક
ગોળ, શીંગદાણા અને ઘી થી બનેલ આ ગોળની ગજક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી ડિજર્ટ છે આ વાનગી મકર સંક્રાતિની સૌથી જાણીતી વાનગીમાંની એક છે આ વાનગી દ્વારા તમે તહેવારને ખાસ તેમજ સેહતમંદ પણ બનાવી શકો છો.
પાયસ
ચોખા, દૂધ, ઇલાઇચી પાવડર, ગોળ પિસ્તા બદામ અને કેસરથી બનાવવામાં આવતી એક ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી પણ એક જાતની ખીર જ છે પણ આનો કલર થોડો ડાર્ક હોય છે. તેમાં રોસ્ટેડ ડ્રાય ફ્રુટસ સ્વાદને ઘણો વધારી દે છે.