શું તમે કોઈ ફન્કશનમાં કે પાર્ટીમાં જાવ છો, ત્યારે રાહ જુઓ છો કે કોઈક આવીને તમને બોલાવે તો જ તેની સાથે વાત કરું….કે પછી તમે સામેથી એપ્રોચ કરી શકો છો?
ઘણાં લોકોને જાહેર જગ્યાએ સામેથી કોઈને હાય હેલ્લો કરવાનું હેઝીટેશન હોય છે. તેઓને ભીડની વચ્ચે કોઈની સાથે વાત કરવાની હિંમ્મત ભેગી કરવી પડતી હોય છે. તેથી તેઓ રાહ જુએ છે કે સામેથી કોઈક ઓળખીતુ આવીને તેમને બોલાવે અને વાતચીત શરૂ થાય. આ એક સિમટમ્સ છે જે લગભગ દર હજારે એક વ્યક્તિને હોય. જો આપ ચાહો તો આમાંથી આસાનીથી બહાર નીકળી શકો છો.
ઘણીવાર આપના આવા વર્તનથી સામેની વ્યક્તિને એવુ લાગે કે આપણે અભિમાની છીએ અને ઈગોનાં લીધે આપણે લોકોને બોલાવવાનું ટાળીએ છીએ. જે હકીકત નથી. તેથી કોઈ પણ જગ્યાએ તમે જાવ છો તો પહેલા તે જગ્યાએ તમારા ઓળખીતા પાળખીતા કોણ કોણ આવવાનાં છે તે જાણી લો. તેમની સાથે જાવ અથવા તો સ્થળ પર તેમની સાથે કનેક્ટ થઈ જાવ. આમ કરવાથી તમને એકલુ નહીં લાગે અને તમે આસાનીથી બધાની સાથે ભળી શકશો.
અન્ય ઓપ્શન એ છે કે તમે યજમાનનાં કોન્ટેક્ટમાં રહો. યજમાન એટલે કે જેમણે તમને આમંત્રણ આપ્યુ છે, તે વ્યક્તિને જઈને પહેલા મળો. જો તમે સાવ જ અજાણ્યા હશો તો હોશ્ટ એટલે કે યજમાન જ તમારી ઓળખાણ અન્ય સાથે કરાવશે. ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવે છે જ્યારે તમે એક કરતાં વધારે સગા કે ઓળખીતાને એક સાથે જુઓ છો પણ એક જ સમયે દરેકને એટેન્ટ નથી કરી શકતાં. આવી સ્થિતિમાં પાર્ટીમાં ચારે બાજુ જોઈ દરેકની સામુ હળવુ સ્મિત કરો. જ્યારે તમે એક વ્યક્તિ કે ગ્રુપને અટેન્ડ કરતાં હોવ ત્યારે સ્માઈલ કે ઈશારાથી અન્યને જણાવો કે હું તમારી પાસે મળવા આવુ છે થોડી વારમાં, પરંતુ જેમને એટેન્ડ કરી રહ્યાં છો તેમની વાતમાં પુરુ ધ્યાન આપો.
ઘણાં સગા એવા હશે કે તમને જોશે પણ એ રાહ જોઈ રહ્યાં હશે કે તમે એમને બોલાવો છો કે નહીં. આવા સમયે જો બંને પક્ષ એક જ સરખી વિચારધારા રાખશે તો સંબંધોમાં ડિસ્ટન્સ આવશે. તેથી દરેક વખતે પહેલ કરવાની ટેવ રાખો. તમે સામે ચાલીને તેમને ગ્રીડ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. બની શકે કે તેમને પણ પહેલ કરવાનો ફોબિયા હોય. સંબંધોમાં મધુરતા જાળવવા માટે કોઈ પણ પાર્ટી કે ફન્કશનમાં મળતા દરેક પરિચિત સાથે અભિવાદન કરો. તેમનાં થકી દરેક વખતે એક નવા પરિચય સાથે પણ જોડાતા જાવ….માત્ર હાય હેલ્લોની પહેલ કરવાનો પ્રયાસ પણ ઘણાં મતભેદ દૂર કરી શકે છે…વિચાર કરી જો જો.
– પ્રકૃતિ ઠાકર