સાચો પ્રેમ
કિસન અર્ચનાને જોતાવેંત જ જાણે કે તેના પ્રેમમાં પડી ગયો હતો. ગયા ઉનાળામાં વકેશનમાં એ બે-ત્રણ દિવસ મામાને ગામ ગયેલો ત્યારે મામાનેત્યાં પડોશમાં એક લગ્નમાં તેની અર્ચના સાથે મુલાકાતથયેલી. કિસનને અર્ચનાનો સુંદર ચહેરો અને સુડોળ શરીર એવું તો ગમી ગયેલું કે એની યાદ આવતાં એ બેચૈન બની જતો.પોતાના હ્રદયમાં અર્ચનાનીયાદ આવતાં પ્રગટતી અકળામણ પ્રેમનું જ કારણ હતી એમ તેને લાગતું હતું.તે દિવસે સાંજ સુધીમાં તો એણે અર્ચનાનો બાયોડેટા મેળવી પણ લીધો હતો….
પછી તો એ પરત અમદાવાદ આવી ગયેલો.શરુઆતમાં અર્ચના સાથે ફોન પર વાત કરવાને બદલે વોટસ અપ ઉપર સારા મેસેજ મોકલવાની તેણે શરુઆત કરી.અર્ચના મિત્રભાવે તેને રીસ્પોન્સ આપતી.તે પણ પ્રેરણાત્મક મેસેજ મોકલતી. વોટસ અપ ઉપર રોજ સવારે ગુડ મોર્નિંગથી શરુ કરી રાત્રે ગુડ નાઇટ સુધીના સંદેશાઓની આપલે થયા કરતી. કવિ હ્રદય ધરાવતો કિસન ક્યારેક શેર શાયરી પણ મોકલતો.
—-૨—-
અર્ચના રોમેંટીક શાયરીનો કોઇ જવાબ આપતી નહિ…હા પણ તે સંપર્ક જાળવી રાખતી જરુર..
.
કિસનનો અભ્યાસ પૂરો થઇ ગયો હતો, અમદાવાદ ખાતે એક ખાનગી કોમ્પ્યુટર કંપનીમાં તે જોબ કરતો હતો. લગ્નની ઉંમર થયેલ હોવાથી સમાજમાંથી છોકરીઓ વાળાઓ તરફથી પૂછ પરછ પણ આવતી હતી.પરંતુ કિસન
“હમણાં થાય છે “
તેમ કહી જવાબ આપવાનું ટાળતો.અર્ચના સાથે તેણે છ મહિના સુધી વોટ્સ અપ ઉપર વિચારોની આપ લે ચાલુ રાખી.દિવાળી પર ખાસ કોઇ કારણ ન હતું પણ અર્ચનાને મળી ને પ્રેમનો એકરાર કરવાની ઇચ્છા થી તે મામાના ઘરે આવ્યો.અર્ચનાને જોતાં જ તે ફરીથી રોમાંચિત થઇ ઉઠ્યો…..
પ્રેમિકા પ્રેમીને હંમેશા સુંદર જ લાગતી હોય છે,વળીવિરહને કારણે એ વધારે સુંદર લાગે છે. અર્ચના સાડી પહેરે તો તેનામાં વધારે નિખાર આવતો….કિસને ગમે તેમ કરીને અર્ચના સાથે વાત- સંવાદ
—–૩—–
કરવા જરુરી એકાંતમેળવી લીધું. અર્ચના પણ સ્મિત ભરેલાચહેરે તેને મળવા આવી. કિસને નિખાલસતાપૂર્વક પોતાનાએક પક્ષિય પ્રેમનો એકરાર કરી લીધો.એની સમગ્ર વાત દરમિયાન અર્ચના હળવું –હળવું મલકતી રહી. પછી ધીમેથી બોલી,
“ તમે પુરુષો કદાચ રુપાળી સ્ત્રીઓના પ્રેમમાં એકદમ પડી જતા લાગો છો. મને ચાહવા બદલ, મારા સૌન્દર્યની પ્રશંસા બદલ તારો ખૂબ જ આભાર, પરંતુ અમારે સ્ત્રીઓમાં તેં વિચાર્યુ એટલુ બધુ ઝડપથી કંઇ થઇ જતું નથી !તું મને નથી ગમતો એવું પણ નથી , તારા વોટ્સ અપ ઉપરના સંપર્કથીતારી માનસિક્તાનો પરિચય મને થયો છે. પણ મને તારી સાથે પ્રેમ થઇ ગયો છે તેવું કંઇ જ નથી ! એવું કશું જફીલીંગ પણ નથી.બીજી પણ એક વાત કરું કે આપણે ત્યાંમોટા ભાગનીસ્ત્રીઓ લગ્નપછી જપતિને પ્રેમ કરતી થાય છે, હા પ્રેમ-લગ્ન કરનારી સ્ત્રીઓ પણ સુખી હોય છે પરંતુ એવા કિસ્સાઓઘણા જ ઓછા હોય છે, એટલે આપણા કિસ્સામાં તું મને ચાહે છે, તેં એનો એકરાર કર્યોએ સારી વાત છે, પણ મેં તો તારે માટે આવી કોઇ જ લાગણી અનુભવી નથી એટલે આઇ એમ સોરી…..”
—- ૪—-
બોલી તે ઉભી થઇને જવાલાગી તો કિસને એને રોકીને કહ્યું,
“કોઇ વાત નહિ,લગ્ન પછી તું મને પ્રેમ કરશે તો પણ ચાલશે બોલ શી ઇચ્છા છે–?”
“બસ,બસ મારે તારી પાસેથી આ જ સાંભળવું હતું, તું પ્રેમમાં હદ ઉપરાંતનો પાગલ તો નથી થયોને એ જ મારે જાણવું હતું.કેમકે પ્રથમ નજરે થઇ જતા પ્રેમ કરતાં સમજીવિચારીનેકરવામાં આવતો પ્રેમ ચિરંજીવી હોય છેને કદાચ એ જ સાચો પ્રેમ બની જાય છે…..”પછી મીઠા સ્મિત સાથે બોલી,
“ હવે હું તમારી સાથે સંમત છું ! ”
–બંન્ને એક જ સમાજનાં હોવાથી લગ્ન પરસ્પરનાં વડીલોની સંમતિથી રંગે ચંગે થઇ ગયાં…..
અનંત પટેલ