સમગ્ર વિશ્વમાં યોગ વ્યક્તિની સુખાકારી માટે ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. શારીરિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિને સાંકળી લેતી આ કસરત ભારતીય પ્રાચીન પરંપરાની સૌથી મૂલ્યવાન ભેટ છે, જે વ્યક્તિના આરોગ્ય અને સુખાકારી માટે સૌથી વધુ અસરકારક છે. જે લોકો નિયમિતપણે યોગ કરે છે તેમને ખબર છે કે શરીરને યોગ્ય આસનમાં રાખવા માટે ઘણી મજબૂતાઇની જરૂર હોય છે. આથી શરીરને યોગ્ય પોષણ મળવું આવશ્યક છે અને વોલનટ્સ જેવા ફુડમાંથી સૌથી વધુ પોષણ મેળવી શકાય છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પાંચમી આવૃત્તિ ટૂંક સમયમાં યોજાશે ત્યારે જાણીતા ન્યુટ્ર્રિિશયનિસ્ટ, યોગ કન્સલ્ટન્ટ અને ફ્રીડમ વેલનેસ મેનેજમેન્ટના સ્થાપક નાઝનીન હુસૈન નીચે મૂજબની કેટલીક સરળ ટીપ્સ આપી રહ્યાં છે, જેનાથી ઉજ્જવળ ભવિષ્ય માટે તમે સ્વસ્થ રહી શકો છો.
યોગ અને યોગ્ય ભોજનશૈલીઃ-
શરીરની સુખાકારી માટે આરોગ્યપ્રદ આહાર અત્યંત મહત્વપૂર્ણ છે. પોતાના યોગાભ્યાસમાંથી શ્રૈષ્ઠત્તમ પ્રાપ્ત કરવા માટે આરોગ્યપ્રદ આહાર માત્ર તમારી પોષક તત્વોની જરૂરિયાતને પહોંચી વળવામાં જ નહીં પરંતુ તમારી દૈનિક કામગીરી માટે આવશ્યક શક્તિ મેળવવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
અખરોટની સાથે પોતાના યોગ સેશનને સમૃદ્ધ બનાવોઃ-
અખરોટનો તમારા દૈનિક આહારમાં સમાવેશ કરવો તમારા ભોજનમાં આવશ્યક પોષક તત્વનો ઉમેરો કરવાની એક સરળ અને સુવિધાજનક પદ્ધતિ છે. અખરોટથી સમૃદ્ધ ભોજન પુરતા પ્રમાણમાં પ્રોટિનના સેવનની ખાતરી આપે છે, ખાસ કરીને શાકાહારી વર્ગ માટે, કારણ કે ૨૮ ગ્રામ અખરોટ ચાર ગ્રામ પ્રોટિનની સાથે-સાથે બે ગ્રામ ફાઇબર પણ પુરુ પાડે છે. તે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ- બંને મહત્વપૂર્ણ ખનિજ તત્વોનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. અખરોટ આલ્ફા-લિનોલેનિક એસિડ (એએલએ)નો પણ એક ઉત્કૃષ્ઠ સ્ત્રોત છે જે પ્લાન્ટ-બેઝ્ડ ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તેમાં ૨.૫ ગ્રામ એએલએ પ્રતિ ૨૮ ગ્રામ હોય છે જે અન્ય મોંઘા સુકામેવાઓની તુલનાએ અખરોટમાં આઠ ગણું વધારે હોય છે.
અખરોટ – તમારા શરીર અને મગજને તંદુરસ્ત રાખવા માટેની એક સ્માર્ટ ચોઇસઃ-
કેટલાક સંશોધનમાં વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય પરિણામોમાં અખરોટની સંભવિત ભૂમિકાની રજૂઆત કરવામાં આવી છે જેમ કે, હૃદયનું સ્વાસ્થ્ય, ડાયાબિટિશ અને વેઇટ મેનેજમેન્ટને રોકવા વગેરે જેવા સ્વાસ્થ્ય પરિણામો સામેલ છે. અખરોટથી સમૃદ્ધ ખોરાક કેન્સરને અટકાવી શકે છે અને કોલેસ્ટ્રોલ પર પણ તેની પ્રતિકૂળ અસર જોવા મળે છે અને લોહીનું દબાણ સામાન્ય સ્તરે જાળવી રાખે છે. અખરોટ ઊંચી એન્ટીઆૅકિસડન્ટનું તત્વ વૃદ્ધત્વને અટકાવવા, ન્યુરોલોજીકલ અને કાર્સિનજેનિક એઇલમેંટ્સ સહિત ઘણી બિમારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. અત્યાર સુધી જેવું જોવા મળ્યું છે કે અખરોટનો વપરાશ ઉર્જાનું ઉંચુ સ્તર, વધુ સારી એકાગ્રતા અને ડિપ્રેસન લક્ષણોના ૨૬ ટકા ઘટાડવામાં સક્ષમ છે.
તમે તમારા દૈનિક કસરતની આહારમાં અખરોટનો કેવી રીતે ઉમેરો કરી શકો છો તે જાણો…
સેશનના માધ્યમથી પોતાની જાતને ઊર્જાવાન બનાવી રાખવા માટે પોતાની કસરત પહેલાના ભોજનમાં એક મુઠ્ઠી જેટલી અખરોટ અથવા ઘરે બનાવેલા સ્વાસ્થ્ય વર્ધક આહારનું સેવન કરો. તેમનો ભોજન અને નાસ્તામાં સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટેરોલમાં ઓછા પ્રમાણમાં સમાવેશ કરો.
અઠવાડિયામાં ચારથી પાંચ વખત નાસ્તો કરવા માટે અખરોટની પસંદગી કરો. થોડાંક પ્રમાણમાં (૨૮ ગ્રામ) પણ જો અખરોટનું સેવન કરવામાં આવે તો પણ તમને સંતોષ થશે.
ટુકડા કરેલા અખરોટનો સલાડ, શાકભાજી, મીઠાઇમાં મિક્સ કરો અથવા ઉપર સજાવટ માટે ઉપયોગ કરો…
યોગ્ય પોષણ અને કસરતના કોમ્બિનેશન દ્વારા એકંદરે સુખાકારી મેળવી શકાય છે. તંદુરસ્ત જીવનશૈલી તમારા શરીર અને મન ઉપર લાંબા સમય સુધી હકારાત્મક અસરોની ખાતરી આપી શકે છે. આથી આ વખતનન ઇન્ટરનેશનલ યોગ દિવસે કેલિફોર્નિયા અખરોટની મદદથી એક સ્વસ્થ જીવન અપનાવવાનું વચન આપે છે.