ગાઉન શબ્દ ફેશોનિસ્ટા માટે આજકાલ ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં ગાઉન માત્ર ક્રિશ્ચન બ્રાઈડ જ પહેરતી અને એ પણ વ્હાઈંટ ગાઉન. ધીમે ધીમે ટ્રેન્ડ બદલાયો. છેલ્લા ચારેક વર્ષથી બ્રાઈડલ વેરમાં ખાસ કરીને રીસેપ્શનમાં લોકો ડિફરન્ટ કલરમાં ગાઉન પહેરતા થયા છે.
ઘણાં ફેમિલીમાં ટ્રેડિશન અને ટ્રેન્ડને લઈને કપડાં પહેરવા માટે સંઘર્ષ ચાલતો હોય છે. તેવામાં આજકાલ એવા કોમ્બીનેશન પણ મળી રહે છે જેમાં પારંપરીકતા પણ જળવાય અને ટ્રેન્ડ પણ સચવાય. આ કોમ્બીનેશનનું નામ છે ટ્રેડિશનલ ગાઉન. આ ગાઉન સિલ્ક, સાટીન કે બ્રોકેડ મટીરીયલમાંથી બને છે. જે ટ્રેડિશનલ ટચ આપે છે. તેની સાથે તમે ટ્રેડિશનલ જ્વેલરી પણ મેચ કરી શકો છો. તેની સ્લીવ અને બેકસાઈડ પેટર્ન પણ ટ્રેડિશનલ કરાવી શકો છો.
આ ગોલ્ડન વર્ક ગાઉન રીસેપ્શન માટે બ્રાઈડ અને તેનાં રીલેટીવ્સ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. તમે પણ આ પ્રકારનાં ગોલ્ડન ગાઉન પહેરી શકો.
રોયલ બ્લૂ કલરનું આ ગાઉન તમે કોઈ પણ નાના મોટા ફન્કશનમાં પહેરી શકો છો. આ કલર દરેક ઉંમરનાં વ્યક્તિને સૂટ થાય છે. તમે પણ આ કલરમાં ગોલ્ડન કે સિલ્વર વર્ક સાથે ગાઉન બનાવડાવી શકો છો.
રોયલ પિંક વેડિંગ માટે એવરગ્રીન કલર છે. રાણી કલરમાં વર્ક, બ્રોકેડ કે પેચ મૂકીને પણ ગાઉન બનાવી શકો. આ કલરમાં કોઈ પણ વેસ્ટર્ન પેટર્ન પણ વેડિંગમાં સુંદર લાગી શકે છે.