અમદાવાદ : ૮ મે સમ્રગ દુનિયામાં વર્લ્ડ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. થેલેસેમિયા એક પ્રકારનો જિનેટિક ડિસઓર્ડર (મેડીકલ ભાષામાં) રોગ છે, આ પ્રકારના રોગમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકના શરીરમાં લોહીની ઉણપ થઇ જાય છે. આ રોગ બાળકોમાં જન્મના ૪ થી ૬ મહિનાની અંદર દેખાવા લાગે છે. બાળકનું શરીર અને નખ પીળા થવા લાગે છે. ઉપરાંત આંખ અને જીભ પણ પીળી પડી જાય છે.
થેલેસેમિયા રોગ માતા-પિતા બંને થેલેસેમિયા માઇનોર હોય તો આવનાર બાળક થેલેસેમિયા મેજર હોઇ શકે છે. થેલેસેમિયા બે પ્રકારના હોય છે. ૧.માઇનોર ૨.મેજર. થેલેસેમિયા પિડીત સ્ત્રીઓ જો ગર્ભવતી હોય તો કદાચ ૪ મહિનાની અંદર તેમના ગર્ભનું પરીક્ષણ કરાવવું જોઇએ અને જો નવજાત શિશુમાં થેલેસેમિયાના રોગની જાણ થાય તો તેવી સ્ત્રીઓનો ગર્ભપાત કરાવવો જોઇએ. એટલે જ લગ્ન પહેલા અને ગર્ભાવસ્થા પછી થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જરૂર છે. તો જ આ જીવલેણ રોગ પર આપણે કાબુ મેળવી શકીશું.
થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકોને દર ૨ થી ૩ અઠવાડિયામાં બ્લ્ડ ટ્રાન્સફયુઝન કરાવવું પડે છે, જે ફરજિયાત છે.
શરણમ ગ્રુપ ટયુશન(શીતલ એચ. શાહ) લગભગ વર્ષ ૨૦૧૨ થી દર વર્ષે થેલેસેમિયા અસર ગ્રસ્ત બાળકો માટે સ્વૈચ્છીક રકતદાન શિબિરનું આયોજન કરી રહેલ છે.
આ વર્ષ પણ ૧૩ મે ૨૦૧૮ રવિવાર ના રોજ સવાર ૯ થી ૧ સ્વૈસ્છીક રકતદાન શિબિરનું આયોજન કરેલ છે. આ શિબિરમાં આવવા માટે બેનર લગાવવા તથા હેન્ડ બિલ્સ છાપામાં નાખવા ઉપરાંત વોટસ અપ, ફેસબુક, ઇંસ્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આ રોગ વિષે જાણકારી આપી અને વધુમાં વધુ લોકો રકતદાન શિબિરમાં જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
શરણમ ગ્રુપ ટયુશન (શીતલ એચ. શાહ) હેલ્થ વોલેન્ટરી બ્લ્ડબેંક સાથે મળીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને વધુમાં વધુ લોહી વિના મૂલ્યે મળી રહે તેવું આયોજન કરે છે. જેમાં વી-હેલ્પ ફાઉંડેશન તથા સંસ્થાઓ પણ આ કામગીરીમાં જોડાય છે.
આપ સૌને નમ્ર વિનંતી કે આપ સૌ આ સ્વેચ્છીક રકતદાન શિબિરમાં જોડાઇ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મદદ કરવા આગળ આવો.
“બનો રકત દાતા, થાઓ વનદાતા”
“લગ્ન પહેલા અને ગર્ભાવસ્થા પછી થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવો.”