હાલના દિવસોમાં ઠંડીની મોસમ જામી રહી છે, તેની સાથે આવનારી તહેવારોની મોસમ પણ આવી રહી છે. ક્રિસમસની ઉજવણીની અને નવા વર્ષના વધામણા કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, ત્યારે તહેવારો દરમ્યાન પાર્ટીસ અને મુલાકાતનો દોર પણ ચાલુ જ રહેશે. તમે પાર્ટીનું આયોજન કરી રહ્યાં હોય ત્યારે કેવી તૈયારીઓ તમારા આયોજનને ખૂબ જ સરળ બનાવે તે મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ કેટલીક ટિપ્સ વિશે જે તમારી પાર્ટીને ચાર ચાંદ લગાવી દેશે.
પ્રવેશ દ્વારઃ
- ઘર કેવુ હશે તે તેના પ્રવેશ દ્વાર પરથી આંકી શકાય છે, તેથી તેનો શણગાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘરના અગ્રભાગને રોશનીથી ઝગમગાવો. આ સાથે બંધ બલ્બને બદલી દો અને જૂના બલ્બને સાફ કરી દો.
- ઘરની બહારની બારીઓ અને આઉટડોર પ્લાંટ્સને સાફ કરી લો અને તેની આસપાસ રોશનીથી શણગારો.
- ઘરના દરવાજા પર વેલકમ કરતા નાના સિલ્વર કોટેડ બેલ કે અન્ય આકર્ષક પ્રતિકૃતિ લગાવો.
આંગણુઃ
- જો તમારૂં ઘર આંગણુ ઘરાવે છે, તો ત્યાં પાર્ટીમાં કોકટેલ અને સ્ટાટરને સર્વ કરવા માટે ફર્નિચર ગોઠવો. ધ્યાન રહે તે એકદમ સ્વચ્છ (ડસ્ટ ફ્રી) હોવા જોઇએ. જો ફર્નિચર સમારકામ માગતુ હોય તો તેની વ્યવસ્થા અગાઉથી કરી લેવી.
- ટેબલ ક્લોથનો ઉપયોગ કરવો. ટેબલ પર જરૂરિયાત મુજબ વસ્તુઓ ગોઠવવી, જેથી મહેમાનોને અગવડ ન પડે.
બેઠક રૂમઃ
- પાર્ટી માટે નક્કી કરાયેલી થીમ મુજબ બેઠક (લિવીંગ રૂમ)ને સજાવવો. સજાવટ એ રીતે કરવી જેથી મહેમાનોને અવર-જવર કરવામાં સરળતા રહે.
- રોશની માટે કરાયેલા વાયરિંગને વ્યવસ્થિત બાંધી દેવા જેથી શોર્ટ શર્કિટને અવગણી શકાય.
- બેઠક માટેના સોફા કે અન્યને આકર્ષક ડિઝાઇન અને મનમોહક રંગોવાળા કવરથી શણગારવા.
ડાઇનીંગ રૂમઃ
- જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તે ડાઇનીંગ એરિયામાં રેડ અથવા ડાર્ક કલરના ફેબ્રિકનો ઉપયોગ કરવો. મિસમેચીંગ ન થાય તેનું ધ્યાન રાખવું.
- મહેમાનોને સિટીંગ માટે જરૂરી જગ્યા મળી રહે તેનુ ધ્યાન રાખવું.
- ડાઇનીંગ ટેબલ પર જરૂરી સામાન (સ્પૂન, ફોર્ક, ગ્લાસવેર, વોટર જગ, વગેરે.) પહેલાથી જ ગોઠવી રાખવી. (અચાનક જરૂર પડે તે માટે ચીજ-વસ્તુઓને સ્પેર પણ કરી રાખવી)
- ડાઇનીંગ ટેબલ પર બે-ત્રણ એન્ટિક પીસ પણ રાખવા તેની સાથે પીરસવા માટે આકર્ષક ડાઇનીંગ સેટની પણ વ્યવસ્થા કરી રાખવી. હાં, ટ્રેન્ડીંગ નેપકીન્સને આકર્ષક રીતે ફોલ્ડ કરવા.
આવનારા તહેવારો ઉજવણી દરમિયાન પાર્ટી આયોજન માટે સરળતા રહે તે વિશે ટિપ્સ આપતો આ લેખ આપને મદદરૂપ થશે, તે અપેક્ષા સાથે આપ સૌને હેપી ક્રિસમસ અને હેપ્પી ન્યૂ યર.