તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલી ઉરી ફિલ્મના કારણે ભારે લોકપ્રિયતા મેળવી લેનાર વિક્કી કોશલની ચર્ચા આજે દેશમાં ચારેબાજુ જોવા મળે છે. એન્જિનિયરિંગના અભ્યાસ અને નોકરી બાદ પોતાના અંદરના અભિનેતાને ફિલ્મી પ્રેમીઓ સુધી પહોંચાડી દેવાના ઇરાદા સાથે મુંબઇ પહોંચેલા વિક્કી કોશલની ચર્ચા આજે ચારે બાજુ છે. એક પછી એક ફિલ્મમાં તેની એક્ટિંગની તમામ ચાહકો નોંધ લઇ રહ્યા છે. વિક્કીને ચાહકોનો ભરપુર પ્રેમ હાલમાં મળી રહ્યો છે. વિક્કી કોશળે પહેલા રાજુ હિરાનીની સંજય દત્તની બાયોપિક ફિલ્મમાં યાદગાર ભૂમિકા અદા કરી હતી. તેની કમલી તરીકેની ભૂમિકાને ચાહકો હજુ સુધી ભુલી શક્યા નથી. જ્યારે હાલમાં જ રજૂ કરવામાં આવેલી ઉરી ફિલ્મના કારણે તો તે દેશમાં ભારે ચર્ચામાં છે.
સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ઉરી ફિલ્મ તમામ ચાહકોને પસંદ પડી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. વિક્કીના કહેવા મુજબ દુનિયામાં ફરીને ઘણી બધી ચીજા સીખી શકાય છે. ફિલ્મના પાત્રની માંગ મુજબ કલાકારો તેમના વજનને વધારે છે અને ઉતારે છે. આવુ કરવા માટે કલાકારોને ભારે મહેનત કરવાની ફરજ પડે છે. ફિલ્મ ઉરીમાં કામ કરતી વેળા વિક્કીએ ૧૫ કિલોગ્રામ વજન વધારી દીધુ હતુ. વિક્કી કહે છે કે ફિટનેસો અર્થ છે સ્વસ્થ શરીરની સાથે સ્વસ્થ મન જે જીવન જીવવા અને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આના કારણે સકારાત્મક ઉર્જા મળે છે. ઉત્સાહ મળે છે.
ફિટનેસનો અસલી અર્થ સ્વસ્થ શરીરની સાથે સાથે સારી લાઇફસ્ટાઇલ પણ હોય છે. જ્યારે મન અને શરીર બંને સ્વસ્થ હોય છે ત્યારે વધારે શાનદાર કામ કરવાની ક્ષમતા વધી જાય છે. ભોગદોડની લાઇફમાં પોતાને ફિટ રાખવા માટે વિક્કી પૌષણથી ભરપુર ભોજન કરે છે. વિક્કી નિયમિત રીતે કસરત કરે છે. જેમાં પુલઅપ્સ, બેટલ રડ ટ્રેનિંગ, શોલ્ડર પ્રેસ, ડેડલિફ્ક્ટસનો સમાવેશ થાય છે. ભોજનના શોખીન રહેલા વિક્કી કોશલ બહારની ચીજાને ટાળે છે. ડાઇટ પર ખાસ ધ્યાન રાખે છે. પ્રતિદિન ૨૦૦૦ કેલોરીવાળી ચીજાનો તે ઉપયોગ કરે છે. કાર્બોહાઇટ્રેડ, પ્રોટીન અને વિટામિન્સ પર ખાસ ધ્યાન આપે છે. શાકભાજીની સાથે પાસ્તા, અથવા તો બ્રાઉન રાઇસ, ચિકન અને ફિશ તેમજ સલાડ તેમજ પનીરનો ઉપયોગ કરે છે.