ત્રી-દિવસીય Tricity Property Fest 2023નું સી.આર.પાટીલના હસ્તે ભવ્ય અનાવરણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આપણું ગાંધીનગર શહેર સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ ધરાવે છે. રાજ્યનું પાટનગર હોવા ઉપરાંત આ શહેર અનેક ઉપલબ્ધિઓનું કેન્દ્રસ્થાન બની ચુક્યું છે. શહેરના વિકાસ માટે તેમજ બાંધકામક્ષેત્રનાં વિકાસ માટે ક્રેડાઇ ગાંધીનગર દ્વારા પ્રથમ વખત એક ભવ્ય પ્રોપર્ટી શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંધીનગરનાં 120 જેટલાં રેસીડેન્શીયલ તેમજ કમર્શિયલ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ત્રણ દિવસીય આયોજનમાં ઘરનું ઘર લેવા માંગતા તેમજ વ્યવસાયિક વિકલ્પો શોધી રહેલા હજારો પરિવારોને અગણિત વિકલ્પો એક જ જગ્યા પર જોવા મળી જશે. જેમાં 1 BHK થી માંડીને 4 BHK ફ્લેટ, વિલા, બંગ્લોઝ, દુકાનો, શોરૂમ, ઓફીસ જેવા તમામ વિકલ્પો સમાવી લેવામાં આવ્યા છે. તારીખ ૨૫ ફેબ્રુઆરી,૨૦૨૩ નાં રોજ બપોરે 12.30 કલાકે ટ્રાઈસીટી પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવશે.

Share This Article