ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ફેશન કોન્શિયસ યુવતિઓનાં મનમાં પહેલો સવાલ એ આવે છે કે ગરમીમાં કમ્ફર્ટ અને ફેશનને બેલેન્સ કેવી રીતે કરી શકાશે…? તેના માટે બેસ્ટ ઓપ્શન છે બલૂન ટોપ અને બલૂન સ્લીવ.
શોર્ટ્સ સાથે બલૂન ટોપ પરફેક્ટ સમરવેર છે. ગરમીમાં શોર્ટ્સ પહેરવા લોકો વધુ પસંદ કરે છે. તેના પર સ્કીન ટાઈટ ટીશર્ટ પહેરવાને બદલે જો બલૂન સ્લીવ ટોપ પહેરશો તો ગરમી પણ નહીં લાગે અને તમારુ લૂક ટ્રેન્ડી લાગશે.
સમરમાં લોકો ચીકન મટીરીયલને પ્રેફરન્સ આપતા હોય છે. તેમાં પણ જો વ્હાઈટ ચીકન બલૂન ટોપ હોય તો કહેવુ જ શું…આ ચીકન બલૂન ટોપને આપ ડેનીમ સ્કર્ટ સાથે પણ મેચ કરી શકો છો.
બલૂન સ્લીવમાં વનપીસ પણ એક સારુ ઓપ્શન રહેશે. સમરમાં તમે અલગ અલગ પેટર્નમાં બલૂન સ્ટાઈલ પહેરીને કૂલ એન્ડ કમ્ફર્ટ રહી શકો છો.