તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર થવા માટેના મુખ્ય કારણોમાં સ્થૂળતા સૌથી મુખ્ય કારણ છે. દેશમાં પાંચ પૈકી એક વ્યક્તિ હાઈપરટેન્શનથી પરેશાન છે તેવા અહેવાલ બાદ આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર થવા માટે મુખ્ય કારણ સ્થૂળતા છે. સ્થૂળતા જ આ મુખ્ય બિમારીઓને આમંત્રણ આપે છે. સાઈટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લોકો નિયમિતપણે તેમના સુગર અથવા તો બ્લડપ્રેશર ઉપર નજર રાખતા નથી.
અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે ત્રણ મહત્વપૂર્ણ પરિબળો છે જેના ટેસ્ટ નિયમિતગાળામાં થાય તે જરૂરી છે. આમા જણાવવામાં આવ્યું છે કે સુગર અને બ્લડપ્રેશર નિયમિતપણે ચકાસવામાં આવે તે જરૂરી છે. અભ્યાસમાં ખૂબ ઓછા લોકો આ ધારાધોરણ પાડી રહ્યા હોવાની બાબત જાણવા મળી છે.
બ્લડ પ્રેશર માટે પાંચ મુખ્ય કારણ છે જેમાં એક કારણ કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધી જવા માટેનુ પણ છે. સ્થુળતા પણ બ્લડ પ્રેશરના એક કારણ તરીકે છે. આ ઉપરાંત આનુવાંશિક કારણ, વધારે પ્રમાણમાં માંસનો ઉપયોગ, વધારે પ્રમાણમાં તેલી ચીજ વસ્તુઓના ઉપયોગ પણ બ્લડપ્રેશર માટેના કારણ તરીકે છે. કેટલાક લોકો શરાબ વધારે પ્રમાણમાં પીવે છે તે પણ એક કારણ તરીકે છે.