9 વર્ષના આ વિદ્યાર્થીએ પોતાના પહેલા પુસ્તક “સેવ ધ અર્થ ફ્રોમ સ્પેસ” થી યુવાનોને પ્રેરિત કર્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થી અરહમ પટેલે માત્ર 9 વર્ષની ઉંમરે એ કરી બતાવ્યું છે, જેનું ઘણા લોકો માત્ર સપનું જ જોતા હોય છે. અરહમે પોતાનું પહેલું પુસ્તક “સેવ ધ અર્થ ફ્રોમ સ્પેસ” લખ્યું અને પ્રકાશિત કર્યું છે.

અરહમનું આ પુસ્તક, એ ખરેખર, આજના યુવાનોને એક પ્રેરણાત્મક સંદેશ આપે છે. અરહમને નાનપણથી જ અવકાશ, ઉડ્ડયન અને ટેકનોલોજી પ્રત્યે અનેરી રૂચિ રહી છે. તેણે તેના મનમાં આકાર લેતાં “કેમ, શા માટે..?” પ્રશ્નોને એક પુસ્તકમાં ફેરવી દીધા છે. જે વાસ્તવમાં, એક બાળકની જિજ્ઞાસાપૂર્ણ આંખો દ્વારા ઐસ્ટરૉઇડ, ઉપગ્રહો, અવકાશ કાટમાળ અને ગ્રહોની સલામતી બાબતે ઉપયોગી જાણકારી આપે છે.

એવા યુગમાં જ્યાં બાળકો ઘણીવખત સતત સ્ક્રીન પર ચીપકી રહે છે, તેવા સમયે અરહમનું આ પહેલું પુસ્તક પ્રેરણાનો સ્ત્રોત છે, જે ઘણા બાળકોને તારાઓ જોવાં, મોટાં પ્રશ્નો પૂછવા અને વધુ મોટા સ્વપ્નો જોવા માટે પ્રોત્સાહિત કરે છે. અરહમનું આ કાર્ય જિજ્ઞાસા અને કલ્પનાશક્તિ, એ વાસ્તવિક શિક્ષણને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે, તેનું તાજું અને શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે. તેમની વાર્તા કહેવાની શૈલી, વિજ્ઞાન અને અજાયબીની વચ્ચે એક પુલ તરીકે કામ કરે છે. આની સાથે જ, તે દર્શાવે છે કે, બ્રહ્માંડ કેવી રીતે રોમાંચક અને રક્ષણ કરવા યોગ્ય હોઈ શકે છે.

Share This Article