ઠંડીના દિવસોમા પગ ઠંડા પડી જાય છે. કેટલાક લોકોના હાથમાં આવી સમસ્યા રહે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો પગ ઠંડા પડી જવા માટે એકમાત્ર કારણ તરીકે તાપમાનમા ઘટાડા તરીકે ગણી શકાય નહી. આ હેલ્થ અને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક ઉપયોગી બાબત તરફ ઇશારો કરે છે. આ સંકેતોને સમજીને તેની સારવાર કરી શકાય છે. કેટલાક કારણોસર હાથ અને પગમાં વધારે ઠંડી લાગે છે. જ્યારે શરીર ઠંડીના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે હાથ અને પગ જેવા શરીરના બહારના હિસ્સામાં લોહીની વાહિકાઓ સંકુચિત થઇ જાય છે. આવી સ્થિ તીમાં લોહીના પ્રવાહમાં ઘટાડો થઇ જાય છે. જેથી શરીરમાં ગરમી ઓછી થઇ જાય છે. હાથ અને પગમાં લોહીના પ્રવાહને અસર થાય છે. તેમાં ઘટાડો થાય છે.
જો કે આના કારણે શરીરના અન્ય મહત્વપૂર્ણ હિસ્સામાં લોહી પ્રવાહ અને ગરમીને જાળવી રાખવામાં મદદ મળે છે. ઓછા લોહીના પ્રવાહના કારણે ઓક્સીડનની કમી પણ થઇ શકે છે. સામાન્ય રીતે આ સ્થિતી કોઇ પણ રીતે ગંભીર હોતી નથી. અને શરીર ફરી સામાન્ય સ્થિતીમાં આવી જાય છે. જો કે લાંબા સમય સુધી આવ રહે તો ઘાતક બની શકે છે. એકંદરે લોહીના પ્રવાહમાં ઘટાડો થવાના કારણે હાથ અને પગની આગળી ઠંડી થઇ જાય છે. વધારે પડતા ટેન્શન અને ચિંતાના કારણે પણ પગ હાથ ઠંડા પડી જાય છે. ટેન્શન અથવા તો દહેશતની સ્થિતીમાં શરીર કુદરતી રીતે બ્લડમાં અડ્રેનાલાઇન નામના કેમિકલને મોકલે છે. જેમ જેમ અડ્રેનાલાઇન શરીરમાં વધે છે. લોહીની વાહિની સંકુચિત થવા લાગી જાય છે. પરિણામસ્વરૂપે બહારના હિસ્સામાં જેમ કે હાથ અને પગમાં લોહી પ્રવાહ ઘટીજાય છે. આ પ્રક્રિયામાં શરીર ઉર્જાને બચાવે છે.
ઉચ્ચ ટેન્શનની સ્થિતીના કારણે થનાર કોઇ પણ નુકસાન માટે તે પોતાને તૈયાર કરે છે. ટેન્શન કમ કરવાના કારણે આ સ્થિતીમાં મદદ મળે છે. પગ ઠંડા પડી જવા અથવા તો સુન્ન થઇ જવા માટે સૌથી મોટા કારણ તરીકે લોહીના પ્રવાહમાં અડચણો હોય છે. ખરાબ બ્લડ સરક્યુલેશન વાળા લોકો સામાન્ય રીતે પોતાના હાથ પગને ગરમ રાખવા માટે પણ પ્રયાસ કરતા રહે છે. ખરાબ બ્લડ સરક્યુલેશન માટે પણ કેટલાક કારણો હોઇ શકે છે. જેમ કે કસરત ન કરવાની બાબત સામેલ છે. દિવસ દરમિયાન એક જ જગ્યાએ બેસીને કામ કરવાની બાબત પણ ખતરનાક છે. ધુમ્રપાનના કારણે પણ બ્લડને શરીરના તમામ સ્તર પર પહોચી જવામાં અડચણો આવે છે.
આ ઉપરાંત હાઇ કોલેસ્ટ્રોલના કારણે ધમની સંકુચિત થઇ જાય છે. આના કારણે લોહી પ્રવાહમાં તકલીફ થાય છે. હાર્ટ સંબંધિત બિમારીમાં પગ પાથ ઠંડા પડી જાય છે. જો આવુ સતત થાય છે તો તરત જ તબીબની માહિતી મેળવી લેવી જોઇએ. એનિમિયાની સ્થિતીમાં વ્યક્તિના શરીરમાં લાલ રક્ત કોશિકાની કમી થાય છે. એવુ કેટલાક કારણોસર થાય છે. આયરન અને વિટામિન બી૧૨ની કમીના કારણે અથવા તો ક્રોનિક કિડની રોગની પણ આવી જ સ્થિતી હોય છે. એનિમિયાના ગંભીર મામલામાં દર્દી હાથ પગ ઠંડા પડી જવાની ફરિયાદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ પણ હાથ પગ ઠંડા પડી જવા માટે ફરિયાદ કરે છે.
સ્થાનિક અને ઘરેલુ સારવાર પણ રહેલી છે. નિયમિત રીતે કસરત કરનાર અને ખાસ કરીને પગની કસરત કરવાથી રાહત મળે છે. પગને ગરમ પાણીથી ધોવાની જરૂર રહે છે. થાક લાગે અથવા તો વજન વધે અથવા તો ઘટે તો તબીબની સાથે વાતચીત તરત કરવી જોઇએ. જો પગમાં અંદરથી ઠંડાનુ અનુભવ થાય અને ઉપરની સ્થિતીમાં કોઇ અસર ન થાય તો તબીબનો સંપર્ક કરવાની જરૂર હોય છે. આ ન્યુરોલોજિકલ સ્થિતીનો સંકેત હોઇ શકે છે. હાથ પગ ઠંડા પડવાની સ્થિતીમાં તબીબોનો સંપર્ક કરવો જોઇએ.