ગુજરાતી ફિલ્મ ‘હેય કેમ છો લંડન’ના ટ્રેલરનેયુટ્યબ પર 1.3 મિલિયન અને ફેસબુક પર 1.7 મિલિયન વ્યૂ સાથેદર્શકોનો મળ્યો બહોળો પ્રતિસાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતી સિનેમા હવે સીમાડાઓને વટાવી રહ્યું છે. નવીન વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મોને છેલ્લા કેટલાંક વર્ષોથી મળી રહેલા પ્રતિસાદથી મેકર્સ પણ દર્શકોને કંઇક વધુ નવું આપવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. જોકે બીજી તરફ દર્શકો પણ મેકર્સના આ પ્રયત્નોને વધાવી લેતા હોય છે, જેનું ઉદાહરણ છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘હેય કોમ છો લંડન’. ફિલ્મના ટ્રેલર પર દર્શકો પોતાનો અવિરત પ્રેમ વરસાવી રહ્યાં છે. જે તેના વ્યૂઝથી પ્રતિત થાય છે.

એબી ઇન્ટરનેશનલ અને મેંગો સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘હેય કોમ છો લંડન’ને દર્શકો તરફથી ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર 1.3 મિલિયન અને ફેસબુક પર 1.7 મિલિયન વ્યૂઝના જાદુઈ આંકડાને સ્પર્શી ચૂક્યું છે અને આ પ્રવાહ હજુ પણ અવિરત જળવાઇ રહ્યો હોવાથી આ આંક નવા માઇલસ્ટોનને સ્પર્શી શકે છે.

અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘હેય કેમ છો લંડન’માં મિત્રા ગઢવી, માનસ શાહ, લીના જુમાની મુખ્ય ભૂમિકામાં ભજવતા જ્યારે અન્ય દિગ્ગજ કલાકારો મુનિ ઝા, અનંગ દેસાઇ, અલ્પના બૂચ, લીના પ્રભૂએકસાથે જોવા મળશે જોવા મળશે. આ ફિલ્મ દર્શકોને થિયેટર્સમાં ખડખડાટ હસાવતા મનોરંજનનો વધુ એક ડોઝ માટે તૈયાર છે, જે 2 સપ્ટેમ્બર, 2022માં ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં રીલિઝ થવા જઇ રહી છે.

Share This Article