વોશિંગ્ટનમાં રહેતી એક મહિલાને કેટલાક સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હતી. સાથે જ તેને જાણે શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. તેનુ પેટ ધીરે ધીરે વધતુ જતુ હતું. તે જોઇને લોકોએ કહ્યુ કે ચિંતાની કોઇ વાત નથી, તે ગર્ભવતી છે. તો ઘણા લોકોએ કહ્યુ કે તેના પેટમાં જોડિયા બાળકો છે. તેથી તેનુ પેટ મોટુ થઇ ગયુ છે. કાયલાને ખબર હતી કે તે પ્રેગનેન્ટ નથી. તેમ છતાં તેણે રાહ જોઇ. નવ મહિના બાદ પણ જ્યારે તેને પેઇન ના થયુ ત્યારે તે હોસ્પિટલ ગઇ અને તપાસ કરાવી ત્યારે જે સામે આવ્યુ તે અજુગતુ હતુ.
ડોક્ટર્સે તપાસ કરી ત્યારે સામે આવ્યુ કે તેના ગર્ભાશયમાં તરબૂચ આકારની ગાંઠ છે. એટલુ જ નહી દિવસે ને દિવસે તેનો આકાર વધતો જતો હતો. ઓપરેશન કરવુ જરૂરી બન્યુ હતુ. આ સર્જરી ખતરનાક હતી પરંતુ તેને કાઢવી ખૂબ જરૂરી હતી.
જ્યારે ડોક્ટરે લાંબુ ઓપરેશન કરીને ગાંઠને બહાર કાઢી ત્યારે તે પણ છક રહી ગયા હતા. કારણકે આ ગાંઠ તરબૂચ આકારની હતી અને તેનુ વજન 23 કિલો હતુ. આ ગાંઠને જોઇને ડોક્ટરે કહ્યુ કે આ સુધી તેમણે આટલી મોટી ગાંઠ જોઇ નથી. ઓપરેશન બાદ કાયલાને પણ ઘણો આરામ મળ્યો છે. તેનુ વજન નોર્મલ થઇ ગયુ છે અને શ્વાસ લેવામાં પણ સરળતા થઇ ગઇ છે.