માતા પિતાની સેવા અને એમની પાછળ ખર્ચ કરેલ રકમ કરમુક્ત થશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવીદિલ્હી : આપણા દેશમાં માતા-પિતાની સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. અલબત્ત માતા-પિતાની સેવા કરવી એ દરેક મનુષ્યની ફરજ છે.  આવકવેરા વિભાગ જણાવે છે કે માતા – પિતાની સેવાઓ પર થતા ખર્ચ પર કર મુક્તિ મેળવી શકાય છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આરે છે. લોકો ટેક્સ બચાવવા માટે અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરે છે. ટેક્સ પર બચત કરવાના ઘણા રસ્તાઓ છે જેને અપનાવીને તમે ટેક્સ બચાવી શકો છો તેમજ તમારી બચત અને રોકાણ વધારી શકો છો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, વીમા પોલિસી, હોમ લોન અને ભાડા જેવી વસ્તુઓ પર છૂટ મળવી શકાય છે. આ સિવાય અન્ય રીતો છે જેનાથી તમે ટેક્સ બચાવી શકો છો. તમે માતા-પિતાના નામે કેટલીક વીમા યોજનાઓ અથવા બચત યોજનાઓમાં રોકાણ કરીને કર મુક્તિ મેળવી શકો છો. આ પદ્ધતિઓ એવા લોકો માટે મદદરૂપ છે કે જેમના માતા-પિતા ટેક્સના દાયરામાંથી બહાર છે અથવા જેમની આવક કરપાત્ર આવક કરતાં ઓછી છે. તમે તમારી કરપાત્ર આવક માતાપિતાને ભેટ તરીકે આપી શકો છો. તમે તેમના નામે રોકાણ કરી શકો છો. વરિષ્ઠ નાગરિકો માટે મૂળભૂત કર મુક્તિ મર્યાદા રૂ. ૩ લાખ છે જ્યારે ૮૦ વર્ષ અને તેથી વધુ વયના નાગરિકો માટે રૂ. ૫ લાખ સુધીની આવક ટેક્સમાંથી મુક્તિ છે. વરિષ્ઠ નાગરિકો માટે બેંક અથવા પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર કમાણી કરાયેલ ૫૦,૦૦૦ રૂપિયા સુધી વ્યાજ કરમુક્ત છે. જાે તમારા માતા-પિતાની આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધી ગઈ હોય તો પણ તમે તેમના ટેક્સ સ્લેબ મુજબ તેમના નામે રોકાણ કરીને ટેક્સ મુક્તિનો લાભ મેળવી શકો છો. માતા-પિતાને તેમના બાળક તરફથી મળતી રોકડ ભેટ કરમુક્ત છે. અને આવા રોકાણમાંથી મળેલી આવક કરપાત્ર આવકમાં ઉમેરવામાં આવશે નહીં. તમે તમારા માતાપિતા માટે  હેલ્થ પોલિસી ખરીદી શકો છો. આવકવેરાની કલમ 80D હેઠળ જાે માતા-પિતાની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે તો રૂ. ૨૫૦૦૦ ની છૂટનો સ્વાસ્થ્ય વીમા પર દાવો કરી શકાય છે. જાે માતાપિતાની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તો કર મુક્તિની મર્યાદા રૂ. ૫૦,૦૦૦ છે. તમે તમારા પોતાના પરિવાર માટે સ્વાસ્થ્ય વીમા પર કર મુક્તિ મેળવી શકો છો. જાે તમે પગારદાર કર્મચારી છો તો તમે તમારા માતાપિતાને ભાડું ચૂકવીને ટેક્સ બચાવી શકો છો. ધ્યાન રાખો કે મિલકત માતા-પિતાના નામે જ હોવી જાેઈએ. આ રીતે તમે ભાડાના આધારે કર કપાત મેળવી શકો છો. વિકલાંગ માતા-પિતા પાછળ થયેલા ખર્ચ માટે આવકવેરાનો દાવો કરી શકે છે. આવકવેરાની કલમ 80DD  હેઠળ જાે કોઈના માતા-પિતા દિવ્યાંગ હોય તો તે વ્યક્તિ આવકવેરામાં છૂટ મેળવી શકે છે. ૪૦ ટકા સુધીના અપંગ માતાપિતાને રૂ.૭૫૦૦૦ સુધીના ખર્ચ પર કર મુક્તિનો લાભ મળે છે. જાે પરિવારમાં બે ભાઈઓ હોય તો બંને પોતાના માતા-પિતા પર ખર્ચ કરતા હોય તો જાેવામાં આવશે કે તમે કેટલો ખર્ચ કર્યો છે. જાે બંને ભાઈઓ ૭૫-૭૫ હજાર રૂપિયા ખર્ચ કરે છે, તો બંને ભાઈઓ આવકવેરામાં મુક્તિનો દાવો કરી શકે છે.

Share This Article