બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાવવાની કામગીરી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે; ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે….


સરકારશ્રી તરફથી અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ કુલ મળીને 17 લાખ રૂપિયાની સહાય કીટ મળી હતી: આજે હું લખપતિ દીદી પણ છું: આશાબેન ચૌધરી
