ગ્રામીણ હેલ્થકેર વર્કર બનીને પણ કેરિયરને ઉજ્જવળ બનાવી શકાય છે. ગ્રામીણ હેલ્થકેર વર્કર બનીને ગ્રામીણ વિસ્તારમાં ઇમરજન્સીની સ્થિતિ માં મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવી શકો છો. ખુબ શાનદાર કેરિયર માં પણ રહેલી છે. એક કુશળ ગ્રામીણ હેલ્થકેર વર્કર લોકોને આરોગ્ય સંબંધી ઇમરજન્સીની સ્થિતિ માથી બહાર આપવા માટે મદદ કરે છે અને આવી સ્થિતિ માથી બહાર કઇ રીતે આવી શકાય તેની ટ્રેનિંગ પણ આપે છે. ગ્રામીણ હેલ્થકેર વર્કર મધ્યસ્તરીય આરોગ્ય કર્મચારીઓ હોય છે. જે સામાન્ય આરોગ્યની સમસ્યાઓને દુર કરે છે અને સારવાર માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.
શરૂઆતી સારવાર થઇ શકે તે માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. આગળની સારવાર માટે ગંભીર રીતે ઘાયલ થયેલા બિમાર રહેલા લોકોને હોસ્પિટલ સુધી પ્રાથમિક સારવાર બાદ પહોંચાડી શકાય તે માટે આયોજન કરે છે. આવા ગ્રામીણ હેલ્થવર્કરની ભૂમિકા આજે દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખુબ ઉપયોગી બની ગઇ છે.
ગ્રામીણ હેલ્થ વર્કર અમારા દેશમાં આરોગ્ય સંબંધી જરૂરીયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે. ગ્રામીણ હેલ્થ કેર વર્કરની મુખ્ય જવાબદારી શુ છે તે અંગે વાત કરવામાં આવે તો કહી શકાય છે કે તેની કેટલીક ઉપયોગી ભૂમિકા રહેલી છે. જેમાં સામાન્ય બિમારીઓની સફળ સારવાર, મોટી વયના લોકોની દેખરેખ, સગર્ભા મહિલાઓ અને બાળકોની દેખરેખ સામેલ છે.
આ ઉપરાંત પરિવાર નિયોજનની સેવા, સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાની બાબત, સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટેની બાબત ઇન્ફેક્શન પ્રકારના રોગની ચકાસણી, આરોગ્ય શિક્ષણ સંબંધી માહિતીનુ પ્રદર્શન, આંકડા એકઠા કરવાની બાબત, રિકોર્ડ જાળવી રાખવાની બાબત, તેમજ ક્ષેત્રીય વિસ્તારોમાં કોઇ વ્યક્તિ વધારે ગંભીર બિમારી થઇ છે તો તે વ્યક્તિ હોસ્પિટલ સુધી પહોંચાડી દેવાની બાબતનો સમાવેશ થાય છે. તેઓ ગ્રામીણ સમુદાયના લોકોની સાથે મળીને તેમના કામમાં મદદરૂપ થાય છે. મેડિકલ પ્રોફેશનલ્સ અને શિક્ષકો માટે ડેટા એકત્રિત કરવાથી લઇને જાહેર આરોગ્ય કાર્યક્રમને હાથ ધરવાની બાબત તેમની સાથે જાડાયેલી છે. ખાસ બાબત તો એ છે કે ગ્રામીણ હેલ્થકેર વર્કરનુ કામ તો સફળ રીતે જ કરી શકે છે જે સેવાભાવિ હોય છે. જેમને સેવામાં રસ હોય છે. જે વર્કરના મનમાં આરોગ્ય સાથે સંબંધિત જાડાયેલી બિમારીઓને જડમાંથી દુર કરવાનુ સપનુ હોય છે. જો તમારામાં આ તમામ કુશળતા છે તો આ કામ હાથમાં લઇ શકાય છે. આ ફિલ્ડને કેરિયર તરીકે પસંદ કરી શકીએ છીએ.
આ ફિલ્ડ માં કેરિયર બનાવવા માટે પણ કેટલીક લાયકાત જરૂરી હોય છે. જેમાં સૌથી પહેલા તો કોઇ પણ પ્રવાહમાંથી માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ૧૨મુ પાસ જરૂરી હોય છે. આ લાયકાત ધરાવતા લોકો ડિપ્લોમાં ઇન રૂરલ હેલ્થ કેરનુ કોર્સ કરી શકે છે. આ કોર્સ કરવામાં આવ્યા બાદ એક કર્મચારી તરીકે કેરિયરની શરૂઆત કરી શકાય છે. આવા ગ્રામીણ હેલ્થકેર વર્કરને શરૂઆતમાં ૧૦ હજારથી લઇને ૧૫ હજાર રૂપિયા પગાર તરીકે મળે છે. અનુભવ થયા બાદ સુપરવાઇઝર અથવા તો ડેવલપમેન્ટ ઓફિસર બની શકાય છે. કોર્સ અંગે વાત કરવામાં આવે તો અભ્યાર્થી રૂરલ હેલ્થ કેરમાં એક વર્ષ અને બે વર્ષના ડિપ્લોમા લઇને નિષ્ણાંત બની શકે છે. સાથે સાથે આ ફિલ્ડ સાથે જોડાયેલા દરેક કાર્યને પ્રેકટિકલી સમજી શકે છે. કોર્સ દરમિયાન તેઓ ગ્રામીણ વિસ્તારોમાં સમગ્ર મેડિકલ સુવિધાની વ્યવસ્થા કઇ રીતે કરવામાં આવે છે તે બાબતને શિખે છે.
આની સાથે સાથે તેઓ જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરીને જાગૃતિ સંદેશા કઇ રીતે લોકોની સુધી પહોંચાડી દેવામાં આવે તેમાં અભ્યાસ કરે છે. તેમને કોઇ પરેશાનીના સમય સગર્ભા મહિલાની કઇ રીતે સંભાળ કરવામાં આવે તેની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. તકની વાત કરવામાં આવે તો ગણી તક રહેલી છે.
સામાન્ય રીતે આરોગ્ય વિભાગ, પરિવાર નિયોજન મંત્રાલય, પર્યાવરણ વિભાગ ઉપરાંત સરકારી અને બિન સરકારી એનજીઓમાં પણ નોકરી કરી શકાય છે. ખાનગી કંપનીના સીએસઆર વિભાગમાં પણ નોકરી કરી શકાય છે. ભારત જેવા દેશમાં ગ્રામીણ હેલ્થકેર વર્કરની તાકીદની જરૂર છે. આ કેરિયરને પસંદ કરનાર વ્યક્તિ સેવાભાવી રહે તે તેની પ્રાથમિકતા છે. માત્ર નોકરી માટે આ ક્ષેત્રમાં પ્રવેશ કરનાર વ્યક્તિ ક્યારેય સારા ગ્રામીણ હેલ્થ કેર વર્કર બની શકે નહી.