પ્રેમમાં પડવાની લાગણીઓની અનુભતિ કરાવે છે ચબૂતરો” ફિલ્મનું  રોમેન્ટિક સોન્ગ વૈરાગી રે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અપકમિંગ ગુજરાતી ફિલ્મ “ચબૂતરો” હાલ ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મનું ગરબા સોન્ગ “મોતી વેરાણા” નવરાત્રિમાં ધૂમ મચાવી ચૂક્યું છે અને હાલ પણ તે લોકપ્રિય ગીતની યાદીમાં જોવા મળી રહ્યું છે, ત્યારે હવે ફિલ્મનું વધુ એક રોમેન્ટિક સોન્ગને રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ થિયેટરમાં રીલિઝ થઇ રહી છે.

“ચબૂતરો” ફિલ્મના મેકર્સ દ્વારા “વૈરાગી રે” સોન્ગને રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય કલાકાર રૌનક કામદાર અને અંજલિ બારોટ પર ફિલ્માવાયેલા આ મધુર અને રોમેન્ટિક સોન્ગને શેમારૂ ગુજરાતી મ્યુઝિક દ્વારા સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ સોન્ગ પ્રેમમાં પડી રહેલા યુગલની લાગણીઓને વણી લે છે. પ્રેમની અનુભૂતિ કેવી રીતે મનને વૈરાગી બનાવી દે છે અને આ સમયે મનની લાગણીઓ કેવી હોય છે તેનો અનુભવ “વૈરાગી રે” સોન્ગ કરાવે છે. એકદંરે, એમ કહી શકાય કે કોઇ એક વ્યક્તિને ગમાડવાથી લઇ ધીમેધીમે તે વ્યક્તિના પ્રેમમાં પડી જવા સુધીની સફરને આ સોન્ગ રજૂ કરવામાં આવી છે. “વૈરાગી રે” સોન્ગ યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.

“વૈરાગી રે” સોન્ગને મુખ્ય પાત્ર રૌનક કામદાર અને અંજલિ બારોટ પર ફિલ્માવામાં આવ્યું છે. જેને મધુબંતી બાગચી અને સિદ્ધાર્થ અમિત ભાવસાર દ્વારા કંઠ આપવામાં આવ્યો છે, ગીતના શબ્દો નીરેન ભટ્ટના છે અને સંગીત સિદ્ધાર્થ અમિત ભાવસારે આપ્યું છે.

વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સના બેનરની પ્રસ્તુતિ અને નિર્માતા નેહા રાજોરા અને શુભમ રાજોરા દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ “ચબુતરો” 4 નવેમ્બર, 2022ના રોજ આપના નજીકના સિનેમાઘરમાં રીલિઝ થવા માટે પૂર્ણ રીતે સજ્જ છે.

વૈરાગી રે… સોન્ગ લિંકઃ https://www.youtube.com/watch?v=bWScnbvOWWM

Share This Article