પિરિયડસના ગાળા દરમિયાન દુનિયાભરની આશરે ૪૦ ટકા મહિલાઓ એવી છે જે મહિલાઓ જોરદાર પિડાનો સામનો કરે છે જેથી આ મહિલાઓ તેમના નિયમિત કામકાજને પણ કરી શકતી નથી. આ સમસ્યાને આઇઆઇટી દિલ્હીના બે વિદ્યાર્થીઓ દ્વારા સમજીને હવે ૧૦૦ ટકા નેચરલ સેનફી પિરિયડ પેન રિલિફ રોલઓન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. જે પિરિયડના ગાળા દરમિયાન થતી પિડામાંથી મહિલાઓને રાહત આપનાર છે. આ રોલઓનમાં ખુશબુવાળુ તેલ છે. જે પૂર્ણ રીતે નેચરલ છે. સાથે સાથે પિડા આપતા હિસ્સામાં તેને લગાવી દેવામાં આવે છે.
જેમ કે પેટના નીચેના હિસ્સામાં અને પગમાં તેમજ પીઠમાં તેને લગાવી દેવામાં આવે છે. આ પિડાનાશક સેનફી રોલઓનને આઇઆઇટી દિલ્હીના બીટેક થર્ડ યર વિદ્યાર્થી અર્ચિત અગ્રવાલ અને હેરી સહરાવત તેમજ આઇઆઇટી પ્રોફેસર ડોક્ટર શ્રીનિવાસન વેંકટરામન દ્વારા તૈયાર કરવામાં આવ્યા બાદ એક નવી આશા જાગી છે. આ પ્રોજેક્ટના અને પ્રોડક્ટસના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવી ચુક્યા છે. તમામ ટેસ્ટ સફળ પુરવાર થયા છે. આને ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજુરી પણ આપી દેવામાં આવી છે. કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ પણ રહેલી નથી. આ રોલ ઓનની ખાસ બાબત એ છે કે તેની કોઇ પ્રતિકુળ અસર થતી નથી. આઠમી માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આને આઇઆઇટીમાં લોંચ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જાવા મળી રહી છે. રોલઓન તૈયાર કરનાર હૈરી કહે છે કે આ પ્રોડક્ટસમાં યુકેલિપ્ટસ ઓઇલ, વિંટરગ્રીન ઓઇલ તેમજ મન્થોલ ઉમરી દેવામાં આવે છ. આ રોલઓન બોટલમાં ૧૦ એમમના પ્રમાણમાં કાઢવામાં આવ્યુ છે. જે ત્રણ મહિના સુધી ચાલે છે. અર્ચિત અન હૈરી કહ્યુ છ ક અમારી સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન એક દિવસે અમારી ક્લાસમેટ રડવા લાગી ગઇ હતી.
તેના દ્વારા કહેવામાં આવ્યુ હતુ ક તે રાતભર વાંચી શકી નથી. કારણ કે પિરિયડના કારણે તેના પેટમાં જારદાર દુખાવો રહ્યો હતો. ત્યારબાદ અમને લાગ્યુ હતુ કરે મહિલાઓ અને યુવતિઓમાં આ એક મોટી સમસ્યા છે. પિરિયડના ગાળામાં આવતી આ સમસ્યાને દુર કરવાના પ્રયાસ ત્યારબાદ શરૂ કરવામાં આવ્યા હતા. જેના પર કામ કરવાની જરૂર છે. ત્યારબાદ અમે આઇઆઇટીની રિસર્ચ લેબમાં આશરે સા મહિના સુધી આ કામ પર લાગેલા રહ્યા હતા. આખરે આ પ્રોડક્ટસ બનાવી લેવામાં સફળતા મળી હતી. ત્યારબાદ તેને Âક્લનિકલ ટ્રાયર માટે મોકલી દેવામાં આવી હતી. જ્યાં તેના લાભ અંગે માહિતી મેળવવામાં આવી હતી. તેના કોઇ સાઇડ ઇફેક્ટ નથી તે અંગે માહિતી મળી ગયા બાદ અમને સંતોષ વધારે થયો હતો. આના માટે તેને વધારે ખાતરી કરવા માટે એફડીએમાં મોકલી દેવામાં આવ્યા બાદ પરિણામની રાહ જોઇ રહ્યા હતા. ત્યારબાદ એફડીએ દ્વારા પણ મંજુરી મળી ગઇ હતી. આશરે ૫૦ ટકા મહિલાઓ પિરિયડના ગાળા દરમિયાન પિડાને સહન કરે છે. જેના કારણે આ બાબતને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવેલી આ પ્રોડક્સ ખુબ ખાસ અને અસરકારક છે.
હૈરી અને અર્ચિત એ વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ દ્વારા નવેમ્બર ૨૦૧૮માં વર્લ્ડ ટોઇલેટ ડેના પ્રસંગે મહિલાઓ માટે સ્ટેન્ડ એન્ડજ પી ડિવાઇસ તૈયાર કરવામાં સફળતા મેળવી હતી. આ ડિવાઇસની મદદથી મહિલાઓ ખરાબ પ્રદુષિત ટોઇવેટનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ યુટીઇ જેવા ઇન્ફેક્શનથી બચી શકે છે. આ ડિવાઇસની કિંમત માત્ર ૧૦ રૂપિયા રાખવામાં આવી છે. પિરિયડના ગાળા દરમિયાન મહિલાઓ અને યુવતિઓને પિડાના કારણે અનેક ઉપયોગી કામ પણ છોડી દેવાની ફરજ પડે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તો હાલત તેના કરતા પણ વધારે ખરાબ રહે છે. આવનાર સમયમાં આ તકલીફને દુર કરવા માટે વ્યસ્ત રહેલા વૈજ્ઞાનિકો અને તબીબો નવી શોધ કરવામાં પણ સફળ રહેશે તેમ માનવામાં આવે છે.
પિરિયડસના ગાળા દરમિયાન વિદ્યાર્થીિનઓને પડતી તકલીફને લઇને પણ કેટલાક સર્વે અને રિસર્ચ કરવામાં આવી ચુક્યા છે. જેના આધાર પર શોધ ચાલી રહી છે.