‘ધ હાર્ટફુલનેશ વે’ નું ભારતમાં અનાવરણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા શુક્રવારે રાજધાની ખાતે હાર્ટફુલનેશ તકનીક અને સિદ્ધાંતો પર આધારિત પુસ્તક ‘ધ હાર્ટફુલનેશ વે’ નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક દાજી તરીકે ઓળખાતા હાર્ટફુલનેશના ચોથા ગ્લોબલ ગાઇડ કમલેશ પટેલ અને હાર્ટફુલનેશ ટ્રેનર અને પ્રેકટિસનર જોશુઆ પોલોક છે. ‘ધ હાર્ટફુલનેશ વે’ ને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક તેઓ માટે છે જેઓ હાર્ટફુલનેશ શું છે અને તે રોજીંદા જીવનમાં કેવી રીતે બદલાવ લાવી શકે છે તે જાણવા ઇચ્છુક છે.

KP.com THW 01

Share This Article