અમદાવાદ: ધ હાર્ટફુલનેસ વે પુસ્તકનું ૧૮ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા વિમોચન કરાયું હતું, જે હાર્ટફુલનેસની ટેકનિકો અને સિદ્ધાંતો પર આધારિત પુસ્તક છે. દાજી, ધ ફોર્થ ગ્લોબલ ગાઈડ ઓફ હાર્ટફુલનેસ તરીકે વ્યાપક રીતે ઓળખ ધરાવતા કમલેશ ડી પટેલ અને તેમના વિદ્યાર્થી હાર્ટફુલનેસના પ્રેકટિશનર અને ટ્રેનર જોશુઆ પોલોક દ્વારા આ પુસ્તક લખાયું છે. આ પુસ્તક ધ્યાન અને આપણા રોજબરોજના જીવનમાં તે કઈ રીતે પરિવર્તન લાવી શકે તેમાં રસ ધરાવનાર માટે ઉત્તમ નીવડશે. અમદાવાદમાં સ્પોર્ટસ, ક્લબ, સરદાર પટેલ સ્ટેડિયમ નજીક, નવરંગપુરા ખાતે આજે તે લોન્ચ કરાયું હતું.
આ પુસ્તક પર બોલતાં આધ્યાત્મિક ગુરુ દાજી કહે છે, જ્ઞાન ઉત્તમ છે, પરંતુ અનુભવ બહેતર છે. આ પુસ્તકમાં ભૂતકાળની ઉત્તમ હસ્તીઓ સાથે આપણે સામાન્ય રીતે જોડીએ છીએ તે અસ્તિત્વની બારીકાઈભરી સ્થિતિઓ કોઈ પણ અંગત રીતે અનુભવી શકે તેવો વ્યવહારુ અભિગમ છે. તો આ હાર્ટફુલનેસ વે અનુભવો અને સમૃદ્ધ બનો.
દુનિયાભરમાં લગભગ 10 લાખ પ્રેકટિશનરો સાથે હાર્ટફુલનેસ મેડિટેશન (www.heartfulness.org) સ્વ-વિકાસ માટે વ્યવહારોનો સંચ છે, જે આપણને અંતરમાં શાંતિ અને આપણી અત્યંત તેજ ગતિની દુનિયામાં સ્થિરતા મેળવવામાં મદદ કરે છે. ધ્યાનનો વ્યવહાર દુનિયાભરમાં નિ:શલ્ક અપાય છે. આ વ્યવહારો 15 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ ક્ષેત્ર, સંસ્કૃતિ, ધાર્મિક માન્યતાઓ અને આર્થિક સ્થિતિના લોકો માટે આસાનીથી અપનાવવા માટે અનુકૂળ છે.
ધ હાર્ટફુલનેસ વે પુસ્તકે અમેઝોન.ઈન પર અને હિંદુસ્તાન ટાઈમ્સ/ નિલસેન બુકસ્કેન સર્વિસ ચાર્ટ પર નંબર વન બેસ્ટ- સેલર સ્ટેટસ હાંસલ કર્યું છે, જેના ઓર્ડરોથી વેબસાઈટ ઊભરાઈ રહી છે. ભારતમાં આ પુસ્તક રજૂ કરતાં વેસ્ટલેન્ડ પબ્લિકેશન્સ પ્રા. લિ. (અમેઝોન કંપની) ના સીઈઓ ગૌતમ પદ્મનાભને જણાવ્યું હતું કે આ પુસ્તક સાથે સંકળાવાનો અમને ભારે રોમાંચ છે. આવું સુંદર પુસ્તક પ્રકાશિત કરવાનું ગૌરવજનક છે અને મને આશા છે કે વાચકો સાથે તે જોડાણ બનાવે છે અને દુનિયાભરમાં ખૂણેખૂણે પહોંચે છે.
હાર્ટફુલનેસ વિશે વધુ જાણવા જેવું
હાર્ટફુલનેસ ધ્યાનનું રાજયોગ તંત્ર છે, જે સહજમાર્ગ તરીકે અથવા નેચરલ પાથ તરીકે પણ જ્ઞાત છે. તેનું મૂળ વીસમી સદીમાં મળી આવે છે અને ભારતમાં 1945માં શ્રી રામ ચંદ્ર મિશનના સ્થાપક સાથે તે સાકાર થયું હતું. વર્તમાન હાર્ટફુલનેસ મેડિટેશન તાલીમ હજારો સ્કૂલો અને કોલેજોમાં અપાય છે. દુનિયાભરમાં કોર્પોરેશન, બિન- સરકારી અને સરકારી સંસ્થાઓ1,00,000થી વધુ પ્રોફેશનલોને પણ અપાય છે. હાર્ટસ્પોટ્સ તરીકે ઓળખાતાં 5000થી વધુ હાર્ટફુલનેસ સેન્ટરોને 130 દેશોમાં હજારો પ્રમાણિત સ્વયંસેવક ટ્રેનરોનો ટેકો છે.
જાણો પુસ્તક વિશે
આપણે સંબંધો, કારકિર્દી, સંપત્તિ અને આરોગ્યની ઘણી બધી માગણીઓમાં રાચીએ છીએ ત્યારે આપણા અસલ અંતરમાં એક ખાલીપો મહેસૂસ કરીએ છીએ. શું એક ધરતી પર ઘણા બધા સૂર્ય હોઈ શકે? આપણા જીવનમાં ઘણાં બધાં કેન્દ્રો છે, પરંતુ અસલી કેન્દ્ર હજુ ક્યાં છે, દરેકના હૃદયના હાર્દમાં રહેલું ઊંડાણભર્યું કેન્દ્ર ક્યાં છે?
ભારતની પરાપૂર્વથી ચાલી આવતી પ્રવચન પરંપરામાં સમૃદ્ધ હાર્ટફુલનેસના વારસામાં ચોથા ગુરુ દાજી તરીકે વ્યાપક રીતે ઓળખાતા કમલેશ ડી. પટેલ આધ્યાત્મિક તલાશના પ્રકારનું પરીક્ષણ કરતાં શાંતિ ચાહનારના પ્રવાસનું પગેરું મેળવે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘણા બધા જ્ઞાની પ્રવચનો થકી દાજીએ હાર્ટફુલનેસ પ્રેકટિશનર અને ટ્રેનર જોશુઓ પોલોક સમક્ષ હાર્ટફુલનેસ વ્યવહાર અને ફિલોસોફીના મુખ્ય સિદ્ધાંતો ઉજાગર કર્યા છે.
પ્રાર્થના અને યોગિક પરિવર્તનની ખૂબીઓ થકી વ્યવહારુ ટિપ્સથી ધ્યાનની કૃતિઓ પરથી પડદો ઊંચકતાં આ પુસ્તક આપણી ઈન્દ્રિયોની મર્યાદાઓના ફિલ્ટરની પાર જીવવા અને ભીતરની શાંતિની ખોજ કરવા માટે આપણને પ્રેરિત કરે છે. હાર્ટફુલનેસનો વ્યવહાર સ્વરૂપની પાર ખૂબીઓ ચાહવાનો, રીતરસમની પાછળની સચ્ચાઈ ચાહવાનો છે. તે વ્યક્તિને હૃદયના હાર્દ પ્રત્યે કેન્દ્રિત કરે છે અને ત્યાં ખરો અર્થ અને સંતોષ શોધવા માટે કેન્દ્રિત કરે છે.
હાર્ટફૂલનેશના લેખકો વિશે જાણો
કમલેશ ડી. પટેલ હાર્ટફુલનેસ પરંપરામાં ચોથા આધ્યાત્મિક માર્ગદર્શક છે. તેઓ દાજી તરીકે વ્યાપક ઓળખાય છે. તેમની શીખ હાર્ટફુલનેસના પંથ પર તેમના અંગત અનુભવમાંથી ઉદભવે છે, જે દુનિયાની ઉત્તમ આધ્યાત્મિક પરંપરાઓ અને વૈજ્ઞાનિક પ્રગતિઓ માટે પૂછપરછ અને આદરની તેમની ઊંડાણભરી લગની પ્રદર્શિત કરે છે.
દાજીએ આધ્યાત્મિક ગુરુઓની સદી જૂની પરંપરામાં અનુગામી બનવા પૂર્વે ત્રણ દાયકા સુધી ન્યૂ યોર્ક સિટીમાં ફાર્મસીમાં પ્રેકટિસ કરી હતી. આધુનિક દિવસના ગુરુની ઘણી બધી ફરજો પરિપૂર્ણ કરતાં તેમણે વ્યાપક પ્રવાસ કર્યો છે અને સર્વત્ર અધ્યાત્મ ચાહનારને ટેકો આપ્યો છે. આધ્યાત્મિકમાં સ્વ-ઘોષિત વિદ્યાર્થી તેઓ પોતાનો સમય અને ઊર્જા ચિંતન અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં સંશોધનમાં સમર્પિત કરે છે. તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે વિષયને સ્પર્શે છે, જે વ્યવહારુ અભિગમ ક્ષેત્રમાં તેમના પોતાના અનુભવ અને નિપુણતામાંથી આવે છે.
જોશુઆ પોલોક યુનાઈટેડ સ્ટેટ્સમાંથી હાર્ટફુલનેસના પ્રેકટિશનર અને ટ્રેનર છે. સિદ્ધ પશ્ચિમી શાસ્ત્રીય વાયોલિનવાદક તેમણે દુનિયાભરમાં પરફોર્મ કર્યું છે અને શીખવ્યું છે અને તેમના વાયોલિન સોલો ઘણા બધા એ આર રહમાનના મૂળ ગીતોમાં સાંભળી શકાય છે, જેમાં ગજની, દિલ્હી-૬, રાવણ, યુવરાજ, બ્લુ, વિનાઈથાંડી વરુવાયા અને રાવનનનો સમાવેશ થાય છે.