અદ્યતન સ્થળને આપણા પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રથમ વખત લાવીને મુલાકાતીઓનું સ્વાગત કરવા માટે શોરૂમ ઉત્સાહી છે
અમદાવાદ: અમદાવાદનાશહેરીજનોને ખરા અર્થમાં પોતાના ઘર અને ઓફિસની દિવાલો અને ઇન્ટિરીયર્સને સુશોભિત કરવા માટે વન-સ્ટોપ-શોપની જરૂર હતી. શહેરમાં આ પ્રકારના ઈન્ટીરીયર ડેકોરેટર્સની જરૂરિયાતો પૂરી કરવા માટે આ પ્રકારેસમર્પિતકોઇ આર્ટ શોપ નથી. શહેરીજનોની આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 20મી નવેમ્બર, 2022રવિવારે ફ્રેમ્સ અને આર્ટ શોરૂમ ‘ફ્રેમ્સ ઈન્ડિયા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે,જે દુકાન નંબર 3, ઇસ્કોન સર્કલ નજીકઆંબલી – બોપલ રોડ પર સ્થિત શિવાલિક શિલ્પની શોપ નંબર 3 ખાતે સ્થિત છે.
આ પ્રસંગે ‘ફ્રેમ્સ ઈન્ડિયા’ના ઓનર રવિન્દ્ર મારડિયાએ જણાવ્યું,“ફ્રેમ્સ ઇન્ડિયા શોરૂમ વિશ્વના કોઈ પણ ખૂણે ઉપલબ્ધ કેટલાક શ્રેષ્ઠ ફ્રેમિંગની પસંદગીના વિવિધ વિકલ્પો પુરા પાડે છે.અહીં કલા અને ફોટોગ્રાફ્સ માટે મેટલ ફ્રેમ્સ પ્રથમ વખત ઓફર કરવામાં આવી રહી છે. દેશમાં એવા જૂજ શોરૂમ છે જેઓ આ પ્રકારની ફ્રેમ ઓફર કરવામાં આવે છે. ‘ફ્રેમ્સ ઈન્ડિયા’ વિવિધ ફિનિશીસ અને મોહક રંગોમાં કેટલીક શ્રેષ્ઠ ગુણવત્તાની લાકડાની ફ્રેમની પસંદગીનો વિકલ્પ પણ આપે છે.”
“ ‘ફ્રેમ્સ ઈન્ડિયા’ હજાર રૂપિયાથી અંદરથી લઈને લાખ સુધીનાઓરિજનલ આર્ટવર્ક પણ ડિસ્પ્લેમાં ધરાવે છે. ‘ફ્રેમ્સ ઈન્ડિયા’ શોરૂમ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડુ, બિહાર અને બંગાળ સહિત ભારતના તમામ પ્રદેશોની આદિવાસી અને પરંપરાગત કલા દર્શાવે છે. પ્રદર્શનમાં રહેલી 1000 કલાકૃતિઓ સમગ્ર ભારતમાંથી અત્યંત પ્રતિભાશાળી કલાકારો દ્વારા બનાવવામાં આવી છે.”– તેમ રવિન્દ્ર મારડિયાએ વધુમાં જણાવ્યું.
સેંકડો સુંદર શિલ્પો અને ભીંતચિત્રો પણ ખૂબ જ નાના આકારથી પૂર્ણ કદ સુધી ડિસ્પ્લેમાં છે. શોરૂમ ખાતે મુલાકાતીઓએપોતાના સમગ્ર ઘરની સજાવટમાટે માત્ર શોરૂમમાં વૉક-ઇન કરવાનું રહે છે, અહીં એ તમામ આકર્ષક તમામ છે જે તમારી ઘર સજાવટની માંગને પૂર્ણ કરે છે.શોરૂમ દ્વારા પ્રિન્ટ એન્ડ ડિમાન્ડ સર્વિસ પણ પ્રદાન કરવામાં આવે છે, જે આપના ફોટોગ્રાફ અથવા આર્ટવર્કને સૌથી નિકટતમ રેપ્લિકામાં પ્રિન્ટ કરી આપે છે.‘ફ્રેમ્સ ઈન્ડિયા’ની વિશેષતાઓમાંઆકાર અને ડિઝાઇન મુજબ કસ્ટમાઇઝ્ડ ફ્રેમ્સ, આકાર અને વિશિષ્ટતાઓ અનુસાર કસ્ટમાઇઝ આર્ટવર્ક અને કાગળ અથવા કેનવાસ પરના તમારા ફોટોગ્રાફ્સમાંથી કસ્ટમાઇઝ્ડ પોટ્રેઇટ્સનો સમાવેશ થાય છે.
શોરૂમ દ્વારા તેના ઉદ્ઘાટન પ્રારંભ પ્રસંગે એક વિશિષ્ટ ઑફર આપવામાં આવી રહી છે.