૨૮ ફેબ્રુઆરીના રોજ યોજશે જીફા-૨૦૨૨ નો જાજરમાન જલસો
ગુજરાતના ફિલ્મ પ્રેમી દર્શકો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં આજે એની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ, છેલ્લા સાત વર્ષથી અવિરતપણે યોજાઇ રહેલો ગુજરાતી ફિલ્મ એવોર્ડ જીફા જેનું ગુજરાતીઓ ના દિલમાં આગવું સ્થાન છે. છેલ્લા છ વર્ષની સફળતા બાદ સાતમા વર્ષે પણ જીફા-૨૦રરનો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૨૮ ફેબ્રુઆરી મંગળવારના રોજ અમદાવાદની નારાયણી હાઈટ્સ ખાતે યોજવામાં આવશે. જેમાં ૨૪ થી વધારે અલગ અલગ કેટેગરીમાં ગુજરાતી કલાકાર કસબીઓ ને સન્માન આપવામાં આવશે જેના નોમીનેશન આજે જાહેર કરવામાં આવ્યા.
ગુજરાતી ફિલ્મો ના પ્રસાર અને પ્રચાર ના ભાગ રુપે ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ જીફા કરી રહ્યું છે ત્યારે જીફાને હવે કોઈ વિશેષ વિશેષણની જરૂર રહી નથી. ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઈટર, મ્યુઝીશયન, ગાયક કલાકાર, અને ગીતોને એમ દરેક ને, જેમણે ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમને તેમના કામની યોગ્ય પ્રશંસા રૂપે એવોર્ડ અર્પણ પાછલાં છ વર્ષથી જીફા કરી રહ્યો છે.
દર્શકોને મનોરંજન આપવા માટે અલગ અલગ ૧૦૦ થી વધુ જેટલી ગુજરાતી ફિલ્મો વર્ષ ૨૦૨૨માં સિનેમાઘરોમાં રજુ થઈ ગઈ છે જેમાં થી જીફા માં ખેલદીલી થી ભાગ લિધો હોય તેવી ફિલ્મો વચ્ચે આ સ્પર્ધા ન ભાગ રુપે આજે ખુબ આનંદની વાત છે કે, ફરી એકવાર જીફાએ એવોર્ડ સમારંભ યોજવાનું આયોજન આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે કરેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલિબ્રિટીઓનો જમાવડો, અનેક ધમાકેદાર પરફોર્મન્સથી જલસો પડી જશે તેવી જીફાએ ખાત્રી આપી છે. BU4 AUTO પ્રેઝન્ટ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (જીફા) ૨૦૨૨ ઇન એશોશીયન વીથ ગુજરાત ટુરીઝમ, પાવર બાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને પીક્સલ ડી, બ્રોડકાસ્ટ પાર્ટ્નર – કર્લસ ગુજરાતી, રેડીયો પાર્ટનર – ૯૧.૯ રેડીયો સીટી માટેનાં નોમીનેશન આ મુજબ છે.
- જીફા એકટર ઓફ ઘ યર – મેલ
- સૈયર મોરી રે – મયુર ચૌહાણ
- મેડલ – જયેશ મોરે
- વીક્કીડા નો વરધોડો – મલ્હાર ઠાકર
- ચબુતરો – રોનક કામદાર
- વ્હાલમ જાઓને – પ્રતીક ગાંધી
- પેટી પેક – ધ્વનીત ઠાકર
- કોણ પારકા કોણ પોતાના – વિક્રમ ઠાકોર
- માધવ – હિતુ કનોડીયા
- જીફા એકટર ઓફ ઘ યર – ફિમેલ્
- ડિયર ફાધર – માનસી પારેખ
- પેટી પેક – મોનલ ગજ્જર
- હું તારી હિર – પુજા જોશી
- વ્હાલમ જાઓને – દિક્ષા જોશી
- દર્દ – પ્રિનલ ઑબોરોય
- ભગવાન બચાવે – જિનલ બેલાની
- ૫૩ મું પાનુ – કિંજલ રાજપ્રિયા
- રક્તબીજ – ડેનીશા ઘુમરા
- જીફા ફિલ્મ ઓફ ઘ યર
- મેડલ
- વીક્કીડા નો વરધોડો
- સૈયર મોરી રે
- ચબુતરો
- વ્હાલમ જાઓને
- ભગવાન બચાવે
- જીફા ડિરેક્ટર ઓફ ઘ યર
- મેડલ – ધવલ જીતેષ શુકલ
- વીક્કીડા નો વરધોડો – રાહુલ ભોલે અને વિનીત કનોજીયા
- સૈયર મોરી રે – વિશાલ વાડાવાલા
- વ્હાલમ જાઓને – હાર્દીક ગજ્જર
- હું તારી હિર – ધ્વની ગૌતમ
- ડિયર ફાધર – ઊમંગ વ્યાસ
- જીફા એકટર ઓફ ઘ યર ઇન સપોર્ટિગ રોલ – મેલ
- ડિયર ફાધર – ચેતન ધાનાની
- સૈયર મોરી રે – મેહુલ દેસાઇ
- ભગવાન બચાવે – મુની ઝા
- મેડલ – મૌલિક નાયક
- ધુમ્મસ – જયેશ મોરે
- વ્હાલમ જાઓને – ટિકુ તલસાણીઆ
- જીફા એકટર ઓફ ઘ યર ઇન સપોર્ટિગ રોલ – ફિમેલ્
- કેમ છો લંડન – અલ્પના બુચ
- પેટીપેક – સ્મિતા જયકર
- રક્તબીજ – ર્તજની ભાડલા
- હું તારી હિર – સુરભી ઝવેરી વ્યાસ
- વ્હાલમ જાઓને – કિંજલ પંડ્યા
- વિર ઇશા નું સિમંત – છાયા વોરા
- જીફા સ્ટોરી રાઇટર ઓફ ઘ યર
- મેડલ – વૈશાખ રતનબેન
- સૈયર મોરી રે – કપીલ સાહેત્યા
- ચબુતરો – ચાણક્ય પટેલ
- ભગવાન બચાવે – જીનલ બેલાની
- પેટી પેક – નૈનેશ શાહ
- રાખ – ઇર્શાદ દલાલ
- જીફા સ્ક્રિનપ્લે ઓફ ઘ યર
- કેમ છો લંડન – અઝીમ અરોરા
- વીક્કીડા નો વરધોડો – રાહુલ ભોલે અને વિનીત કનોજીયા
- ભગવાન બચાવે – જીનલ બેલાની
- વ્હાલમ જાઓને – રાહુલ પટેલ
- ૫૩ મું પાનુ – ર્કત્વય શાહ અને ચેતન દૈયા
- ધુમ્મસ – ભાર્ગવ ત્રિવેદી
- જીફા ડાયલોગ રાઇટર ઓફ ઘ યર
- મેડલ – વૈશાખ રતનબેન
- વીક્કીડા નો વરધોડો – રાહુલ ભોલે અને વિનીત કનોજીયા
- સૈયર મોરી રે – કપીલ સાહેત્યા
- વિર ઇશા નું સિમંત – નીરજ જોશી
- ગજબ થઈ ગયો – નીરજ જોશી
- વ્હાલમ જાઓને – રાહુલ પટેલ
- જીફા મ્યુઞિક ડિરેક્ટર ઓફ ઘ યર
- સૈયર મોરી રે – કેદાર અને ભાર્ગવ
- માધવ – મેહુલ સુરતી
- હું તારી હિર – રાહુલ મુંજારીયા
- વીક્કીડા નો વરધોડો – અમર ખાંધા
- વ્હાલમ જાઓને – સચિન જીગર
- મેડલ – કુશલ ચોકસી
- જીફા પ્લેબેક સિંગર ઓફ ઘ યર – ફિમેલ
- ગજબ થઇ ગયો – કોઇ મને પ્રેમ શીખવાડૉ – જસ્લીન રોયલ
- વીક્કીડા નો વરધોડો – કાન્હા રે – ઐશ્વર્યા મજમુદાર અને કૈરવી બુચ
- સૈયર મોરી રે – ચાંદલીયો – અન્વેશા
- હું તારી હિર – સાથે મળી ને – ભુમિ ત્રિવેદી
- ચબુતરો – વૈરાગી રે – મધુબંતી બાગચી
- દર્દ – આંખો માં તમે વસી ગયા – સાંત્વની ત્રિવેદી
- જીફા પ્લેબેક સિંગર ઓફ ઘ યર – મેલ
- સૈયર મોરી રે – ટાઇટલ સોંગ – જીગ્નેશ બારોટ
- સૈયર મોરી રે – ગોરી તમે મનડા લીધા મોહી રાજ – ઉમેશ બારોટ
- માધવ – ટાઇટલ સોંગ – કિર્તીદાન ગઢવી
- ચબુતરો – મોતી વેરાણા – ઓસ્માન મીર અને અમીત ત્રિવેદી
- મેડલ – તારલા નો દેશ – આદિત્ય ગઢવી
- રાખ – હાલતી આવી – નારાયણ ઠાકર
- જીફા લિરિસિસ્ટ ઓફ ઘ યર
- સૈયર મોરી રે – ગોરી તમે મનડા લીધા મોહી રાજ – ભાર્ગવ પુરોહિત
- રાખ – જીવતર ના સમજાય – કેતન વ્યાસ
- મેડલ – અહેસાસ તારો – મુનાફ લુહાર
- ચબુતરો – પરદેશી – નિરેન ભટ્ટ
- હું તારી હિર – ઢોલ વાગે – મિલીંદ ગઢવી
- ૨ જી એપાર્ટમેન્ટ – વંદે ગુજરાત – ડો. નીરજ મહેતા અને હેમંત જોશી
- જીફા સિનેમેટોગ્રાફર ઓફ ઘ યર
- હું તારી હિર – સુરજ કુરાડે
- ચબુતરો – ધિરેન્દ્ર શુક્લા
- કેમ છો લંડન – માનસ ગાંગુલી
- બાગડ બિલ્લા – સુબ્રત કે ખટોઇ
- મેડલ – તપન વ્યાસ
- સૈયર મોરી રે – મિહીર ફીચડીયા
- જીફા બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ ઘ યર
- ડિયર ફાધર – રજત ધોલકીયા
- ધુમ્મસ – રોશીન દલાલ અને કૈઝાદ ઘૅડા
- ચબુતરો – સિધ્ધાર્થ અમીત ભાવસાર
- મેડલ – કૌશલ ચોકસી
- પરિચય – સમીર – માના
- બાગડ બિલ્લા – પ્રજવલ – પરમ – વ્રુશાકં
- જીફા એક્ટર ઓફ ઘ યર ઇન કોમિક રોલ
- સોનુ તને મારા પર ભરોસો નહી કે – રાગી જાની
- વીક્કીડા નો વરધોડો – ચિરાયુ મિસ્ત્રી
- વીક્કીડા નો વરધોડો – અનુરાગ પ્રપન્ના
- વ્હાલમ જાઓને – સંજય ગોરડીયા
- કોણ પારકા કોણ પોતાના – જીતુ પંડ્યા
- બાગડ બિલ્લા – ઓજસ રાવલ
- શું તમે કુંવારા છો – શેખર શુક્લા
- ઘંટડી – સ્મીત પંડ્યા
- જીફા એક્શન ડિરેક્ટર ઓફ ઘ યર
- કોણ પારકા કોણ પોતાના – દીલીપ યાદવ
- વનવીર – પરવેઝ શેખ
- લવ નો ભવાડો – પરવેઝ શેખ
- તુ અધુરી વાર્તા નો છેડો – ઇલ્યાસ શેખ
- ગજબ થઇ ગયો – સીંગ ઇઝ કીંગ પ્રોડ્કશન
- મને લાગી રે લગન તારા પ્રેમ ની – હિરાલાલ યાદવ
- જીફા એકટર ઓફ ઘ યર ઇન નેગેટીવ રોલ
- તુ અધુરી વાર્તા નો છેડો – રાકેશ પુજારા
- મેડલ – હેમાંગ દવે
- ૫૩ મું પાનુ – મેહુલ બુચ
- કોણ પારકા કોણ પોતાના – હિતેષ રાવલ
- અઘટીત – ચેતન દૈયા
- પરીચય – રઝા મુરાદ
- જીફા આર્ટ ડિરેક્ટર ઓફ ઘ યર
- પુર્ણ પુર્ષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શૈલેષ પ્રજાપતિ
- તુ અધુરી વાર્તાનો છેડો – રોશન
- ગજબ થઇ ગયો – ચિરાયુ બોડસ
- વિક્કીડા નો વરઘોડો – શિવાની અવસ્થી બોડસ અને ચૈતન્ય પરબ
- સૈયર મોરી રે – જય સિહોરા
- મેડલ – નિરાલી શિંગાલા
- જીફા એડિટર ઓફ ઘ યર
- સૈયર મોરી રે – સુપર્ણા સરકાર ભાટીયા
- વીક્કીડા નો વરધોડો – રાહુલ ભોલે અને વિનીત કનોજીયા
- ચબુતરો – તુષાર પારેખ
- મેડલ – રાજા સંજય ચોકસી અને ધ્રુવિન શાહ
- પરિચય – ગુલ અન્સારી, શ્રવણ કુમાર અને કુમાર તિવારી
- માધવ – વિવેક ઠક્કર
- જીફા કોરિયોગ્રાફર ઓફ ઘ યર
- માધવ – ટાઇટલ સોંગ – પ્રીન્સ ગુપ્તા
- સોનુ તને મારા પર ભરોસો નહિ કે – ટાઇટલ સોંગ – પ્રીન્સ ગુપ્તા
- સૈયર મોરી રે – ગોરી તમે મનડા લીધા મોહી રાજ – ધ્રુવેશ જાની અને જયદીપ તિમાનીયા
- હે કેમ છો લંડન – ટાઇટલ સોંગ – મેહુલ ગદાણી
- વ્હાલમ જાઓને – મુરતીઓ મુડ માં નથી – મુદ્દ્દસર ખાન
- તુ મારી હિર – ઢોલ વાગે – સમીર હર્ષ તન્ના
- જીફા કોસ્ચયુમ ડીઝાઇનર ઓફ ઘ યર
- રાખ – ડિમ્પલ પ્રજાપતિ
- વીક્કીડા નો વરધોડો – અમિલ મેકવાન
- પુર્ણ પુર્ષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન – અમિલ મેકવાન
- વ્હાલમ જાઓને – રુચી નાયક
- હું તારી હિર – ધારા સોમૈયા
- હેય, કેમ છો લંડન – સરીતા યાદવ અને ગોર્લિન કોર અરોરા
- જીફા ડૅબ્યુટન્ટ એકટર ઓફ ઘ યર – ફિમેલ્
- હાથતાળી – વંદના સોલંકી
- વીક્કીડા નો વરધોડો – માનસી રાચ્છ
- ચબુતરો – અંજલી બારોટ
- ૨ જી એપાર્ટમેન્ટ – ર્દશીના બારોટ
- સૈયર મોરી રે – યુક્તી રાંદેરીયા
- કેમ છો લંડન – લીના જુમાની
- જીફા ડૅબ્યુટન્ટ એકટર ઓફ ઘ યર – મેલ
- પુર્ણ પુર્ષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન – દેવ જોષી
- આશા – દિલિપ પટૅલ
- ચોકઠુ ફીટ – સંજય સુખરામવાલા
- વનવિર – શૈલેષ ભરાડા
- દર્દ – વિરાજ વાઘેલા
- રાખ – પિયુષ પંડ્યા
૨૮ ફેબ્રુઆરી ના રોજ રાત્રે ગુજરાતી સિનેમાના સિતારાઓ જમીન પર ઉતરી આવશે, તો આવો સાથે મળી ને ગરવી ગુજરાતના સિનેમાની આ સિધ્ધી ને ઉજવીએ, ગુજરાતી સિનેમા ને એક ચોક્કસ દિશામાં આગળ લઇ જવાના ભાગ રૂપે સહયોગ આપવા બદલ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ (જીફા) સર્વે ગુજરાતની ફિલ્મ પ્રેમી જનતાનો નો આભાર વ્યક્ત કરે છે.
વધુમાં માહિતી આપતાં જીફાના પ્રેસિડેન્ટ હેતલભાઇ ઠકકર અને વાઇસ પ્રેસીડેન્ટ અરવિંદ વેગડા એ ખાત્રી આપી છે કે જીફા, આગળ પણ આજ રીતે અવીરત પણે મનોરંજન પીરસતો જ રહેશે..