જો તમે ઇંડા પ્રેમી છો તો આપના માટે ખરાબ સમાચાર છે. કારણ કે હાલમાં કરવામાં આવેલા વ્યાપક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે દિવસમાં બે ઇંડા ખાઇ રહ્યા છો તો તે જીવલેણ બની શકે છે. આ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે જો કોઇ વ્યક્તિ દિવસમાં બે અથવા તો વધારે ઇંડા ખાય છે તો તેના માટે હાર્ટ સંબંધિત રોગનો ખતરો વધારે છે. સાથે સાથે હાર્ટ સંબંધિત રોગોના કારણે મોતનો ખતરો વધારે છે. ૩૦ હજારથી વધારે લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. એક વર્ષના ગાળા સુધી ૩૦ હજાર લોકોની તબિયત અને ડાયટ પર ધ્યાન રાખીને માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તેમના આરોગ્ય અને ડાયટ પર ખાસ નજર રાખવામા આવી હતી. સાથે સાથે તેમની લાઇફસ્ટાઇલ કેવા પ્રકારની છે તે બાબતની પણ નોંધ લેવામાં આવી હતી. અમેરિકામાં વૈજ્ઞાનિકો એક વર્ષ સુધી સતત અભ્યાસ કરતા રહ્યા હતા.
અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે ઇંડામાં જે કોલેસ્ટ્રોલ છે તે વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આરોગ્ય પર માઠી અસર થાય છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એક ઇંડામાં ૨૦૦ મિલિગ્રામ સુધી કોલેસ્ટ્રોલ હોય છે. આવી સ્થિતીમાં જો દરરોજ ૩૦૦ મિલિગ્રામથી વઘારે ઉપયોગ કરવામા આવે તો હાર્ટ સંબંધિત બિમારી વધારે થવાનો ખતરો છે. સમય કરતા પહેલા મોતનો ખતરો ૧૮ ટકા સુધી વધી જાય છે. જાણકાર લોકો કહે છે કે બે ઇંડાથી વધારેનો ઉપયોગ દરરોજ કરવાથી બચવવાના પ્રયાસ કરવા જોઇએ. અગાઉ કરવામાં આવેલા અભ્યાસ કરતા બિલકુલ અલગ તારણ હવે જારી કરવામાં આવ્યા છે.
અગાઉના અભ્યાસમાં અમેરિકામાં કહેવામાં આવ્યુ હતુ કે ઈંડા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અગાઉના અભ્યાસમાં કહેવામાં આવ્યુ હતુ કે હાર્ટ માટે ઈંડા આદર્શ છે. અમેરિકાનાં ઈંડા સાથે સંબંધિત નિષ્ણાંત ડા. ડોન મેકનામારાએ ભારપૂર્વક કહ્યું છે કે, ઈંડાને લઈને લોકોમાં ઘણી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. ઈંડા ખતરનાક છે તેવું તારણ ઘણાં અભ્યાસમાં આપવામાં આવી ચૂક્યું છે પરંતુ હવે ઈંડા હાર્ટ માટે આદર્શ હોવાની વાત કરવામાં આવી છે. હાર્ટ ફાઉન્ડેશને પણ પોતાની પ્રતિક્રિયા અગાઉ આપી હતી. એક સપ્તાહમાં છ ઈંડા અગાઉ ખાવા જાઈએ તેવી સલાહ આપવામાં આવી હતી. વરિષ્ઠ લોકો ઈંડા ખાતા ભય અનુભવે છે કારણ કે ૪૦થી વધુની વયમાં ડાયટ અને કોલેસ્ટેરોલને લઈને મોટી વયનાં લોકો ચિંતિત રહે છે પરંતુ અમેરિકાનાં આ નિષ્ણાંતે કહ્યું છે કે, નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તમારી ખાવાની ચીજ-વસ્તુઓમાંક કોલેસ્ટેરોલ હાર્ટની તકલીફ માટે જાખમમાં ઉમેરો કરતાં નથી. ઈંડામાં ઘણાં મહત્વપૂર્ણ ઘટક તત્વો રહેલાં છે. ઈંડામાં લુટીન નામનું તત્વ રહે છે જે શરીરમાં ઘણી ખામીઓને દૂર કરે છે. અમેરિકાનાં આ નિષ્ણાંતે કહ્યું છે કે, બ્રેકફાસ્ટમાં ઈંડાનો ઉપયોગ કરનાર લોકો વધુ સ્વસ્થ અને વધુ લાંબુ આયુષ્ય ધરાવે છે, આવા લોકોમાં બપોરનાં ભોજનમાં જમવાનો ખતરો પણ રહેતો નથી. તેમનું કહેવું છે કે, ઈંડામાં સર્વોચ્ય ક્વાલિટીનાં પ્રોટીનનાં તત્વો રહે છે તેમાં દરેક પ્રકારનાં વિટામિન અને ખનીજ તત્વો રહેલાં છે. ઈંડા ખાનાર લોકોને માત્ર વિટામિન-સીની જરૂર રહે છે.
આ વર્ષની શરૂઆતમાં હાર્ટ ફાઉન્ડેશન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં પોતાની માર્ગદર્શિકામાં સુધારા કર્યા હતાં અને એક સપ્તાહમાં છ ઈંડા ખાવાની સલાહ આપવામાં આવી હતી.ઇંડામાં રહેલા પોષક તત્વોને લઇને જુદા જુદા તારણ સપાટી પર આવી રહ્યા છે. હવે ઇંડાથી નુકસાન થાય છે તે બાબત સપાટી પર આવી છે. દરરોજ બે ઇંડા ખાવાથી નુકસાન થાય છે. અભ્યાસના તારણ સાથે કેટલાક લોકો હજુ પણ સહમત નથી. તેમનુ કહેવુ છે કે અભ્યાસમાં ઇંડાથી નુકસાન થાય છે તે અંગે કોઇ નક્કર કારણ આપવામાં આવ્યા નથી. માત્ર ઉપરથી વાત કરવામાં આવી છે જેમાં કોઇ તથ્ય દેખાતા નથી.