ભારતીય બજારાં હાલમાં બોડીલોશનનો ભરાવો જોવા મળી રહ્યો છે. ટોચની કંપનીઓ લોકોને આકર્ષિત કરવા માટે જુદા જુદા પ્રકારના બોડી લોશન રજૂ કરીને જંગી નાણાં એકત્રિત કરવામાં વ્યસ્ત છે. આવા સમયમાં બોડી લોશન અને ફેરનેશ ક્રીમના કારણે થઈ રહેલા નુકસાન તરફ કોઈનું ધ્યાન ખેચાઈ રહ્યું નથી. સ્કીનને બોડીલોશનના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) દ્વારા હાલમાં જ નવી ચેતવણી જારી કરીને ભારતીય લોકોને સાવધાન રહેવા કહ્યું છે. ડબલ્યુએચઓની ચેતવણીને ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે. તેનું કહેવું છે કે આશરે ૬૧ ટકા ડર્મોટોલોજિકલ માર્કેટમાં ચીજા સ્કીનને વધુ ચમકદાર રાખે તેવી પ્રોડક્ટની બનેલી છે. ફેરનેસ ક્રીમમાં મરક્યુરી અથવા પારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સ્કીન લાઈટીંગ સાબુ, સ્કીમ અને કોસ્મેટિક ચીજવસ્તુઓ સામે ડબલ્યુએચઓ દ્વારા ચેતવણી અપાઈ છે.
ખાસ કરીને આઈમેકપ, ક્લીનઝીંગ પ્રોડક્ટ અને મસ્કારા જેવી ચીજવસ્તુઓના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોડક્ટમાં પારાનું પ્રમાણ રહેલું છે. ખાસ કરીને ભારતીયોને વધુ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. ડબલ્યુએચઓએ કહ્યું છે કે ક્રીમ અને સ્કીનને વધુ ચમકદાર બનાવનાર સાબુમાં પારાના તત્વો રહેલા છે જેનાથી સ્કીનની સાથે સાથે શરીરના અન્ય ભાગને નુકસાન થઈ રહ્યું છે. વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે સાબુ અને ક્રીમમાં ઉપલબ્ધ પારાનું પ્રમાણ પાણીમાં ડિસ્ચાર્જ થયા બાદ પર્યાવરણમાં પ્રવેશ કરે છે. જ્યાંથી તે મેથીલેટેડ બનીને ફુડ ચેનમાં પ્રવેશ કરે છે. મેથી મરક્યુલી જેવી ચીજવસ્તુ ધરાવતી ફિસનો ઉપયોગ કરનાર સગર્ભા મહિલામાં પારાનું પ્રમાણ તેમના ગર્ભમાં પ્રવેશ કરે છે જે બાળકોમાં ન્યૂરોલોજીકલ ખામી ઊભી કરવામાં ભૂમિકા ભજવે છે.
ડબલ્યુએચઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્કીન લાઈટીંગ સાબુ અને ક્રીમ ચોક્કસ આફ્રિકન અને એશિયન દેશોમાં વપરાય છે. આ ઉપરાંત યુરોપ અને મધ્ય અમેરિકામાં ડાર્ક સ્કીન ધરાવતી વસ્તીમાં આવા સાબુ અને ક્રીમનો વધારે ઉપયોગ થાય છે. આમા એવા તત્વો હોય છે જે ડાર્ક સ્ક્રીનને સ્વેત બનાવવામાં ભૂમિકા ભજવે છે. કેટલાક મેન્યુફેક્ચર્સ સાવચેતીના પગલારૂપે મરક્યુરીનો ઉપયોગ કરતા નથી. લોકોના દબાણના પરિણામ સ્વરૂપે મરક્યુરીનો ઉપયોગ ઘટ્યો છે. જા કે મોટાભાગની કંપનીઓ પારાના ઘટક તત્વો ધરાવતી પ્રોડક્ટનું વેચાણ કરે છે. સાબુમાં અંદાજિત ૧-૩ ટકા સુધી મરક્યુરી આયોડાઈનનું પ્રમાણ હોય છે જ્યારે ક્રીમમાં ૧-૧૦ ટકા સુધી મરક્યુરી અમોનીયમનું પ્રમાણ હોય છે.