ભારત સહિત કેટલાક દેશોમા ભાગદોડની લાઇફ અને તીવ્ર સ્પર્ધાના કારણે લોકો પાસે બિલકુલ સમય નથી. આવી સ્થિતીમાં શરીરમાં નાની મોટી પિડાને તો રોગ પ્રતિકારક દવા લઇને ટાળી દેવાના પ્રયાસ કરવામાં આવે છે. પિડાને દુર કરવા માટે એન્ટીબાયોટિક્સ લેવામાં આવે છે. આવી સ્થિતીમાં આ પ્રકારની દવાના માર્કેટ કદમાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. એન્ટીબાયોટિક્સ દવાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. દુનિયામાં સૌથી વધુ પ્રમાણમાં આપવામાં આવતી દવા તરીકે એન્ટી બાયોટિક્સને ગણવામાં આવે છે. એન્ટીબાયોટિક્સની અસર હવે ખરાબ રીતે ખતમ થતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યા બાદ સંબંધિત કંપનીઓ પણ ચિંતાતુર બનેલી છે. જે અભ્યાસ કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે કાયદાને વધારે સારી રીતે લાગુ કરવાની જરૂર દેખાઇ રહી છે.
અભ્યાસ એમ પણ કહે છે કે ભારત સહિત દુનિયાના દેશોમાં એન્ટી બાયોટિક્સનો કારોબાર વધી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૦૦થી લઇને ૨૦૧૯ વચ્ચેના ગાળામાં એન્ટીબાયોટિક્સનો ઉપયોગ વૈશ્વિક સ્તર પર સતત વધી રહ્યો છે. આંકડો ૫૦ અબજ ડોલરથી વધીને હવે ૭૦ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. તેના ઉપયોગમાં ભારત, રશિયા, ચીન અને બ્રાઝિલમાં રોકેટ ગતિથી વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની ટેકનોલોજી યુનિવર્સિટીના નિષ્ણાંતોએ કહ્યુ છે કે એન્ટીબાયોટિક્સનો વધારે વધતો ઉપયોગ એન્ટીબાયોટિક્સના પ્રતિરોધના ફેલાવને વધારી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. દાખલા તરીકે આશરે ૫૭ હજાર નવજાત સેÂપ્સસના મોત એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી ઇન્ફેક્શનના કારણે થાય છે.
આના કારણે અમેરિકામાં વાર્ષિક ૨૩૦૦૦ મોત થાય છે. યુરોપમાં દર વર્ષે આશરે ૨૫૦૦૦ લોકોના મોત થાય છે. વિકાસશીલ દેશોમાં એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી ઇન્ફેક્શનના ભરોસાપાત્ર અંદાજની કમી છે. આ દેશોમાં અન્ય અનેક મોતના કારણ બને છે. ૬૪થી વધારે દેશોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આધુનિક સમયમાં લોકો તબીબો પાસે સલાહ લીધા વગર એન્ટી બાયોટિક્સ દવા લેતા થયા છે. આ બાબતની નિષ્ણાંતો અને તબીબોએ ગંભીર નોંધ લીધી છે. તબીબોએ કહ્યું છે કે તબીબોની જરૂરી સલાહ વગર કોઇ પણ દવા જાતે લઇ લેવાની બાબત ખતરનાક સાબિત થઇ શકે છે. તેની અનેક આડ અસર પણ થઇ શકે છે. આજે મોટા ભાગના લોકો ખુબ વ્યસ્ત લાઇફ જીવી રહ્યા છે.
આવા સમયમાં આરોગ્યને જાળવી શકતા નથી. બિમાર થવાની સ્થિતીમાં તરત જ કામચલાઉ દવા જાતે જ લઇ લે છે. આ દવાથી ચોક્કસપણે રાહત મળે છે પરંતુ આ દવા કોઇ ઇલાજ નથી. આ દવા ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. કોઇ તકલીફ અંગે જાણ નહી હોવા છતાં જે તે તકલીફ અથવા તો પીડામાં દવા જાતે જ લઇ લેવામા આવે છે. તબીબો પાસે જવાનો સમય પણ કાઢી શકતા નથી. જેથી તાવ, સરદી ગરમી, ગળામાં દુખાવાની જાતે જ દવા લોકો લઇ લે છે. પરંતુ આવી દવા જાતે લઇ લેનાર લોકો દવાની અસર કેટલી હદ સુદી થઇ શકે છે તે જાણતા નથી. જાણીતા તબીબોનું કહેવુ છે કે એન્ટીબાયોટિક્સ એન્ટીમાઇક્રોબાઇલ એજન્ટ તરીકે પણ જાણીતી છે. આ પ્રકારની દવાનું કામ શરીરમાં કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને દુર કરવા માટેનુ હોય છે. અલબત્ત એન્ટીબાયોટિક્સ બેÂક્ટરિયા, પેરાસાઇટ જેવા માઇક્રો ઓર્ગેિનઝમને ટાર્ગેટ બનાવે છે. પરંતુ વાઇરસ સામે તે દવાઓ અસરકારક હોતી નથી. નિષ્ણાંત લોકોનું કહેવુ છે કે નિષ્ણાંત તબીબો દ્વારા લખવામાં આવેલી દવા જ લેવામાં આવે તે જરૂરી છે.
ચોક્કસ ઓન્ટીબાયોટિક્સ જે ઉપલબ્ધ છે તે ચોક્કસ ઓર્ગનમાં ચોક્કસ બેક્ટિરિયા પર પ્રહાર કરે છે. તબીબો મોટા ભાગે ચકાસણી કર્યા બાદ દવા નક્કી કરે છે જેથી આ દવા યોગ્ય પ્રમાણમાં હોય છે.તાજેતરમાં કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આડેધડ દવા લેવાથી ખતરો ઉભો થઇ શકે છે. શરીરને નુકસાન પણ થઇ શકે છે.