તમે સ્થુળ અથવા તો ઓવરવેઇટ છો કે કેમ તેની માહિતી મેળવવાની બાબત સરળ નથી. તમે સ્થુળ છો કે પછી આપનુ વજન વધારે છે આ બંને બાબતો જુદી જુદી બાબતો છે. જરૂરી નથી કે જો આપને લાગે છે કે તમે સ્થુળ તરીકે છો તો ઓવરવેટ પણ છો. સ્થુળતા અને ઓવરવેટ વચ્ચે ખુબ અંતરની સ્થિતી રહેલી છે. નિષ્ણાંત લોકો કહે છે કે જો આપના બોડી માસ ઇન્ડેક્સ એટલે કે બીએમઆઇ ૧૯થી ૨૪.૯ વચ્ચે રહે છે તો તમે નોર્મલ રેંજમાં આવો છો. જો બીએમઆઇ ૨૫થી ૨૯.૯લ વચ્ચે આવે છે તો તમે ઓવરવેટ છો તે બાબત નક્કી થાય છે. પરંતુ જો આપના બીએમઆઇ ૩૦ કરતા પણ વધારે જાય છે તો તમે સ્થુળતાથી ગ્રસ્ત બની શકો છો. સ્થુળતા એક મેડિકલ કન્ડીશન છે. આ એ વખતે પ્રભાવી થાય છે જ્યારે કોઇ વ્યક્તિ પોતાના શરીર પર જરૂર કરતા વધારે વેટ અથવા તો ફેટ કેરી કરે છે. સાથે સાથે તેના આરોગ્યને નુકસાન પહોંચાડી દેવા માટેની સ્થિતીમાં પહોંચી જાય છે.
જો તમે એમ જાણવા માંગો છો કે તમે સ્થુળ છો કે કેમ તો આના માટે સૌથી સરળ રીત બીએમઆઇ જાણવા માટેની બાબત રહેલી છે. આને જાણવા માટે તમે વજનને કિલોમાં માપીને પોતાની લંબાઇના સ્કવાયર મીટરથી ડિવાઇડ કરી દેવાની જરૂર હોય છે. આના કારણે તમામ પ્રકારની માહિતી મળી જશે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે, જે રીતે મહિલાઓમાં સ્થૂળતા ઘણી બિમારીઓને આમંત્રણ આપે છે તેવી જ રીતે ઓછુ વજન પણ ઘણી બિમારીઓને આમંત્રમ આપે છે. આનો મતલબ એ થયો કે, સ્થૂળતા અને વધારે પડતુ ઓછુ વજન બંને ખતરનાક છે. જેથી મહિલાઓને પોતાના વજન બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ)મુજબ રાખવા તબીબો સલાહ આપે છે. બીએમઆઈ દરેક વ્યક્તિની હાઇટ અને વજન ઉપર આધારિત હોય છે.
બોડી માસ ઇન્ડેક્સ અને અન્ય અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ૪ ફુટ ૧૦ ઇંચની લંબાઇ ધરાવતી મહિલાઓનું વજન આદર્શ રીતે ૪૯-૫૪ કિલો, પાંચ ફુટની મહિલાઓનું વજન ૫૧-૫૭ કિલોગ્રામ હોવું જોઇએ. આવી જ રીતે મહિલાઓમાં પાંચ ફુટ એક ઇંચની લંબાઇ ધરાવતી મહિલાઓનું વજન ૫૨-૫૮ હોવું જોઇએ. વજન અને હાઇટ બંનેની ગણતરી સમતુલીત પણે કરવામાં આવે તે જરૂરી છે. ભારતીય તબીબ ડો. રચના ઝાલાએ કહ્યું છે કે, સ્થૂળતા અને વધારે પડતુ વજન સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. સ્થૂળતાને કારણે એકબાજુ ડાયાબિટીસ, હાર્ટ સાથે સંબંધિત તકલીફ ઉભી થાય છે.
બીજી બાજુ ડાઇટીંગ અને વધારે પડતું વજન ઉતારનાર મહિલાઓમાં પણ ઘણી બિમારીઓ ઘર કરી શકે છે. આધુનિક સમયમાં યુવતીઓ આકર્ષક દેખાવા માટે જીરો ફિગર મેળવવા પ્રયાસ કરે છે. જે ખતરનાક સાબિત થઇ શકે છે. સંશોધકોનું કહેવું છે કે બાળકોમાં સ્થૂળતાનો ખતરો વધી જાય છે પરંતુ શિશુના ગાળામાં સ્તનપાન કરવામાં આ ખતરો ઓછો રહે છે. ડાયાબિટીક સગર્ભા અવસ્થાના કારણે પોષણ વધી જતાં સ્થૂળતાનો ખતરો બાળકમાં રહે છે. ઇન્ટરનેશનલ જનરલ ઓફ ઓબેસિટીના નવા અભ્યાસમાં આ સંશોધનના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. સ્થુળતા, વધારે વજન અને ઓછા વજનને લઇને સામાન્ય તકલીફ રહે છે.