મોટા ભાગના લોકો હવે ડેસ્ક વર્ક કરવા લાગી ગયા છે. આવી સ્થિતીમાં વર્ક એરિયામાં ફિટ રહેવા માટેની ચિંતા તેમને સતાવવા લાગી ગઇ છે. પરંતુ આધુનિક સમયમાં સાવધાન અને જાગૃત રહેલા લોકો આને લઇને પણ વધારે પરેશાન નથી. કેટલાક ખાસ એપ્સ અને ડિવાઇસનો ઉપયોગ કરીને વર્ક સ્ટેશન પર પણ સંપૂર્ણપણે ફિટ રહી શકાય છે. ઓફિસમાં ટેકનોલોજીની મદદ લઇને ફિટ રહી શકાય છે. સ્ટ્રેચિંગ એવી સરળ અને તરત કરી શકાય તેવી એક પ્રકારની કસરત છે જે ડેસ્ક પર પણ કરી શકાય છે. સિમારિમના એક મિનિટ ડેસ્ક વર્ક આઉટ એપ આઇઓએસ ડિવાઇસ પર કામ કરે છે. તેમાં ૪૫થી વધારે કસરત રહેલી છે. જે ડેસ્ક પર એક્ટિવ રાખે છે. તે દર કલાકે વ્યાયામ માટે રિમાન્ડર પણ મોકલે છે.
એન્ડ્રોઇડ યુઝર્સ આઇ મોબલાફ ઇન્કના સ્ટ્રેચ એક્સરસાઇઝ કામમાં લઇ શકો છો. નિષ્ણાંતો કહે છે કે જા કોઇ વ્યÂક્ત પીઠમાં પિડાના કારણે પરેશાન છે તો ફોનની અલાર્મ ક્લોકથી દર કલાકમાં બ્રેક લેવા માટે રિમાન્ડર સેટ કરી શકો છો. આપ એન્ડ્રોઇડ માટે રિમાઇન્ડ અલાર્મ ક્લોક અને બ્રેક રિમાઇન્ડર કામમાં લઇ શકો છો. એટલુ નહીં આઇઓએસ માટે ફ્રી એલાર્મ એપનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે મોટા ભાગના કામ માટે ડિસ્પ્લે કામમાં આવે છે. આના કારણે આંખો પર દબાણ વધે છે. બ્રાઇટનેસ લેવલને ઘટાડી દેવાના બદલે એપ ઉપયોગમાં લઇ શકાય છે. જે બ્લુ લાઇટ ફિલ્ટરના રૂપમાં કામ કરે છે. સ્ક્રીનમાંથી નિકળનાર બ્લુ લાઇટ આંખમાં થનાર ટેન્શન માટે કારણરૂપ છે. એન્ડ્રોઇડ યુઝર્સલુલાટ ફિલ્ટર અથવા તો ટ્વીલાટ એપ કામમાં લઇ શકે છે. બંને એપ સ્ક્રીનના રંગને વ્યવસ્થિત કરે છે. એપ્પલ આઇઓએસમાં પહેલાથી જ લાઇટ ફિલ્ટર મોડ જેડી દેવામાં આવ્યા છે.
તમે મોબાઇલ ફોનમાં ખાસ એપ ડાઉનલોન કરીને યોગ કરી શકો છો. બ્રેક લઇ શકો છો. રોગમુક્ત રહી શકો છો. યોગ કરવાના કેટલાક ફાયદા રહેલા છે. યોગના તમામ વ્યાયામ કરવા માટે આપને વધારે સ્પેસની જરૂર હોય છે. જો તમે ડેસ્ક પર યોગ કરવા માટે રસ ધરાવો છો તો ઓફિસ યોગા એટ યોર ડેસ્ક એપનો ઉપયોગ કરી શકો છો. આ આઇઓએસમાટે ૨.૯૯ અમેરિકી ડોલરમાં છે. તે થ્રીડી યોગ ઇન્સ્ટ્રકર વિડિયો દર્શાવે છે. એન્ડ્રાઇડ યુઝર્સ ફ્રી ડેલી યોગા એપ કામમાં લઇ શકે છે. આના કારણે ટેન્શનને દુર કરવામાં સફળતા મળે છે. મોટા ભાગની સંસ્થાઓમાં હવે કોઇ પણ કર્મચારીને વર્ક કોમ્પ્યુટર પર કોઇ ખાસ ડિવાઇસને ઇન્સ્ટોલ કરવાની મંજુરી આપતી નથી. આવી સ્થિતીમાં તમે વેબ આધારિત ટાઇમરનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે બ્રેકસ લઇ શકાય છે. આના માટે વેબ બ્રાઉજર પરજવાની જરૂર હોય છે. જો તમે ખુરશી પર ખોટી પોિઝિશનમાં બેસી રહ્યા છો તો સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે આના કારણે પણ પીડા થઇ શકે છે. પીઠ અને દરદનમાં જોરદાર પિડા થઇ શકે છે.
મેક યુઝર્સ ફ્રી પોસ્ટર મેન પેટ એપ કામમાં લઇ શકાય છે. તે કોમ્પ્યુટરના વેબકેમથી સ્ક્રીન ના વાયફાય એક્સીસ પર આપના ચહેરાને ટ્રેક કરે છે. જ્યારે ચહેરો કોઇ ખોટી પોઝિશનમાં જવા લાગે છે ત્યારે આપને સાવધાન કરે છે. એક અન્ય એપ નેકોઝ પણ આપને ખોટી પોઝિશનમાં આવવાની સ્થિતીમાં સાવધાન કરે છે. ભારતમાં હવે યોગનુ મહત્વ વધી ગયુ છે. કારણકે ભારતમાં જ નહી બલ્કે વિશ્વભરમાં ભારતની પહેલ બાદ હવને દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગના અનેક ફાયદા અંગે એ દિવસે માહિતી આપવામાં આવે છે. યોગ કરવાના કેટલાક ફાયદા રહેલા છે. તમામ લોકો જાણે છે કે ભારતની પહેલ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર ૨૦૧૪માં ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. ૪૦ ઈસ્લામિક દેશો સહિત ૧૯૦થી વધુ દેશોએ યોગ માટે એક ખાસ દિવસ રાખવાની પહેલનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ૨૧મી જૂન ૨૦૧૫ના દિવસે કરવામાં આવી હતી. જેમાં મોદીએ દિલ્હીના ઐતિહાસિક રાજપથ ઉપર ૩૬,૦૦૦ લોકોની સાથે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. બીજા યોગ દિવસ પર મોદી ચંદીગઢમાં કાર્યક્રમમાં જોડાયા હતા. ત્રીજા યોગ કાર્યક્રમમાં મોદી લખનૌમાં રહ્યા હતા. ચોથા યોગ કાર્યક્રમમાં મોદી દહેરાદુનમાં કાર્યક્રમમાં સામેલ રહ્યા હતા. વડાપ્રધાન મોદી પોતે યોગને મહત્વ આપતા રહ્યા છે.ઓફિસમાં જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને યોગ માટે સમય કાઢીને પણ સંપૂર્ણપણે ફિટ અને સ્લીમ રહી શકાય છે.