ટી બેગથી શરીરમાં હજારો માઇક્રોપ્લાસ્ટિકના રજકણો પહોંચી રહ્યા છે. જે દિન પ્રતિદિન વધુને વધુ ઘાતક થનાર છે. એક વ્યાપક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અમે એક વર્ષના ટુંકા ગાળામાં જ ૫૨ હજાર નાના અને સુક્ષમ રજકણ ગળી રહ્યા છીએ. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક પ્લાસ્ટિક ટી બેગ ૧૧.૬ અબજ માઇક્રોપ્લાસ્ટિક અને ૩.૧ અબજ નેનો પ્લાસ્ટિકના કણ છોડે છે. એક વર્,માં ૫૨ હજાર પ્લાસ્ટિકના માઇક્રોકણ શરીરમાં પહોંચી રહ્યા છે. મેકગિલ યુનિવર્સિટીના સંશોધકો નતાલી અને તેમના સાથી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં મુજબની વાત સપાટી પર આવી છે. પ્લાસ્ટિક ટી બેગ પીણા ચીજામાં અતિ સુક્ષમ રજકણ છોડે છે કે કેમ તેને લઇને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ટીમે અભ્યાસના ભાગરૂપે ચાર અલગ અલગ પ્રકારની ટી બેગની ખરીદી કરી હતી. પેકેટમાંથી ચાની પત્તિને કાઢીને તેને ધોવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીથી જાણવા મળ્યુ છે કે પ્લાસ્ટિકના સુક્ષમ કણના આકાર ૧૦૦ નેનોમીટર કરતા પણ ઓછા હોય છે. માનવીના વાળના વ્યાસ આશરે ૭૫ હજાર નેનોંમીટરના હોય છે. દિન પ્રતિદિન નાના કણોમાં પ્લાસ્ટિકના કણ તુટતા રહે છે. તબીબો અને નિષ્ણાંતો કહે છે કે ૧૦૦ નેનોમીટર કરતા પણ પ્લાસ્ટિકના આ સુક્ષમ કણોનુ કદ હોય છે. જા તમે પણ ટી બેગવાળી ચા અથવા તો કોફી પીતા રહો છો તો હવે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે પ્લાસ્ટિકના ટી બેગ આપના શરીરમાં લાખો પ્લાસ્ટિકના કણને પહોંચાડી શકે છે. જેના કારણે ભવિષ્યમાં અનેક પ્રકારની ગંભીર બિમારીનો સામનો કરવાની ફરજ પડી શકે છે. આ દાવો કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના શોધ કરનાર લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
એન્વાયરમેન્ટરલવ સાઇન્સ એન્ડ ટેકનોલોજી મેગેઝિનમા પ્રકાશિત કરવામા આવેલા અહેવાલમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે સુક્ષમ પ્લાસ્ટિકના રજકણ શરીરમાં જવાથી આરોગ્ય પર કેટલી અસર થાય છે. જો કે આ સંબંધમાં કેટલીક બાબતોને નક્કર રીતે જાહેર કરવામાં આવી નથી. ન્યુયોર્ક સ્થિત ચા કંપની હાર્ની એન્ડ સન્સના માઇકલ હાર્નીનુ કહેવુ છે કે તેમની કંપની ૨૦ વર્ષથી નાયલોન ચા પાઉચનો ઉપયોગ કરી રહી છે. પરંતુ છેલ્લા છ મહિનાથી હવે બાયોડિગ્રેડેબલ વિકલ્પ પર તપાસ કરી રહી છે. જેના કારણે કેટલીક નવી નવી વિગત સપાટી પર આવી રહી છે.