ઉદગમના મે. ટ્રસ્ટી ડો . મયુર જોષીએ ઉદગમ શબ્દ સુરોત્સવમાં સહુને ઉદ્દગમના કાર્યોની માહિતી આપીને પધારેલ સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય મેહમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, અતિથિ વિશેષ સ્પોર્ટ્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ અને ઉદ્યોગપતિ ચિરંજીવ પટેલ, સમાજ સેવી આશાબેન સરવૈયા, સુર્યમ ડેવલોપરના ડાયરેકટર અજલભાઈ પટેલ, ડો. મયુર જોષી એ દીપ પ્રાગટ્ય કર્યું હતું. મુખ્ય મેહમાન હેમાબેન ભટ્ટે ઉદગમના સુંદર સમાજલક્ષી કાર્યોની પ્રસંશા કરી અને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ભારતના વિશ્વ પ્રસિદ્ધ શાયરો નિદા ફાઝલી, મિર્ઝા ગાલિબ, ગુલઝાર, એહમદ મીર વગેરેની જાણીતી ગઝલો પોતાના મુખ્ય ગાયિકા ડો. મિતાલી નાગએ દર્દ સે મેરા દામનભર લે ગઝલથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમના સહ ગાયક હિરેન બારોટ સાથે મળીને કભી કિસી કો મુકકમલ,જાને ક્યા બાત હે, ઔર ક્યા અહેદે વફા, સલૂના સા સજન, સાથી રે ભૂલ ના જાના, રસ્મે ઉલ્ફત,દિલ એ નાદાન, મેરા કુછ સામન, આંખો મસ્તી કે માં, આજ જાને કી, રંજીશ હી સહી,ખ્યાલ હુ કિસી,દિલ દુધતા હે,ફિર ચિડી રાત, કિસી નજર કો, કોન કહેતા હી, નૈના તોસે લગે યે દોલત ભી લે લો બાદ શ્રોતાઓની વિવિધ ફરમાઈશ અને અંતે દમાદમ મસ્ત કલંદર ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને રસતરબોળ કરી દીધા હતા. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ચાણક્ય અને દિક્ષિતા જોષી, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના અધિકારી ઉદયભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ વાછાણી, ઉદગમ ના મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, વાગ્મી જોષી, કિરત જોષી, અનિતા કપૂર હાજર રહ્યા હતા. સ્પોર્ટ્સ ક્લબના ડાયરેકટર ભાવિન ભાઈ મશરૂવાળાના માર્ગદર્શનમાં મેનેજર પીટરભાઈ અને રવિભાઈએ ભારે જેહમત ઉઠાવી હતી.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદના સહયોગથી શબ્દ અને સુરની સવંદિતા…
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત…
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન, JG યુનિવર્સિટી અને ચિરિપાલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેશ ઈન્ડેક્ષને ધ્યાનમાં રાખીને ઈન્ડેક્સ રેકગ્નિશન એવોર્ડ્સ…
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં ઉષા પર્વ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ગાંધીનગર…
મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રેસતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલટ્રસ્ટ દ્રારા ચૌદ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત પંદરમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં "ઉષાપર્વ" નું આયોજન તા.૦૪ માર્ચ ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.ઉષા પર્વ -૧૪ ઉદગમ વુમન્સ એચિવર એવૉર્ડથી બિઝનેસ,સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય,કલા, ફેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 30 મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં…
Sign in to your account