કરૂણા પાંડે અને જયેશ મોરે નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદમાં: સોની સબ પર પુષ્પા ઈમ્પોસિબલમાં આગામી વળાંકો વિશે વાત કરે છે
ગયા વર્ષે જૂનમાં આરંભથી જ સોની સબ પર પુષ્પા ઈમ્પોસિબલમાં પુષ્પાએ દેશભરનાં દર્શકોનાં મન જીતી લીધાં છે. આ અજોડ શોનું ધારદાર અને સશક્ત મહિલા પાત્ર હિંમત, ખંત અને સાહસની સ્પર્શનારી છતાં અસાધારણ વાર્તા થકી ઘણી બધી મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની ગયું છે. ગ્રામીણ ગુજરાતની હિંમતબાજ અને ત્રણ સંતાનની માતા મુંબઈમાં વેપાર ચલાવે છે. પુષ્પાનું આ પાત્ર કરૂણા પાંડે દ્વારા ભજવવામાં આવ્યું છે. આ પાત્ર ક્યારેય હાર માનતું નથી, તેની ભીતરની શક્તિ મજબૂત છે અને તે છતાં તેના ચહેરા પર સ્મિત છલકતું રહે છે. શિક્ષણ માટે પોતાની ખ્વાહિશ પૂરી કર્યા પછી પુષ્પા હવે વધુ એક જંગમાં ઊતરી છે. આ વખતે તેનો ભૂતકાળ તેનો પીછો પકડીને પાછો આવ્યો છે. આ રોમાંચક નવી વાર્તારેખા વિશે પુષ્પા ઈમ્પોસિબલના કલાકારો કરૂણા પાંડે અને તેનો પતિ દિલીપ પટેલની ભૂમિકામાં તેનો સહ-કલાકાર જયેશ મોરેએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી હતી. પુષ્પાની ભૂમિકા વિશે બોલતાં કરૂણા પાંડે કહે છે, “પુષ્પાએ જીવનમાં ઘણું બધું ભોગવ્યું છે, જે તમારી પાસે યોગ્ય વલણ હોય અને જરૂરના સમયે યોગ્ય પ્રકારનો ટેકો હોય તો દરેક કઠિણાઈઓ પર જીત મેળવી શકાય છે તેનો દાખલો છે. જોકે પુષ્પાના ભાગ્યમાં કશુંક બીજું જ લખાયું છે અને તેના જીવને તેની ફરીથી કસોટી કરવાનું નક્કી કર્યું છે. તેને જખમ આપનારો દિલીપ તેની સામે ફરીથી આવે છે અને પુષ્પા તેના જીવનમાં આ મુશ્કેલીનો કઈ રીતે સામનો કરે છે અથવા તેની મુશ્કેલીઓ માટે જવાબદાર આ વ્યક્તિને મળીને શું તે ભાંગી પડશે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે. મને લાગે છે કે પુષ્પાના જીવનનો આગામી તબક્કો મારે માટે કલાકાર તરીકે આશીર્વાદરૂપ રહેશે, કારણ કે મેં મારી ક્ષિતિજ અને પ્રયોગોને ફરી એક વાર વિસ્તાર્યા છે. આજે હું અમદાવાદમાં પુષ્પાના જીવનમાં રસપ્રદ વળાંકો વિશે અને આ પછી શું રોમાંચક આવી રહ્યું છે તે વિશે માહિતી આપવા માટે આવી છું.” દિલીપ પટેલની ભૂમિકા ભજવતો જયેશ મોરે કહે છે, “પુષ્પા ઈમ્પોસિબલમાં દરેક પાત્ર અત્યંત લેયર્ડ છે. જોકે દિલીપને અન્ય પાત્રોથી અલગ કરે છે તે તેનું ગ્રે- શેડેડ પાત્ર છે. તે પુષ્પાના જીવનમાં ઘણો ફેરફાર લાવે છે, કારણ કે તેના કારણે પુષ્પાના જીવનમાં ફરી એક વાર ઊથલપાથલ મચે છે. મને લાગે છે કે પુષ્પા માટે આ અત્યંત ભાવનાત્મક સંજોગ છે અને તેને કઈ રીતે ઝીલશે તે અમને જાણ નથી. કલાકારો અને ક્રુ સાથે શૂટ કરવાનો અનુભવ ઉત્તમ રહ્યો અને આજે અમે અમદાવાદમાં આગામી રોલર- કોસ્ટર સવારી વિશે વટાણા વેરવા માટે આવ્યાં છીએ. મને ખાતરી છે કે આગળ વધુ મજેદાર અને રસપ્રદ વાર્તા રહેશે, જે તમારા મનને સૂન્ન કરી દેશે. આથી જોતા રહો અને પુષ્પા ઈમ્પોસિબલને ટેકો આપતા રહો, ફક્ત સોની સબ પર!” પુષ્પા પટેલનો જીવન પ્રત્યેનો હકારાત્મક નજરિયો દર્શકોને સખત મહેનત કરવા પ્રેરિત કરે છે અને તેઓ તેની ધારદાર બુદ્ધિ અને વિચારપ્રેરક વન-લાઈનરથી ખુશ કરે છે. જોકે પુષ્પા જેવી વ્યક્તિ સામાન્ય રીતે જીવન પ્રત્યે ઊજળો અભિગમ ધરાવે તેનો ભૂતકાળ પણ અંધકારમાં ઘેરાયેલો હોઈ શકે છે. તાજેતરના ઘટનામાં પુષ્પા જેને ભૂલવા માગતી હતી અને જેનાથી દૂર રહેવા માગતી હતી તે તેના ભૂતકાળનો એક હિસ્સો દિલીપ પટેલ ઉર્ફે ધરમ રાયધન (જયેશ મોરે)ના રૂપમાં તે જીવનમાં પાછો આવે છે. તેનું જીવન સંઘર્ષ અને કઠિણાઈથી ભરચક છે, પરંતુ તે છતાં પુષ્પા જોશભેર જીવન જીવે છે. જોકે તેનો પતિ તેના જીવનમાં ફરીથી પાછો આવતાં જીવનમાં આ નવી મુશ્કેલીમાંથી બહાર આવવા પુષ્પા માટે અમાપ શક્તિ જોઈશે. આગામી એપિસોડમાં દર્શકોને પુષ્પા માટે દિલધડક ડ્રામા અને હૃદયસ્પર્શી ભાવનાત્મક ભંગાણ જોવા મળશે. સચ્ચાઈ તેનો પીછો પકડીને પાછી આવે ત્યારે શું થશે? શું ભૂતકાળ સાથે રૂબરૂ થવાની તેનામાં શક્તિ છે કે તેની સામે ઊભેલા શયતાનને જોઈને કાબૂ ગુમાવી બેસશે? જોતા રહો પુષ્પા ઈમ્પોસિબલ, દરેક સોમવારથી શનિવારે રાત્રે 9.30 વાગ્યાથી, ફક્ત સોની સબ પર