Tag: sasangir

પ્રકૃતિપ્રેમીઓ માટે The Fern Gir Forest લઈને આવ્યું છે ખાસ ઓફર

મુંબઈ:વિશ્વ વન્યપ્રાણી દિવસના સન્માનમાં, ગુજરાતના સાસણ ગીરના રમણીય પરિસરમાં આવેલો ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટ તમામ પ્રકૃતિ પ્રેમીઓ માટે સમગ્ર માર્ચ મહિનામાં ખાસ તૈયાર કરાયેલી ઓફરો રજૂ કરે છે. આ રિસોર્ટ બુશ ડિનર અને  ફ્લોટિંગ બ્રેકફાસ્ટ જેવા અનોખા અનુભવો પ્રદાન કરે છે, જે મહેમાનોને આસપાસના પરિસરમાં કુદરતી સૌંદર્ય વચ્ચે  સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવાની તક પૂરી પાડે છે. મહેમાનો સાસણ ગીરના જંગલોને ઘર ગણાવતા સમૃદ્ધ વન્યજીવન, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને જોવા માટે મહેમાનો રિસોર્ટ સાથે સફારી બુક કરી શકે છે. તમામ પ્રકૃતિ પ્રશંસકો માટે ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટે વિચારપૂર્વકની પ્રવૃત્તિઓ ડિઝાઇન કરી છે જેમાં પ્રકૃતિની સાથે જોડાણ, પક્ષી નિહાળવા અને ગ્લેમ્પિંગનો સમાવેશ થાય છે, જ્યાં વૈભવી કેમ્પિંગ સ્થાનિક સંસ્કૃતિ, જંગલો અને તેમના આદિવાસીઓના વારસાને એકીકૃત કરે છે. જેમાં સ્થાનિક સિદી સમુદાય દ્વારા રજૂ કરવામાં આવતો ઉત્સાહી 'ધમાલ ડાન્સ'નો પ્રોગ્રામ  માણી શકે છે. ઉંચા વૃક્ષો, પર્ણસમૂહ અને  જંગલમાં બદલાતા અસંખ્ય લેન્ડસ્કેપ સાથે સાસણ ગીરના જંગલો વિવિધ પ્રકારના વન્યજીવો માટે જાણીતા છે - હરણ, ચિત્તા, જંગલી ભૂંડ અને સૌથી અગત્યનું જંગલના રાજા – ‘એશિયાટિક સિંહ’  જોવા મળે છે. ફક્ત ગીરના જંગલમાં જે વિશ્વના આ ભવ્ય જીવો માટે એકમાત્ર નિવાસસ્થાન બને છે. ઉનાળો વન્યજીવોને સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળવા દબાણ કરે છે અને ગરમીમાંથી રાહત મેળવવા માટે તેમને નાના પાણીના તળાવ પર ભેગા થવા માટે  પ્રેરિત કરે છે. જે પ્રવાસીઓને દૈનિક સફારી ડ્રાઇવનો આનંદ માણતી વખતે તેમના કુદરતી રહેઠાણમાં પ્રાણીઓને નજીકથી જોવાની સંપૂર્ણ તક આપે છે. આ રિસોર્ટ ધ ફર્ન ક્રાઉન કલેક્શનનો એક ભાગ છે, જે સમૃદ્ધિ અને અવિસ્મરણીય અનુભવોનું અસાધારણ મિશ્રણ પ્રદાન કરે છે. ફર્ન ક્રાઉન કલેક્શન સ્મૃતિઓને ઘડતરમાં પ્રાયોગિક વિશિષ્ટતા, અજોડ અનુભવો, વૈભવશાળી અને અનુરૂપ સેવાઓ  પ્રદાન કરે છે. જે ઉચ્ચ શ્રેણીની તૈયાર કરવામાં આવેલી હોટલ અને રિસોર્ટની પસંદગી જીવનભર યાદ રહે તેવી યાદો જોડે છે.  સાથે વૈભવશાળી દુનિયાનો અનુભવ પણ કરી શકાય છે.

સરકારની બેદરકારીથી બે વર્ષમાં ગુજરાતમાં 184 સિંહોના થયા મોત

ગુજરાતના સાસણગીરના જંગલમાં જોવા મળતા એશીયાઇ સિંહો સમગ્ર દેશનું ગૌરવ માનવામાં આવે છે. ખાસ કરીને રાજ્ય સરકાર અને રાજ્યના ટૂરિઝમ ...

Categories

Categories