ગુજરાત : સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી, વધુ ૪નાં થયેલા મોત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  ગુજરાતાં સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ચાર લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. એક જ દિવસમાં ચાર લોકોના મોત અને ૧૩ નવા કેસ સપાટી ઉપર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. આજે ચાર લોકોના મોત થયા હતા તે પૈકી ગાંધીનગરમાં બે, મોરબીમાં ૧ અને સુરતમાં ૧ નું મોત થયું હતું. આની સાથે જ મોતનો આંકડો સત્તાવાર રીતે વધ્યો હતો. બિનસત્તાવાર રીતે હજુ પણ મોતનો આંકડો ખૂબ મોટો આંકવામાં આવી રહ્યો છે. આજે ૧૩ કેસો નોંધાયા હતા તે પૈકી કચ્છમાં પાંચ, વડોદરામાં ૩ અને અમદાવાદમાં ૨ કેસોનો સમાવેશ થાય છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત ૧૪૯ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કુલ કેસોની સંખ્યા વધીને ૧૮૫૯ સુધી પહોંચી ચુકી છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ કેસો નોંધાયા છે. પહેલી સપ્ટેમ્બરથી હજુ સુધી દર્દીઓની સંખ્યા ૧૮૫૯ સુધી પહોંચી છે. આજે તમામ વધુ ઉમેરો થયો હતો. એકલા અમદાવાદ મનપા ક્ષેત્રમાં વધુ ત્રણ કેસ નોંધાતા કેસોની સંખ્યા ૬૯૦થી વધુ થઈ ચુકી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુને લઇને કેસોની સંખ્યામાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. નવા કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સંબંધિત વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં પણ નવા ત્રણ કેસો નોંધાયા છે. અમદાવાદમાં વિવિધ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં  આવી છે.

સ્વાઈન ફ્લુ રોગ વધુ ગંભીર બનતા આ વર્ષે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની રજા  પણ રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ મોટી સંખ્યામાં દર્દીઓને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. ૧૬૫ દર્દીઓ રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોતનો આંકડો પણ દરરોજ દર્દીઓના મોતથી રોકેટગતિએ વધી રહ્યો છે. આંકડો અવિરત વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના ૩ કેસ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૭૮ ઉપર પહોંચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૯૦થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં જાન્યુઆરી બાદથી સત્તાવાર રીતે મોતનો આંકડો ૬૧ ઉપર પહોંચ્યો છે પરંતુ બિનસત્તાવાર રીતે મોતનો આંકડો ૭૮ ઉપર પહોંચી ગયો છે.

 

 

Share This Article