અમદાવાદઃ ગુજરાતી સિનેમા હવે નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે, પ્રેક્ષકો હવે ગુજરાતી ફિલ્મો જોવા માટે થિયેટર્સ સુધી જઈ રહ્યાં છે અને તેથી જ સારા કોન્ટેંટની પ્રસ્તુતિ હવે ફિલ્મ મેકર્સની જવાબદારી બની જાય છે. જોકે, ફિલ્મ મેકર્સ પણ એકથી એક ચઢિયાતી ફિલ્મોના માધ્યમથી પ્રેક્ષકોને ભરપૂરી મનોરંજન પુરૂં પાડી રહ્યાં છે. એન્ટરટેનમેન્ટના મજબૂત ડોઝ સાથેની ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઇઝ’ 16 મેના રોજ થિયેટરમાં રીલિઝ થઈ ચૂકી છે, જે તેના નામ પ્રમાણે દર્શકોને સરપ્રાઇઝ પર સરપ્રાઇઝ આપી રહી છે.
ફિલ્મમાં જોવા મળતો રોડ, રોમાંસ અને રોબરીનો એન્ટરટેનમેન્ટ ટ્રાયો દરેક વર્ગના દર્શકને એન્ટરટેઇન કરવાની ગેરંટી આપે છે. રોડ, રોમાંસ અને રોબરીની થ્રિલ વચ્ચે એક પછી એક મળતી ‘સરપ્રાઇઝ’ ફિલ્મને પૈસા વસૂલ બનાવે છે. કરોડોના હીરાની લૂટ બાદ શરૂ થાય છે એક રોડ ટ્રીપ. બે બોલ્ડ અને બિન્દાસ ગર્લ્સની મારકણી અદાઓ સિલ્વર સ્ક્રિન પર ગ્લેમરનો તડકો લગાવી દે છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે, તેમ તેમ એક પછી એક એવા વળાંક આવે છે, જે દર્શકોને એક અલગ અને અનોખું મનોંરજન પીરસે છે. જોકે આગળ આપણે ટૂંકમાં ફિલ્મ વિશે માહિતી મેળવીશું,
સની દેસાઇ પ્રોડક્શન અને રમય એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત તેમજ વિરલ દવેની સહયોગિતામાં નિર્મિત ફિલ્મ ‘સરપ્રાઇઝ’ને યુવા અને પ્રતિભાશાળી ફિલ્મ ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરી રહેલા બોલીવૂડ એક્ટર્સ વત્સલ શેઠ અને હેલી શાહની સાથે જાનવી ચૌહાણ ફિલ્મમાં લીડ રોલમાં છે. બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ ચોરની ભૂમિકામાં હેલી અને જાનવીએ અભિનયની સાથેસાથે પોતાના ગ્લેમરનો જાદુ ચલાવ્યો છે. જ્યારે ટાર્ઝન – ધ વંડર કાર ફેમ વત્સલ શેઠનું પાત્ર પોતે જ એક સરપ્રાઇઝ છે. ફિલ્મના ક્લાઇમેક્સ સુધી તેનું પાત્ર એક પછી એક સરપ્રાઇઝ આપતું રહે છે. કરોડોના હીરાની ચોરી બાદ બે ચોરની હેલી અને જાનવી તેમજ વત્સલનો થતો આમનોસામનો ઉંદર અને બિલાડીની રમત જેવો લાગે છે, ક્યારેક કોઇ એકનું પલડું ભારે તો ક્યારે બીજાનું. જોકે અંતે હીરા કોણ અને કેવી રીતે મેળવે છે, તે જાણવા માટે ફિલ્મ ‘સરપ્રાઇઝ’ને થિયેટરમાં જઇને જોવી જ જોઇએ.
દર્શકોને તેમની સીટ સાથે જકડી રાખે છે ફિલ્મની વાર્તા. ફિલ્મમાં આવતા ટ્વિસ્ટને દર્શક સમજે ત્યારે જ બીજો ટ્વિસ્ટ આવી જાય ત્યારે ફિલ્મ જોવાની મઝા બેવડાઇ જાય છે. આ ફિલ્મની વાર્તા મૌલિન પરમારે લખી છે, ફિલ્મમાં બે ગીતો છે. અભિજિત વાઘાણીએ કંપોઝ કરેલ અને એશ કિંગના કંઠે ગવાયેલ ફિલ્મનો ટાઇટલ ટ્રેક ‘સરપ્રાઇઝ’ એક પાર્ટી ટાઇમ છે, જેના શબ્દો મૌલિન પરમારે લખ્યા છે. જ્યારે બીજું ગીત ‘ઝૂમે છે ગોરી’ને અભિજીત વાઘાણી, ભ્રિગુ પરાસર, જ્યોત્સના અને શમિતા ભાટકરે પોતાનો કંઠ આપ્યો છે. ફિલ્મનું બેક ગ્રાઉન્ડ મ્યુઝિક જોરદાર છે, સિલ્વર સ્ક્રિન પર ચાલતા દ્રશ્યોને બેક ગ્રાઉન્ડ મ્યુઝિક વધુ જીવંત બનાવે છે.
‘સરપ્રાઇઝ’ની રોડ, રોમાંસ અને રોબરીની જર્ની 16 મે, 2025થી શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મને ખબરપત્રી તરફથી 4 સ્ટાર. મસ્ટ વોચ મૂવી… જોવાય હો.. વ્હાલા..!
Movie Review ⭐⭐⭐⭐