રાગ હેમંત
બિલાવલ થાટ માંથી ઉત્પન્ન થયેલો આ રાગ એ નામ મુજબ જ મધુર રાગ છે.
ક્યારેક, કોઈ એક વ્યક્તિ નથી હોતી ત્યારે આખી દુનિયા ખાલીખમ લાગે છે.
આ પ્રકાર ની ભાવનાઓ સહજ જન્મે છે. કોઈ પ્રત્યે જ્યારે આતમભાવ જાગે અને તમારા હૃદયમાં એમને જોવાની, મળવાની તીવ્ર ઉત્કંઠા જાગે અને સંયમ ના તમામ દરવાજા તોડી ને હૃદય વ્હાલમ ના નામ નો ચિત્કાર પાડે એ ઘડી તો પ્રેમીઓ માટે અસહ્ય જ બની રહે.
સમગ્ર સૃષ્ટિ જાણે હરિભરી-સભર થઈ ગઈ હોય એવું લાગે. પછી ના ભાવો કઇંક એવા થાય કે પોતાના પ્રિયતમને મળી ને વિખુટા પડ્યા હોય પછી પોતાની લાગણીઓ ને રજુ કરવા માટે કોઈ જ માધ્યમ ના હોય ત્યારે રાગ હેમંત માં સર્જાયેલા ગીતો સહજ યાદ આવે. કઇંક એવા ભાવો ઉદ્દભવે કે, “ख़लिश” मुज़फ़्फ़र ની ભાષામાં કહું તો,
शब भर तेरे ख़्वाब बुने थे, मेरी जागी आँखों ने,
दिन भर ये एहसास रहा है, आज कहीं तू आई न हो ।
કવિ શોભિત દેસાઈ એ બહુ માર્મિક રચના સર્જી છે…..મિત્રો….
કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત,
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત…
કોઇ જતુ ય નથી ને કોઇ આવતું ય નથી,
કોઇ છે એકલું ચોગમ બહુ ઉદાસ છે રાત…
ચાલો કે ભરી એ પ્રતીક્ષા ના શ્વેત ફુલ થી,
આ અંઘકારનું રેશમ બહુ ઉદાસ છે રાત…
આ છે રાગ હેમંત નો ઉભો થતો માહોલ…..
રાત્રી ના મધ્ય પ્રહરે ગવાતા આ રાગ ને શાબ્દિક સ્વરૂપે રજૂ કરવો થોડું કપરું છે. આ રાગ બેઇઝડ કૃતિઓ ઓછી યાદ આવે છે.
માટે જ આ રાગ હેમંત ની ખરી મજા માણવી હોય તો ઉસ્તાદ બડે ગુલામઅલીખાં એ ગાયેલી યાદગાર ઠુમરી સાંભળવી પડે.
ઉપરોક્ત રાગ બેઇઝડ અન્ય રચનાઓ માં, ફિલ્મ બહુરાની નું લતા મંગેશકરે ગાયેલું બલમા અનાડી મન ભાયે છે. તદુપરાંત, ફિલ્મ જલતી નિશાની નું ગીત રુઠ કે તુમ તો ચલ દીયે આ રાગ બેઇઝડ છે. તેમજ ફિલ્મ સંગીત સમ્રાટ નું ગીત સુધ બીસર ગઈ આજ તથા ફિલ્મ બાવરચી નું ગીત તુમ બિન જીવન કૈસા જીવન પણ રાગ હેમંત બેઇઝડ છે.
વિરહ પ્રેમને એક ધાર કાઢવાનું કામ કરે છે. પ્રિય વ્યક્તિ નું સાનિધ્ય પારસ્પરિક પ્રેમને સબળ જ કરે છે.
તો ચાલો મિત્રો રાગ હેમંત ના વિરહ ગીત ની મજા માણીએ…
~~~~~~~~
गाना / Title: तुम बिन जीवन कैसा जीवन, फूल खिले तो दिल मुरझाये –
tum bin jiivan kaisaa jiivan, phuul khile to dil murajhaaye
चित्रपट / Film: Bawarchi
संगीतकार / Music Director: मदन मोहन-(Madan Mohan)
गीतकार / Lyricist: Kaifi Azmi
गायक / Singer(s): मन्ना डे-(Manna De)
तुम बिन जीवन कैसा जीवन
फूल खिले तो दिल मुरझाए
आग लगे जब बरसे सावन
तुम बिन जीवन…
रूठे तुम जबसे पिया
रूठे तुम जबसे
सूना सा है मन का ढेरा
बैरी है दुनिया
बाँटे कोई क्यूँ दुख मेरा
अपने आँसू अपना ही दामन
तुम बिन जीवन…
कैसे दिल बहले
हँसना चाहूँ रोना आये
ढूँढा जग सारा – (२)
कुछ न सूझे कुछ न भाये
तोड़ गए तुम मन का दर्पन
तुम बिन जीवन…
कैसे समझाऊँ
गुज़री क्या क्या बीती क्या क्या
पूछे यह दुनिया
किसके हाथों यह दिल टूटा
हाल हुआ यह किसके कारण
तुम बिन जीवन …
આર્ટિકલ:-
© મૌલિક જોશી , જૂનાગઢ.