આમાં કોઇ શંકા નથી કે આપ હેલ્થી અને બિમારીથી દુર રહેવા માટે ઇચ્છુક છો તો પોતાની નિષ્ક્રિય લાઇફસ્ટાઇલને છોડી દેવી પડશે. પોતાની ગતિહીન લાઇફસ્ટાઇલને ત્યાગીને એક્ટિ લાઇફસ્ટાઇલ અપનાવવાની સ્થિતીમાં જીવન બદલાઇ શકે છે. વધારે ફિટ અને સ્વસ્થ રહી શકાય છે. માત્ર એક ફેરફાર કરીને આપ હાર્ટ સાથે સંબંધિત બિમારી, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સર જેવી બિમારીને દુર રાખી શકાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટિવ લાઇફસ્ટાઇલ માટે આપને દિવસભર જીમમાં પરસેવો વહેડાવવાની કોઇ જરૂર નથી. દરરોજ માત્ર ૨૨ મિનિટ સુધી વોકિંગ કરવામાં આવે તો પણ સારા પરિણામ મળી શકે છે. ૨૨ મિનટ સુધી રોજ ચાલવાથી આરોગ્યને જાળવી શકાય છે. અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસીનમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસના પરિણામ હવે જાહેર કરવામાં આવ્યા છે.
જે દર્શાવે છે કે દરરોજ ૩૦ મિનિટ સુધી વોકિંગ ખુબ ફાયદાકારક છે. આના કારણે મોતની શંકા ૨૦ ટકા સુધી ઘટી જાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વોકિંગ ખુબ સરળ અને પરફેક્ટ કસરત સમાન છે. ૧૩ વર્ષ સુધી વ્યપાક અભ્યાસ કર્યા બાદ આના તારણ જારી કરવામાં આવ્યા છે. વોકિંગ સરળ કસરત છે. કારણ કે તે એક સિમ્પલ એક્શન છે. જે સંપૂર્ણ રીતે ફ્રી છે. તેના માટે કોઇ પણ પ્રકારના સાધનની જરૂર હોતી નથી. તાજેતરમાં જ કરવામાં આવેલા અન્ય એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધી કસરત લાઈફમાં ત્રણ વર્ષનો ઉમેરો કરે છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો ૩૦ મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે.
અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે ઓછા ડોઝના કારણે ઓછો ફાયદો થાય છે પરંતુ નિયમિત રીતે ૩૦ મિનિટ સુધી કસરત ખૂબ જ આદર્શ છે. લીડ રિચર્સર તાઈવાનના સીપેગે કહ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધીની કસરતથી પણ ફાયદો થાય છે. વોકીંગથી પણ ફાયદો થાય છે. તાઈવાનની નેશનલ હેલ્થ રિચર્સ ઇન્સ્ટ્રીટ્યુટના પેંગે કહ્યું છે કે પુરુષો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધ લોકો તેમજ ધૂમ્રપાન કરનાર લોકો તથા અસ્વસ્થ રહેતા લોકો માટે પણ નિયમિત પણે કસરત ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ દર્દીઓ કોઈ ખાસ તકલીફના દર્દીને જુએ છે ત્યારે વોકીંગની સલાહ આપે છે અથવા તો તેને હળવી કસરતની સલાહ આપે છે. મેડીકલ જનરલમાં પ્રકાશિત થયેલા તેમના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ૪૧૬૦૦૦ લોકોને આવરી લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મોટાભાગના લોકોના મત જાણવામાં આવ્યા હતા. તેમના આરોગ્ય અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૫ મિનિટ કસરતથી ઉપયોગી ફાયદો થાય છે. દરરોજની કસરત કેન્સરના જાખમને ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત સામાન્ય રીતે પીઠમાં દુઃખાવાનો પણ મદદરૂપ થાય છે. બ્રિટનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા ત્રીજા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ઝડપથી ચાલવાથી કેન્સરથી બચી શકાય છે. સ્તન કેન્સર અને આંતરડાના કેન્સરના મામલામાં ઝડપથી ચાલવાથી ઘટાડો નોંધાય છે.
વર્લ્ડ કેન્સર રિસર્ચના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાર્ટના ધબકારા વધી જાય તેવી કોઇપણ કસરત કેન્સરથી બચવામાં મદદરૂપ નિવડે છે. શારીરિક કસરતથી સ્થૂળતામાં ઘટાડો થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થૂળતાના કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. ડબ્લ્યુસીઆરએફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શારીરિક કસરત લાંબા સમય સુધી કરવાથી નાની મોટી અન્ય તકલીફો પણ દૂર થઇ શકે છે. વૈજ્ઞાનિકોના મતે અતિ ઝડપથી ચાલવા ઉપરાંત સાઇકલીંગ, Âસ્વમીંગ, ડાંસ જેવી પ્રવૃત્તિથી પણ કેન્સરને ટાળવામાં મદદ મળી શકે છે. અભ્યાસના અહેવાલના મહત્વને બ્રિટનની દ્રષ્ટિએ પણ ઉપયોગી ગણવામાં આવે છે. આ બાબતના મજબૂત પૂરાવા મળ્યાં છે કે, સક્રિય શારીરિક ગતિવિધિથી કેન્સરથી બચી શકાય છે. આવી પ્રવૃત્તિ હાથ ધરીને હજારો કેસ ઓછા કરી શકાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્યને લગતા લાભ લેવા માટે દરરોજ કસરત સાથે સંબંધિત કેન્દ્રોમાં જવાની જરૂર નથી. દરરોજની પ્રવૃત્તિમાં થોડાક ફેરફાર કરીને સંકટને પણ ટાળી શકાય છે. ડો. થોમ્પસને ઝડપથી ચાલવાની બાબતને પોતાની દરરોજની ટેવમાં આવરી લેવાની સલાહ આપી છે. કેન્સર રિસર્ચ યુકે નામની સંસ્થાએ પણ ડબ્લ્યુસીઆરએફના પરિણામોને યોગ્ય ઠેરવ્યાં છે.સામાન્ય કસરતથી આંતરડાના કેન્સર અને સ્તન કેન્સરથી બચી શકાય છે.