અમરેલીઃ અમરેલી જિલ્લામાં શુક્રવારે ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલ-એલ.ડી.ઓ. જેવા ઇંધણના સંગ્રહ અને વેચાણ બાબતની બાતમીઓના આધારે બાબરા તથા સાવરકુંડલા મુકામે ૧૮થી ૨૨ જુન-૨૦૧૮ દરમિયાન આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી.
આ તપાસણી દરમિયાન અનઅધિકૃત્ત રીતે લાઈસન્સ કે પરમીટ વગર સંગ્રહ કરેલ બાયોડિઝલ-એલ.ડી.ઓ.નો જથ્થો અન્ય મુદ્દામાલ સાથે મળી આવતા તેમજ આ જથ્થા બાબતે કોઇપણ પ્રકારના હિસાબો નહિ નિભાવતા, ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરેલ હોય તેવી પેઢીનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.
જથ્થો સીઝ કરવામાં આવેલી પેઢીઓના આવા જથ્થાના નમૂના લઇને લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભરતભાઇ મસરાણી-માર્કેટ યાર્ડ રોડ-બાબરા પાસેથી રૂ.૯૬,૧૨૦, રાજેશકુમાર ગોહિલ-જીઆઇડીસી-બાબરા પાસેથી રૂ.૬,૮૬,૩૦૦, ઇમરાનભાઇ હેદરા- જીઆઇડીસી-બાબરા પાસેથી રૂ.૭,૯૩,૮૫૦, મહાદેવ બાયોડિઝલ-સાવરકુંડલા પાસેથી રૂ.૯૩,૮૫૦ અને ભવાની ટ્રેડર્સ-સાવરકુંડલા પાસેથી રૂ.૯૪,૮૫૦ રકમનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.