જયારે તમારી પાસે સચ્ચાઈ અને હિંમત હોય છે ત્યારે દુનિયાની ગમે તેવી હસ્તી સામે કેમ ના હોય જીત તમારી પાક્કી છે, એ શાશ્વત સત્ય છે કે જયારે આપણે કોઈ એક જ બાબત પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જયારે કોઈ એક ઉદ્દેશ માટે આપણું ચિત્ત એકાગ્ર થાય છે ,ત્યારે આપણને સફળતા નિશ્ચિતપણે મળે જ છે, એકાગ્ર થયેલ મન આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડે છે, સાથે સાથે સફળતાના માર્ગમાં આવતી અળચણોને પણ દૂર ભગાડે છે.
જે લોકો એ પોતે ક્યારેય મોટા સપના જોયા નથી તેઓ ક્યારેય બીજાના મોટા સપનાઓને સમજી શકતા નથી, મોટા સપનાઓ સાથે સફળ થવા માટે જયારે તમે તૈયાર થાવ છો ત્યારે આપને એ અચૂક સમજવું પડશે કે મદદ કરવા વાળા કરતા પગ ખેંચવા વાળા લોકો ઘણા બધા મળશે, કેટલાંક લોકોને તમારી વાતો હાસ્યસ્પદ લાગે છે તો કેટલાંક લોકો ને તમારા આઈડિયા પર શક થતો હોય છે પણ જેમ જેમ જીવનની રાહ પર તમે એક પછી એક સફળતા મેળવતા જાવ છો તેમ તેમ એ લોકો જ તમારી સાથે કદમથી કદમ મિલાવવા તૈયાર થઇ જાય છે.. ક્યારેય એવી ચિંતામાં નાં પડો કે સામેનો વ્યક્તિ તમારા લક્ષ્યને સમજી નથી શકતો – એ કેમ તમારા સપનાઓની હદ સુધી પહોંચી નથી શકતો!! , બસ તમારા પક્ષે એટલું જ જોવાનું રહેશે કે તમારા ઈરાદામાં તમે પાછી પાની ના કરો તમારા સપનાઓથી કયાંક તમે ભટકી ના પડો , પછી તો જીત તમારી જ છે..
જીવનમાં સફળ થવા માટે તમે જે પણ પહેલ કરી છે તેણે ત્યાં સુધી વળગી રહેવાનું છે કે જ્યાં સુધી તમારા સપના તમારા માટે હકીકત ના બની જાય, બની શકે કે આપના પ્રયત્નો પછી પણ આપને ધાર્યું પરિણામ ના મળતું હોય તો તેવા સમયે પરિણામની ચોક્કસ મુદત સુધી મહેનત ચાલુ રાખવી એજ સફળતાનું ગૃહકાર્ય છે.. લાખ મુસીબતો પછી પણ આપ જયારે આપના લક્ષ્યથી વિમુખ નથી થતા ત્યારે કુદરત પણ આપની કદર કરે છે – અને સફળતા નિશ્ચિતપણે મળે છે, માટે સફળતા મેળવવા માટે સપનાઓ જોવા પડે છે, કારણકે સપના સાચા પડે છે.
છેલ્લે….. સાચવીને ચાલવું… જમાનો ઘણો અજીબ છે અહીં લોકો નિષ્ફળ વ્યક્તિની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિથી બળતરા કરે છે…
નિરવ શાહ