આધુનિક સમયમાં સફળ થવા માટે તમામ લોકો ૨૪ કલાક સુધી ભાગતા નજેર પડે છે. ગળા કાપ સ્પર્ધાના સમયમાં સફળતા હાંસલ કરવા માટે વ્યક્તિ તમામ પ્રયાસો કરે છે. જો જીવનમાં સફળતા મેળવવા કોઇ વ્યક્તિ ઇચ્છે છે તો તે વ્યક્તિને જીવનને સરળ બનાવી દેવુ પડશે. હકીકતમાં જીવનમાં સફળ થવાની બાબત એટલી જ સરળ છે જેટલી કોઇ બાળક માટે કોઇ નવી ચીજ શિખવા માટેની હોય છે. એટલે કે જો અમે કેટલાક જરૂરી અભ્યાસ અને તરીકાને લાઇફમાં સામેલ કરી લઇશુ તો સફળતા ચોક્કસપણે મળી. જો આપણે પોતાને સરળ રસ્તા પર ચાલવાની ટેવ પાડી ચુક્યા છીએ તો આ બાબત તો નક્કી છે કે સફળતા આડે સૌથી મોટી સમસ્યા આપણે પોતે છીએ. આના માટે અમને કેટલાક નિયમો તો ચોક્કસપણે બનાવવા જ પડશે. જાણકાર લોકો કહે છે કે વિચાર મોટા રાખવામાં આવે અને કામ નાના પાયે કરવામાં આવે તે પણ જરૂરી છે. સતત કામ કરતા રહેવાથી સફળતા મળે છે.
કોઇ પણ લક્ષ્યને હાંસલ કરવા માટે આ નિયમ અતિ જરૂરી છે. અમે તમામ લોકો પોતાના નવા કામ અથવા તો કેટલાક ખાસ કરવાની વાત કરીએ છીએ. તેના પર કામ કરવાની શરૂઆત પણ કરી દઇએ છીએ. જો કે આ કામમાં આગળ વધ્યા બાદ સતત કામ જારી રાખી શકતા નથી. કારણ એ છે કે કેટલાક સમય બાદ અમારા વિચાર બદલાઇ જાય છે. યોગ્ય સમય અને વાતાવરણ પણ કેટલાક કેસમાં અનુકુળ નથી. દુનિયામાં પોતાની મોટી વિચારધારાની દિશામાં કામ કરનાર લોકો ખુબ ઓછા રહ્યા છે. આ જ કારણ છે કે શ્રેષ્ઠ અને સફળ લોકોની સંખ્યા પણ ઓછી રહે છે. એક સારી શરૂઆતનો અર્થ એ નથી કે તમે સફળ થઇ ગયા. આવી જ રીતે એક ખરાબ શરૂઆતનો અર્થ પણ એ નથી કે તમે ફ્લોપ અથવા તો નિષ્ફળ થઇ ગયા છો. પરિણામ કેવા પણ મળે છતાં સહેજ રહેવામાં આવે તે જરૂરી છે.
દુનિયામાં ચાર પ્રકારના લોકો હોય છે. પહેલા લોકો એવા છે જે ભુલ કરવાના ડરથી કઇ કરતા જ નથી. બીજા એવા લોકો હોય છે જે ભુલો કરે છે પરંતુ ભુલોથી કોઇ બોધપાઠ લેતા નથી. ત્રીજા લોકો એવા હોય છે ભુલો કરે છે અને તેનાથી શિખીને આગળ વધે છે. પોતાનામાં સુધારો કરે છે. ચોથા લોકો એવા હોય છે જે પોતાની ભુલોથી શિખવાની સાથે સાથે બીજાની ભુલોથી પણ બોધપાઠ લઇને આગળ વધે છે. આજના સમયમાં આપણે જો ચોથી વ્યક્તિની જેમ જ બનીને આગળ વધીશુ તો જ સફળતા સુધી પહોંચી શકાશે. અમને દરકે અનુભવમાંથી શિખીને પોતાને ચકાસીને આગળ વધવાની જરૂર પડશે.
જો તમે શિખવા માટે તૈયાર છો તો દરેક અવસર સફળતાની દિશામાં એક પગલુ છે. કેટલાક પ્રશ્નો છે જે હમેંશા પોતાને કરી શકાય છે. આ અવસર અથવા તો વ્યક્તિ પાસેથી શુ શિખી શકાય છે આજે હુ નવુ શુ શિખી રહ્યો છુ આ નવા બોધપાઠને કઇ રીતે અમલી કરવામાં આવે આ તમામ પ્રશ્નો વ્યક્તિને પોતાને કરવા જોઇએ. આગળ વધવા માટે શિખવા માટે પુરતો સમય કાઢવામાં આવે તે જરૂરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો પણ ટોપના સ્તર પર પહોંચી રહ્યા છે. જેથી સતત મહેનત, શિસ્ત અને નિયંમો સૌથી ઉપયોગી છે.